HDFC ઇન્ડિયન ઓઇલ ક્રેડિટ કાર્ડ સાથે મેળવો 50 લીટર પેટ્રોલ-ડીઝલ ફ્રી, જાણો શું છે ઑફર

HDFC ઇન્ડિયન ઓઇલ ક્રેડિટ કાર્ડ સાથે મેળવો 50 લીટર પેટ્રોલ-ડીઝલ ફ્રી, જાણો શું છે ઑફર
પ્રતીકાત્મક તસવીર

પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને તેમાં ઘટાડો થવાનો કોઈ સંકેત નથી ત્યારે જ HDFC બેંકે તરફથી IndianOil Credit Card રજુ કરવામાં આવ્યું છે.

  • Share this:
    નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ (Petrol-diesel price)ને કારણે મધ્યવર્ગ પરેશાન છે. દેશના અમુક ભાગમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમતમાં પણ સતત વધારે નોંધાયો છે. વધી રહેલા ભાવ વચ્ચે ડીઝલ અને પેટ્રોલની કિંતમાં વધારે અંતર રહ્યું નથી. પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને તેમાં ઘટાડો થવાનો કોઈ સંકેત નથી ત્યારે જ HDFC બેંકે તરફથી IndianOil Credit Card રજુ કરવામાં આવ્યું છે. આ ક્રેડિટ કાર્ડ (Credit card)માં તમે વર્ષે 50 લીટર સુધી મફત ઇંધણ (Fueal) મેળવી શકો છો!

    HDFC IOCL ક્રેડિટ કાર્ડમાં ગ્રાહક જ્યારે પણ ઇન્ડિયન ઓઇલ કંપનીના આઉટલેટ પરથી પેટ્રોલ પૂરાવે છે, તેમજ ગ્રોસરી કે અન્ય યુટિલીટી બિલની ચૂકવણી કરે છે ત્યારે તેમને ખાસ ફ્લુઅલ પોઈન્ટ્સ મળે છે. જેનાથી ગ્રાહક વર્ષે 50 લીટર સુધી ઇંધણ મફતમાં મેળવી શકે છે.



    આ પણ વાંચો: દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મુંબઈની હોટલમાંથી મૃતદેહ મળ્યો

    HDFC IOCL ક્રેડિટ કાર્ડના મુખ્ય લાભ:

    >> કાર્ડધારક પોતાના IOCL કાર્ડથી કરેલા ખર્ચના 5 ટકાની કમાણી કરી શકે છે. પ્રથમ છ મહિના સુધી કાર્ડધારક દર મહિને વધારેમાં વધારે 250 ફ્લુઅલ પોઇન્ટની કમાણી કરી શકે છે. જે બાદના છ મહિના સુધી તેઓ દર મહિને 150 ફ્લુઅલ પોઇન્ટની કમાણી કરી શકે છે.

    >> કાર્ડધારક ગ્રોસરી અને બિલ પેમેન્ટ્સ પર પાંચ ટકા ફ્લુઅલ પોઇન્ટ મેળવી શકે છે. મહિનામાં દરેક કેટેગરીમાં વધુમાં વધુ 100 ફ્લુઅલ પોઈન્ટની કમાણી થઈ શકે છે. આ માટે ન્યૂનતમ ટ્રાન્ઝેક્શન કિંમત રૂ. 150થી વધારે હોવી જોઈએ.

    >> કાર્ડધારક દર બિલ સાઇકલ પ્રમાણે એક ટકા ફ્લુઅલ સરચાર્જ વેઇવર, મહતમ 250 રૂપિયા સુધી મેળવી શકશે.

    આ પણ વાંચો: વલસાડ: લાખો રૂપિયા ભરેલું એટીએમ મશીન તોડવાનો પ્રયાસ, તસ્કર સીસીટીવીમાં કેદ

    જોઈનિંગ ફી કેટલી ચૂકવવાની રહેશે?

    ક્રેડિટ કાર્ડ મેળવવા માટે 500 રૂપિયા જોઈનિંગ ફી તેમજ ટેક્સ ચૂકવવો પડશે. મેમ્બરશીપ રિન્યૂઅલ ફી પણ એટલી જ રહેશે. જો કાર્ડધારક એક વર્ષમાં 50 હજાર કરતા વધારે ખર્ચ કરે છે તો રિન્યૂઅલ ફી માફ કરવામાં આવશે.

    કોણ આ કાર્ડ મેળવી શકે?

    21 વર્ષથી 60 વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિ (65 વર્ષ સેલ્ફ એમ્પ્લોઇડ કેસમાં) આ સ્કીમ હેઠળ કાર્ડ મેળવી શકે છે. જો કોઈ પગારધારક આ કાર્ડ મેળવવા માંગે છે તો તેની મહિને 12 હજાર રૂપિયા આવક જરૂરી છે. સેલ્ફ એમ્પ્લોઈડના કેસમાં વ્યક્તિએ વાર્ષિક બે લાખથી વધારેનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું હોવું જરૂરી છે.

    આ પણ વાંચો: અમદાવાદ: ચૂંટણી સંપન્ન, કોરોનાનાં ટેસ્ટિંગ માટે ડોમ બાંધવાની શરૂઆત!

    કાર્ડ કેવી રીતે મેળવવું?

    આ કાર્ડ મેળવવા માટે વ્યક્તિ નજીકની એચડીએફ બ્રાંચનો સંપર્ક કરી શકે છે અથવા બેંકની વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. અમુક શહેરોમાં આ કાર્ડ ઇન્ડિયન ઓઇલ ફ્યૂઅલ આઉટલેટ્સ પરથી પણ પ્રૉસેસ કરી શકાય છે. તમે વધારે વિગત અહીં ક્લિક કરીને મેળવી શકો છો.undefined
    Published by:Vinod Zankhaliya
    First published:Feb 22, 2021, 4:38 pm

    टॉप स्टोरीज