અમદાવાદ: દીકરીનો જન્મ થતા પતિએ સાસુને કંઈક એવું કહ્યું કે, પત્નીએ કરી દીધો પોલીસ કેસ

અમદાવાદ: દીકરીનો જન્મ થતા પતિએ સાસુને કંઈક એવું કહ્યું કે, પત્નીએ કરી દીધો પોલીસ કેસ
પ્રતીકાત્મક તસવીર

પરિણીતાનો આરોપ છે કે, લગ્નના ત્રણ મહિના સુધી તેને તેના સાસરિયાઓએ સારી રીતે રાખી હતી.

 • Share this:
  અમદાવાદ: આજે પણ આપણા સમાજમાં કેટલાક દહેજના ભૂખ્યા માણસો હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કારણકે, છેલ્લા કેટલાક સમયથી દહેજ મેળવવાની લાલસામાં સાસરિયાઓ શારીરિક અને માનસિક ત્રાસની હદ વટાવતી અનેક ફરિયાદો જોવા મળી છે. ત્યારે અમદાવાદના (Ahmedabad) પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં  (woman Police Station) આવી વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. દીકરાની ઘેલછા અને દહેજ ભૂખ્યા સાસરિયાઓએ પરિણીતા પર ત્રાસ ગુજારતા પરિણીતાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

  પરિણીતાનો પગાર લેવા પતિ મારઝૂડ કરતો  પરિણીતાનો આરોપ છે કે, લગ્નના ત્રણ મહિના સુધી તેને તેના સાસરિયાઓએ સારી રીતે રાખેલ હતી. બાદમાં દહેજના નામે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લગ્ન વખતે તેના પિતાએ તેને બધી વસ્તુઓ સાથે લાખનું સોનું આપ્યું હતું અને તેના પતિને ધંધો કરવા માટે રૂપિયા 15 લાખ રૂપિયા પણ આપ્યા હતા. જ્યારે લગ્ન બાદ પરિણીતાએ નોકરી કરવાની ના કહી હોવા છતાં તેને નોકરી કરાવતા હતા અને તેનો પગાર લેવા માટે તેનો પતિ તેની સાથે મારઝૂડ કરતો હતો.

  'તારા પિતા ફોર્ચ્યુનર કારમાં ફરે છે તો મને કેમ લઈ નહિ?'

  લગ્ન બાદ પ્રથમ રક્ષાબંધને જ્યારે પરિણીતા તેના પિયરમાં આવી ત્યારે તેના સાસુ અને નણંદએ તેને કહ્યું હતું કે, તારા પિતાએ એક દસ બાર લાખની કાર આપવાનું કહ્યું હતું જે લઈને આવજે. જે અંગેની જાણ પરિણીતાએ તેના પતિને કરતા તેના પતિએ કહ્યું હતું કે જો તારા પિતા ફોર્ચ્યુનર કારમાં ફરે છે તો મને કેમ લઈ નહિ આપે. તેમ કહીને તેની સાથે ઝઘડો કરી મારઝૂડ કરી હતી. આ વખતે પણ મહિલા તેના પિતા પાસે થી રૂપિયા 50 હજાર લઈ જઈને તેના સાસુ અને નણંદને આપ્યા હતાં.

  સુરતમાં BJP કાર્યકરોમાં આક્રોશ: '36 વર્ષથી અમારે ફક્ત ઘરે સ્લીપ જ પહોંચાડવાની? અને જેને કોઇ ઓળખતું નથી તેમને ટિકિટ આપવાની'

  નણદોઇ શારીરિક અડપલા કરતા

  એટલું જ નહીં પરિણીતા જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે તેના નણંદોઈ તેની સાથે શારીરિક અડપલા કરતા અને અશ્લીલ વાતો કરતા હતા. જો કે તેની આ હરકતો વધી જતા પરિણીતાએ સમગ્ર બાબતની જાણ તેના પતિને કરી હતી. જોકે તેના પતિએ તેને કહ્યું હતું કે, આ બાબતની જાણ કોઈને કરીશ નહિ, નહિ તો તને ઘરમાં નહી રહેવા દે.

  મોરબી: કૉંગ્રેસ આગેવાને ભાજપના ઉમેદવારના ભત્રીજા સહિત આઠ સામે નોંધાવી માર મારવાની ફરિયાદ

  દીકરીનો જન્મ થતા ફરી હદ વટાવી

  જ્યારે મહિલા ગર્ભવતી થતાં તેના સાસુ એ કહ્યું કે, જો દીકરાનો જન્મ થાય તો જ આ ઘરમાં આવજે, નહિ તો અમારા ઘરમાં આવીશ નહિ. પરિણીતાએ દીકરીને જન્મ આપતા તેના પતિ તેની ખબર પૂછવા માટે આવ્યા હતા અને આ વખતે તેમને પરિણીતાની માતાને કહેલ કે તમારી દીકરીને કરાવવું હોય તો રૂપિયા 20 લાખ મોકલી આપજો. ત્યારબાદ પરિણીતાએ તેના પતિનો એક બે વાર સંપર્ક કર્યો હતો. પરંતુ કોઈ જવાબ મળ્યો નહિ.  જેથી પરિણીતાએ પોલીસને જાણ કરતા પોલીસે તેના પતિ, સાસુ, નણંદ અને નણંદોઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.undefined
  Published by:Kaushal Pancholi
  First published:Feb 16, 2021, 10:22 am

  टॉप स्टोरीज