આપણે ગુજરાતમાં લૉકડાઉન નથી કરવાના, અત્યારે કોઇ જરૂર નથી: CM વિજય રૂપાણી

આપણે ગુજરાતમાં લૉકડાઉન નથી કરવાના, અત્યારે કોઇ જરૂર નથી: CM વિજય રૂપાણી
'મેં પહેલા પણ જણાવ્યું છે કે, આપણે ગુજરાતમાં લૉકડાઉન નથી કરવાના.'

'મેં પહેલા પણ જણાવ્યું છે કે, આપણે ગુજરાતમાં લૉકડાઉન નથી કરવાના.'

 • Share this:
  રાજ્યમાં (Gujarat) કોરોનાની (coronavirus) સ્થિતિ ચિંતાજનક રીતે વધી રહી છે. ગુરૂવારે પહેલીવાર રાજ્યમાં કોરોનાનો આંકડો સાત હજારને પાર ગયો છે અને સાથે મૃત્યુદરનો આંક પણ વધીને 73 પર પહોંચ્યો છે. જેની સાથે વેક્સિનેશનનું કામ પણ પુરજોશમાં વધારવામાં આવ્યું છે. ગુરૂવાર સુધીમાં 95,65,850 લોકોનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. ત્યારે આવી વિસ્ફોટક સ્થિતિમાં ન્યૂઝ18ગુજરાતી ચેનલનાં એડિટર રાજીવ પાઠકે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં સીએમ રૂપાણીએ ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું, લૉકડાઉન, રેમેડસિવીર ઇન્જેક્શ, કોરોના દર્દીઓની સારવાર જેવા અનેક મહત્ત્વનાં સવાલોનાં જવાબ આપ્યા છે.

  જ્યારે સીએમ રૂપાણીને પૂછવામાં આવ્યું કે, કાલથી મહારાષ્ટ્રમાં લૉકડાઉન જેવો માહોલ બનાવી દેવામાં આવ્યો છે. હાઇકોર્ટે પણ ગુજરાતમાં લૉકડાઉનની જરૂર છે તેવું જણાવ્યું છે, તો આ અંગે આપ શું કહેશો?  તેના જવાબમાં તેમણે જણાવ્યું કે, મેં પહેલા પણ જણાવ્યું છે કે, આપણે ગુજરાતમાં લૉકડાઉન નથી કરવાના. કારણ કે લૉકડાઉનની અત્યારે કોઇ જરૂર છે ન તો લૉકડાઉન કોરોનાનું કોઇ સમાધાન છે. અમે રાત્રી કરફ્યૂ કર્યો એટલે 24 કલાકમાંથી 10 કલાક લૉકડાઉન જ છે. અમે શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ કરી, ઓફિસમાં 50 ટકા સ્ટાફ, જીમ, મોલ, થિયેટર બંધ છે. છેલ્લે જ્યારે લૉકડાઉન થયું હતું ત્યારે આખા દેશમાં થયું હતું. જાન છે તો જહાન છે. એટલે સંક્રમણ રોકવાના પ્રયાસ પણ કરી રહી છે અને જે લોકો ગરીબ, મજૂરનું પણ ધ્યાન રાખીને અમે કામ કરી રહ્યા છે.

  સુરતમાં હૉસ્પિટલો-સ્મશાનગૃહો બહર લાંબી લાંબી કતારો છતાં પણ લોકો બેદરકાર! ખરીદી કરવા ટોળે વળ્યાં

  જ્યારે સીએમ રૂપાણીને પૂછવામાં આવ્યું કે, વેક્સિનેશનમાં ગુજરાત સરકાર ટોપ થ્રી રાજ્યમાંથી એક છે તો, આ અંગે આપની સ્ટ્રેટરજી રહી છે?

  વેક્સિનેશનના પ્રશ્ન પર સીએમ રૂપાણીએ જવાબ આપ્યો કે, આપણે રોજના આશરે ત્રણ લાખ લોકોને રસી આપી રહ્યાં છે. જેમાં જનભાગીદારી પણ જોવા મળી છે. ઉપરાંત વિવિધ સમાજ, સંસ્થાઓ, સાધુસંતોની જેમ અનેક લોકો આગળ આવીને આમાં કામ કરે છે.

  અમદાવાદના કોરોના વોરિયરનો સવાલ: હૉસ્પિટલોમાં 108 વગર આવતા દર્દીઓને કેમ નથી કરતા દાખલ?  આ સાથે તેમણે જણાવ્યું કે, હું તમારા માધ્યમથી પણ લોકોને કહીશ કે, આ કોરોનાની વેક્સિનના બે ડોઝ જરૂર લો અને સુરક્ષિત રહો. તો આ મહામારીમાંથી આપણે જલ્દી બહાર આવી જઇશું.undefined
  Published by:Kaushal Pancholi
  First published:Apr 15, 2021, 12:36 pm

  टॉप स्टोरीज