ગોંડલ : ગોળી નદીના ધસમસતા વહેણમાં છકડો તણાયો, માંડ માંડ બચ્યો ચાલક - Live Video

ગોંડલ : ગોળી નદીના ધસમસતા વહેણમાં છકડો તણાયો, માંડ માંડ બચ્યો ચાલક - Live Video
ગોંડલના વાસાવડ ગામની ઘટના, માંડ માંડ બચ્યો છકડા ચાલકનો જીવ જુઓ વી઼ડિયો

Gonadal News: ગોંડલના વાસાવડ ગામે નદીમાંથી પસાર થઈ રહેલા ચાલકનો છકડો અચાનક બંધ થઈ ગયો! જુઓ લાઇવ વીડિયો પછી શું થયું

  • Share this:
    હરિન માત્રાવાડિયા રાજકોટ : રાજકોટ જિલ્લામાં વરસેલા આજના વરસાદના (Rajkot Rains) કારણે અનેક નદીઓમાં ધસમસતા પાણી આવ્યા છે. ગોંડલ તાલુકામાં (Gondal Rains on 27-9-2021) પણ આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વરસાદના કારણે અનેક નદીઓ (Rivers of Rajkot) બે કાંઠે થઈ છે ત્યારે ગોંડલ તાલુકાના વાસાવડ (Gondal Vasavd Village) ગામની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક છકડો (Chakda Rickshaw Drowned in Vasavad Live video) તણાયો હોવાનો લાઇવ વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.જોકે, આ છકડા સાથે તેનો ચાલક પણ હતો અને તે પણ નદી ઓળંગવા જતા તણાયો હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા.

    બનાવની પ્રાથમિક વિગતો મુજબ આજના વરસાદમાં મેઘરાજા મનમૂકીને વરસતા ગોંડલ તાલુકામાં નદીઓ ગાંડીતુર બની છે. દરમિયાનમાં ગોંડલના વાસાવડ ગામ પાસેથી પસાર થતી ગોળી નદીમાં પણ પાણી આવ્યા છે. ગોળી નદીના ધસમસયા વહેણમાં એક છકડો રીક્ષા ચાલકે પોતાનો છકડો ઘૂસાડ્યો હતો.



    આ પણ વાંચો :  રાજકોટ : ઉદ્યોગપતિ કિશન શાહ પોતાની જીદના કારણે પહોંચ્યા મોતના મુખમાં, બચી ગયેલા ડ્રાઇવરે જણાવી સમગ્ર કહાણી

    જોકે, આ આ છકડો ચાલક અધવચ્ચે પહોંચતા તેનું એન્જિન બંધ થઈ ગયું હતું. ચાલક નીચે ઉતરી અને પોતાના છકડાને આગળ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ પાણીના વહેણમાં છકડો તણાવા લાગ્યો હતો. ધીરે ધીરે તેણે આ છકડા સાથે નદી પસાર કરવાનો પ્રયાસ તો કર્યો પરંતુ છકડો નદીમાં તણાવલા લાગ્યો હતો.



    જોકે, છકડાની સાથે જોત જોતામાં આ ચાલક પણ તણાવા લાગ્યો પરંતુ નસીબ જોગ આ બનાવમાં છકડા ચાલકનો બચાવ થયો હતો. જોકે, એક ગરીબ છકડા ચાલકની પણ મજબૂરી હશે કે તેણે તેની રોજીરોટીનું સાધન ગુમાવી દીધું છે ત્યારે હવે આ છકડો ક્યાંથી અને કેવી હાલતમાં મળે ચે તે જોવું રહ્યુ

    ઉદ્યોગપતિ કાર સાથે તણાયા હતા

    ઉલ્લેખીય છે કે રાજકોટ જિલ્લામાં આ પ્રકારે જ નદી ઓળંગવા જતા છાપરા પાસે પેલિકેન કંપનીના માલિક કિશન શાહ તેમના બે ડ્રાઇવરો સાથે તણાયા હતા. આ ઘટનાને વધારે સમય થયો નથી. કિશન શાહ તેમની કાર સાથે શ્યામ સાધુ અને સંજય બોરિચા નામના ડ્રાઇવર સાથે તણાઈ ગયા હતા. ઘટનામાં કિશન તેમજ શ્યામનું મોત થયું હતું જ્યારે ગાડીને બહાર નીકળી ગયેલા સંજનના હાથમાં ઝાડની ડાળી આવી જતા તેનો બચાવ થયો હતો. આમ આવી ઘટનામાંઓ જોખમ ન લેવું જોઈએundefined
    Published by:Jay Mishra
    First published:Sep 27, 2021, 9:00 pm

    टॉप स्टोरीज