Gold Price Today: 10 ગ્રામ સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઇથી 10,200 રૂપિયા મળી રહ્યું છે સસ્તું, જાણો આજનો ભાવ

Gold Price Today: 10 ગ્રામ સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઇથી 10,200 રૂપિયા મળી રહ્યું છે સસ્તું, જાણો આજનો ભાવ
સોનાની કિંમતમાં સતત ઘટાડો (પ્રતીકાત્મક તસવીર )

Gold-Silver Price, 28 September: તહેવારોની સીઝન પહેલા સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ્સ

  • Share this:
    Gold-Silver Rates, 28 September 2021: મંગળવાર સવારે સોના અને ચાંદીના કારોબારમાં નરમાઈનું વલણ જોવા મળી રહ્યું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સવારે 09:50 વાગ્યે સોના (Gold Price Today) વાયદામાં 0.18 ટકા એટલે 83 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. જેના કારણે સોનું 45,986 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. આ ઉપરાંત ચાંદીમાં (Silver Price Today) પણ ઘટાડાનું વલણ જોવા મળ્યું. MCX પર સિલ્વર ફ્યૂચર 0.22 ટકા એટલે કે 133 રૂપિયાના ઘટાડા સાથે 60,501 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

    10,200 રૂપિયાથી પણ સસ્તું મળી રહ્યું છે ગોલ્ડ



    સોનું તેના ઓગસ્ટ 2020ના ઓલટાઇમ હાઇ (Gold All Time High Rate) 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘણા નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. મંગળવાર સવારે સોનું MCX પર 46,000ની નીચે ટ્રેડ થઈ રહ્યું છે. તેથી સોનું તેના ઓલટાઇમ હાઇથી હાલના સમયમાં 10,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું મળી રહ્યું છે. બુલિયન માર્કેટના વિશેષજ્ઞોનું માનવું છે કે તહેવારોની સીઝનમાં સોનાની ખરીદી (Buy Gold) વધવાની શક્યતા છે તેથી તેના ભાવમાં ઉછાળો આવી શકે છે.

    ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ

    ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, મંગળવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad 24 Carat Gold Price) 47,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.  આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat 24 Carat Gold Price) 47,720 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara 24 Carat Gold Price) 47,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 60,500 રૂપિયા છે.

    આ પણ વાંચો, Petrol Diesel Price Today: 22 દિવસ બાદ પેટ્રોલનો ભાવ વધ્યો, ડીઝલ પણ થયું મોંઘું, ફટાફટ ચેક કરો આજના રેટ્સ

    સોનાનો ભાવ મિસ્ડ કોલ કરીને જાણો


    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, વર્ષ 2021ના અંત સુધીમાં આ સ્માર્ટફોન્સમાં કામ નહીં કરે WhatsApp, અહીં જુઓ લીસ્ટ

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા


    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.undefined
    Published by:Mrunal Bhojak
    First published:Sep 28, 2021, 10:11 am

    टॉप स्टोरीज