ભાવનગર: લગ્નના સાતમા દિવસે પતિએ પત્નીને કહ્યું,'તું મને ગમતી નથી, પાંચ કરોડ લઈ આવ તો જ રાખીશ'

ભાવનગર: લગ્નના સાતમા દિવસે પતિએ પત્નીને કહ્યું,'તું મને ગમતી નથી, પાંચ કરોડ લઈ આવ તો જ રાખીશ'
પ્રતીકાત્મક તસવીર

પતિ ફરિયાદી મહિલાને કહેતો, 'તું તારા બાપના ઘરેથી પાંચ કરોડ લઇ આવે તો તને રાખીશ, બાકી તારી જિંદગી નરક બનાવી દઇશ.'

  • Share this:
    નીતિન ગોહેલ, ભાવનગર: ભાવનગરમાં લગ્નજીવન (Marriage Life)vનું હજી એક વર્ષ પણ પૂર્ણ થયું ન હતું, માત્ર નવ મહિનામાં જ પરિણીતા (Married woman)ને પિતાના ઘરેથી પાંચ કરોડ રૂપિયા લઇ આવવા બાબતે પતિ અને સાસરિયા (In-laws) દ્વારા અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ (Physical and mental harassment) આપવામાં આવતા મહિલાએ કંટાળીને પતિ અને સાસુ સહિત સાસરિયા સામે પોલીસ ફરિયાદ (Police complaint) નોંધાવી છે. એક સમયે મહિલાની વ્યથા સાંભળીને પોલીસ પણ ચોંકી ગઇ હતી.

    ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલા આરતી પેલેસ પાસે રહેતી મહિલાના લગ્ન ગત જૂન-2020માં શહેરના વિરમ નામના યુવક સાથે થયા હતા. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્ન થયાનાં સાત દિવસ સુધી મારા પતિએ મને સારી રીતે રાખી હતી. જુલાઇ-2020માં મને મારા પતિએ કહ્યું કે, 'તું મને ગમતી નથી, જ્યારે મારા સાસુ મને કહેતાં કે, અને તારાથી કંટાળી ગયા છીએ.'



    આ પણ વાંચો: રાજકોટમાં કોરોનાના ડરથી લોકો અસ્થિ લેવા પણ નથી આવતા! ત્રણ મહિનામાં 1,000 અસ્થિ એકઠા થયા

    મહિલાની ફરિયાદ:

    મહિલાએ પોતાની ફરિયાદ લખ્યું છે કે, "મને ઘરકામ બાબતે મારા સાસુ અવારનવાર મ્હેંણા-ટોણા મારી કહેતા કે, તને ઘરકામ કરતાં નથી આવડતું. તારા પિતાએ તને કંઇ આપ્યુ નથી. આ ઉપરાંત મારા સાસુ મારા પતિની ચડામણી કરી પતિ પાસે મને માર ખવડાવતા હતા.અનેકવાર મને ઢોરમાર મારતા હતા. આખરે હું કંટાળીને પિતાને ત્યાં ગઇ હતી. મારા પિતાના કહેવાથી હું સાસરીએ પાછી આવતી હતી."

    આ પણ વાંચો: ફોર્ચ્યુનર કાર ચાલકે પિતા-પુત્રને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યા, જુઓ હચમચાવી દેતા અકસ્માતની તસવીરો

    મહિલાના પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, "જ્યારે સાસરીમાં હું જમવા બેસતી ત્યારે મારી થાળી ખેંચી લેતા હતા, મને જમવાનું આપતા ન હતા. એ લોકો જમવાની પણ ગણતરી કરતાં હતા. મારા પતિએ મને મારા પિતાના ઘરેથી પાંચ કરોડ રૂપિયા લઇ આવવા માટે કહ્યું હતું. સાથે મને કહ્યુ હતુ કે, તું તારા બાપના ઘરેથી પાંચ કરોડ લઇ આવે તો તને રાખીશ, બાકી તારી જિંદગી નરક બનાવી દઇશ. આવું ઘરમાં રોજ ચાલતું હતું."

    મહિલાએ ફરિયાદમાં વધુમાં લખ્યું છે કે, પાંચમી એપ્રિલ, 2021ના રોજ રાત્રે મને ઢોરમાર માર્યો હતો. આખરે મેં કંટાળીને 100 નંબર ડાયલ કરીને પોલીસની ગાડી બોલાવી હતી. પોલીસે પડિત મહિલાની સંપૂર્ણ સાંભળ્યા બાદ તેને નીલમબાગ પોલીસ સ્ટેશન લઈ ગઇ હતી. આ મામલે મહિલાએ પોતાના પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાને ન્યાય મળે તે માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.undefined
    Published by:Vinod Zankhaliya
    First published:Apr 12, 2021, 2:58 pm

    टॉप स्टोरीज