વાપી: કોરોના દર્દીનાં મોત બાદ બાકી બિલ વસૂલવા હૉસ્પિટલે પરિવારની કાર કબજે કરી લીધાનો આક્ષેપ

વાપી: કોરોના દર્દીનાં મોત બાદ બાકી બિલ વસૂલવા હૉસ્પિટલે પરિવારની કાર કબજે કરી લીધાનો આક્ષેપ
લલીતાબેન વીરસિંહભાઇ બોચર ઉ.વ.52ની તબિયત 31 માર્ચના રોજ લથડતા પરિજનો તેમને વાપીની 21 સેન્ચુરી હૉસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા.

લલીતાબેન વીરસિંહભાઇ બોચર ઉ.વ.52ની તબિયત 31 માર્ચના રોજ લથડતા પરિજનો તેમને વાપીની 21 સેન્ચુરી હૉસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા.

 • Share this:
  વાપીની 21 ફસ્ટ હૉસ્પિટલોમાં સારવાર દરમિયાન એક કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુ થયું હતું. મૃત્યુ બાદ દર્દીના મૃતદેહને સોંપતા પહેલા બીલના 2.08 લાખ ચૂકવવાનું કહ્યું હતું પરંતુ દર્દીના પરિવાર પાસે આટલી મોટી રકમ ન હતી. જેથી મૃતકના પરિવારે હોસ્પિટલ પાસે બીલ ભરવા માટે થોડો સમય માગ્યો હતો. જેને કારણે હૉસ્પિટલે મૃતદેહ આપવાની ના પાડી દીધી હતી. આટલાથી પૂરું ન થયું તો, પરિવાર તાત્કાલિક નાણા ભરી ન શક્યા. અને હોસ્પિટલે તેમની કાર કબજે કરી લીધી હતી. નોંધનીય છે કે, સરીગામ કોલીવાડમાં રહેતા લલીતાબેન વીરસિંહભાઇ બોચર ઉ.વ.52ની તબિયત 31 માર્ચના રોજ લથડતા પરિજનો તેમને વાપીની 21 સેન્ચુરી હૉસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા. કોરોનાના લક્ષણો જણાતા હોસ્પિટલે તે પ્રમાણે ટ્રીટમેન્ટ શરૂ કરી હતી.

  'બાકી બિલને કારણે હૉસ્પિટલે અમારી કાર લઇ લીધી હતી'  મૃતકના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, 21 સેન્ચુરી હૉસ્પિટલના સંચાલકોએ અંતિમ સંસ્કાર માટે મૃતદેહની સોંપતા પહેલા હૉસ્પિટલનું બાકી બીલ ચુકવવાનું કહ્યું હતું. અમારી પાસૈ પૂરતા પૈસા ન હતા એટલે અમે કહ્યું હતું કે, અમને થોડા દિવસ આપો અમે બિલ ચુકવી દઇશું. તો હૉસ્પિટલના સંચાલકોએ અમારી પાસે ઈકો કાર હતી તે ગીરવે રાખવા કહ્યું હતું. અમારી કાર ગીરવે રાખી લેતા અમારે ચાલીને ઘરે જવાની ફરજ પડી હતી.

  અમદાવાદના કોરોના વોરિયરનો સવાલ: હૉસ્પિટલોમાં 108 વગર આવતા દર્દીઓને કેમ નથી કરતા દાખલ?

  કોવિડ દર્દીનો મૃતદેહ કેમ સોંપ્યો?

  સામાન્ય રીતે કોવિડની સારવાર દરમિયાન કોઈ દર્દીનું મૃત્યુ નિપજે તો તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવતો નથી. કોવિડ ગાઈડલાઈન્સ મુજબ હૉસ્પટિલમાંથી જ સ્મશાનગૃહ પર અંતિમવિધિ થતી હોય છે. પરંતુ આ કિસ્સામાં હૉસ્પિટલનાં તંત્રની બેદરકારી સામે આવી છે.

  બનાસકાંઠા: હૉસ્પિટલ બહાર઼઼ કલાકથી રઝળી રહેલા કોરોના સંક્રમિત દર્દીનું આખરે કારમાં જ થયું મોત, હોબાળો

  'મૃતક દર્દીના પરિવારનો આક્ષેપ પાયાવિહોણો'

  બીજી તરફ હૉસ્પિટલના એમ.ડી ડૉકટર અક્ષય નાડકર્ણીએ કહ્યું કે, હૉસ્પિટલમાં કોવિડના શંકાસ્પદ લક્ષણો સાથે એક દર્દીને દાખલ કરવામા આવ્યા હતા. સારવાર દરમિયાન દર્દીનું મોત થયું હતું. દર્દીઓના સગાઓનો આક્ષેપ પાયા વિહોણો છે. દર્દીને 11 દિવસથી ડિપોઝિટ લીધા વગર જ સારવાર આપવામાં આવતી હતી.હાલ દર્દીના પરિવારજનોને કાર સોંપી દેવામા આવી છે.
  મૃતક દર્દીના સંબંધીઓ તેમની જાતે ગાડી મૂકી ગયા હતા.  જેના અમારી પાસે લેખિતમાં પુરાવા છે. હાલ તેઓ ગાડી લઇ ગયા છે. અમે તેમને બિલમાં રાહત કરી આપી હતી.હજી તેમનું થોડું બિલ બાકી છે.undefined
  Published by:Kaushal Pancholi
  First published:Apr 15, 2021, 9:12 am

  टॉप स्टोरीज