ભાવનગર : યુવાને પહેલા શરીર પર બ્લેડો મારી, ત્યારબાદ પંખા સાથે લટકી ગળેફાંસો ખાધો!

ભાવનગર : યુવાને પહેલા શરીર પર બ્લેડો મારી, ત્યારબાદ પંખા સાથે લટકી ગળેફાંસો ખાધો!
ભાવનગરમાં આપઘાત

પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી

 • Share this:
  નીતિન ગોહેલ, ભાવનગર : શહેરના વડવા ચાવડીગેટ વિસ્તારમાં રહેતા યોગેશ પ્રભુદાસ ઉમરાળા યુવાને આજે તેના ઘરે અગમ્ય કારણોસર શરીરે બ્લેડો મારી અને ત્યારબાદ પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈ આપઘાત વ્હોરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રશ્ન એ થાય છે કે, આપઘાત જ કરવો હતો તો શરીર પર બ્લેડો કેમ મારી છે. શું આ આત્મહત્યા છે કે હત્યા તે મામલે પણ પોલીસે તપાસ હાથ ઝરી છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ચાવડીગેટ વિસ્તારના યુવાને શરીરે બ્લેડ માર્યા બાદ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા, બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ચાવડી વિસ્તારમાં રહેતા યોગેશ પ્રભુદાસ ઉમરાળા નામના યુવાને તેના ઘરે આજે વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના શરીરે બ્લેડો મારી હતી અને ત્યારબાદ પંખા સાથે લટકી આપઘાત કરી લીધો હતો. આત્મહત્યા વ્હોરી લેતા તેના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.  આ પણ વાંચોપોસ્ટ ઓફિસમાંથી દેશભરના મંદિરોના પ્રસાદ ઘરે બેઠા મળશે

  આ બનાવની જાણ કરતા શહેરની એ ડીવીઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. યુવાનની આત્મહત્યા કે હત્યા તે પોલીસ તપાસ બાદ ખુલશે ક્યાં કારણોસર યુવાને કરી આત્મહત્યા કે તેની કરાઈ હત્યા.

  આ પણ વાંચો - અમદાવાદ : 'મારી નહી તો...', બ્રેક અપ થતાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી, પહોંચ્યો પોલીસ પાસે

  રાજ્યમાં આપઘાતના કિસ્સા ખુબ વધી રહ્યા છે. કોઈ આર્થિક પરેશાની તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. આ સિવાય પ્રેમમાં નિષ્ફળતાના કારણે પણ આપઘાતની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. ગઈ કાલે અમદાવાદમાં એક આપઘાતની વિચિત્ર ઘટના સામે આવી હતી, જેમાં સાબરમતિ પોલીસ સ્ટેશન વિસ્તારના કાળીગામ પાસે આવેલી સિમેન્ટન્ટની ફેક્ટરી પાસે આવેલી વસાહતમાં એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પુરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસને માહિતી આપવામાં આવી કે, પ્રેમીએ પ્રેમિકાના ઘરે આપઘાત કર્યો છે. પોલીસે લાશનો કબ્જો લેતા જોયું કે, ગળે ઈજાના નિશાન છે જેથી પોલીસને હત્યાની શંકા છે.undefined
  Published by:kiran mehta
  First published:Apr 2, 2021, 11:56 pm

  टॉप स्टोरीज