પાડોશી આધેડે બાળકીને કર્યા અડપલાં, છટકીને માતા પાસે દોડીને જઇ રડતાં રડતાં સંભળાવી આપવીતી

પાડોશી આધેડે બાળકીને કર્યા અડપલાં, છટકીને માતા પાસે દોડીને જઇ રડતાં રડતાં સંભળાવી આપવીતી
પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  અમદાવાદ : એક તરફ મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ દિવસેને દિવસે મહિલાઓ પર અત્યાચારના અનેક બનાવો સામે આવી રહ્યા છે. કેટલાક નરાધમો તો પોતાની હવસની ભૂખ સંતોષવા માટે નાની બાળાઓને પણ શિકાર બનાવતા અચકાતા નથી. આવો જ એક બનાવ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં જોવા મળ્યો છે. નરાધમ આધેડે ધાબા પર રમતી બાળકીને છાતીએ તેમજ અન્ય જગ્યાએ હાથ ફેરવીને છેડતી કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

  બહેરામપુરા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ આપી છે કે, ગઈકાલે સાંજના સમયે તેની દીકરી અને તેના નાના ભાઈની દીકરી ઘરના ધાબા ઉપર રમી રહ્યા હતા. ત્યારે પાડોશમાં રહેતો નરાધમ આધેડ પણ ધાબા ઉપર ગયો હતો અને ફરિયાદીની દીકરીને ખૂણામાં લઇ જઇને તેની છાતી તેમજ અન્ય ભાગે હાથ ફેરવીને તેની છેડતી કરી હતી.  જોકે, બાળકી આ નરાધમની હવસનો ભોગ બને તે પહેલા જ છટકીને નીચે દોડી ગઈ હતી. આ સમયે તેની માતા બહારથી આવતા બાળકી એ રડતા રડતા સમગ્ર હકીકત તેની માતાને જણાવી હતી. જે બાદ તરત જ તેની માતા ધાબા પર પહોંચી ત્યારે આ નરાધમ તેને ધક્કો મારીને ફરાર થઈ ગયો હતો.  જ્યારે બાળકીના પિતા ઘરે આવતા તેની માતાએ આ બાબતનો જાણ તેઓને કરી હતી. જેથી તેઓ તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન પહોંચીને સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરી હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.undefined
  Published by:Kaushal Pancholi
  First published:Jan 9, 2021, 12:04 pm

  टॉप स्टोरीज