કરીનાને હોસ્પિલમાંથી મળી રજા, નાનકડાં મેહમાનની જોવા મળી પહેલી ઝલક

કરીનાને હોસ્પિલમાંથી મળી રજા, નાનકડાં મેહમાનની જોવા મળી પહેલી ઝલક
સૈફ અને કરીના નવાં બાળક સાથે

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. તે તેનાં પતિ સૈફ અલી ખાન (Saif Ali Khan), દીકરા તૈમૂર અલી ખાન (Taimur Ali Khan) અને નવજાત દીકરાની સાથે ઘરે આવવાં રવાના થઇ હતી.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)એ 21 ફેબ્રુઆરીનાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેનાં બીજા દીકરાને જન્મ આપ્યો છે. કરીના અને સૈફ અલી ખાન (Saif Ali Khan) બીજી વખત માતા પિતા બની ગયા છે. કરીનાએ 20 ફેબ્રુઆરીનાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જે બાદ 21 ફેબ્રુઆરીએ તેને બીજા બાળકને જન્મ આપ્યો. 21 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સવાર સુધી તે હોસ્પિટલમાં રહી અને હાલમાં તેને ડિસ્ચાર્જ કરવામાં આવી છે.

  આ પરિવારની પહેલી ઝલક સામે આવી છે. કરીના કપૂર ખાન, સૈફ અલી ખાન અને તૈમૂર અલી ખાનની એક તસવીર અને વીડિયો સામે આવ્યો છે. જેમાં સંપૂર્ણ પરિવાર એક કારમાં બેઠેલો નજરઆવે છે. કારમાં બેસી હોસ્પિટલથી ઘરે જવા રવાના થઇ રહ્યાં છે. ફોટોમાં જોવા મળે છે કે, તૈમૂર પિતા સૈફ અલી ખાનનાં ખોળામાં કારમાં આગળ બેઠો છે. કારમાં પાછળની સીટ પર નેની છે કરીના સૈફનાં નવજાત બાળકને નૈનીએ ખોળામાં લીધો છે.

  આપને જણાવી દઇએ કે, કરીના અને સૈફે બીજા બાળકનાં આગમન પહેલાં નવું ઘર ખરીદ્યું અને તેમાં શિફ્ટ થઇ ગયા હતાં. કરીના અને સૈફનાં ઘરમાં નાનકડા મહેમાન આવ્યા બાદ કપૂર અને પટૌડી પરિવારમાં ખુશીઓ મનાવવામાં આવી રહી છે. કરીનાની બહેન કરિશ્મા કપૂર (Karishma Kapoor)એ અને કરીનાનાં પિતા રણધીર કપૂરએ નાનકડાં મહેમાન માટે ખુશીઓ જાહેર કરી છે.
  વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કરીના આમિર ખાનની સાથે 'લાલ સિંહ ચડ્ઢા'માં નજર આવશે. આ ટોમ હેક્સની હોલિવૂડ ફિલ્મ 'ફોરેસ્ટ ગંપ' પર આધારિત છે. કરીના કપૂરે લોકડાઉન બાદ આ ફિલ્મની શૂટિંગ ચંદીગઢમાં પૂર્ણ કરી હતી. આ ઉપરાંત કરીના તેની પહેલી બૂક 'Kareena Kapoor Khan's Pregnancy Bible' પર કામ કરી રહી છે. જે પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે હશે. આ બૂક આ વર્ષનાં અંતે રિલીઝ થશે.undefined
  Published by:Margi Pandya
  First published:Feb 23, 2021, 2:14 pm

  टॉप स्टोरीज