રાજકોટઃ મકાન લેવા માટે પાસેથી રૂ.5 લાખ લાવવા પુત્રવધૂ ઉપર સસરાનું દબાણ, પતિ પણ આપતો હતો ત્રાસ

રાજકોટઃ મકાન લેવા માટે પાસેથી રૂ.5 લાખ લાવવા પુત્રવધૂ ઉપર સસરાનું દબાણ, પતિ પણ આપતો હતો ત્રાસ
પ્રતિકાત્મક તસવીર

મકાન લેવા સમયે મારા સસરાએ ઝઘડો કરી કહ્યું હતું કે, મકાન લેવામાટે પૈસાની જરૂર છે તારા માવતરથી પાંચ લાખ રૂપિયા લઇ આવ. તો બીજી તરફ પતિએ પણ કહ્યું હતું કે જો તું માવતરે નહી જાય તો તેને જાનથી મારી નાખીશ.

 • Share this:
  રાજકોટઃ રાજકોટ શહેરના (Rajkot city) મહિલા પોલીસ (woman police station) મથકમાં વધુ એક પરિણીતાએ પોતાના પતિ સહિત સાસરિયાં પક્ષના લોકો વિરુદ્ધ શારીરિક માનસીક ત્રાસ (domestic violence) ગુજાર્યાની તેમજ દહેજ ધારાની (Dowry case) કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

  રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ઉપર  રહેતી બિંદીયા બેન નિકુંજભાઈ બગથરીયા નામની પરિણીતાએ મોરબી રહેતા પતિ નિકુંજ સસરા નવીનભાઈ તેમજ નણંદ તેજલબેન અને રક્ષાબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદી બિંદીયા બહેને જણાવ્યું છે કે, તેમના લગ્ન વર્ષ 2016માં નિકુંજ બગથરીયા સાથે થયા હતા.  લગ્નના થોડા સમય બાદ જ તેનો પતિ તેમજ સસરા દ્વારા શારિરીક માનસિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. નાની નાની બાબતોમાં મેણા-ટોણા મારવા નું ઘરકામ બાબતે ખરાબ ગાળો ભાંડવાનું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાનું શરૂ થયું હતું.

  આ પણ વાંચોઃ-સુરત: 'હું જે હિસાબ આપું એ લઈ લેજે નહીં તો સોપારી આપીને મરાવી દઈશ', RTI કરનાર યુવકને મળી ધમકી

  આ પણ વાંચોઃ-ડિલિવરી બોયે 66 મહિલાને બનાવી 'શિકાર', પીડિતાની આપવીતી સાંભળી પોલીસ પણ 'હલી' ગઈ

  તેમજ મકાન લેવા સમયે મારા સસરાએ ઝઘડો કરી કહ્યું હતું કે, મકાન લેવામાટે પૈસાની જરૂર છે તારા માવતરથી પાંચ લાખ રૂપિયા લઇ આવ કહી દહેજની માગણી કરી હતી. તો બીજી તરફ પતિએ પણ કહ્યું હતું કે જો તું માવતરે નહી જાય તો તેને જાનથી મારી નાખીશ.

  આ પણ વાંચોઃ-આટલી પાતળી છે તો રાઈફલ કેવી રીતે સંભાળે છે', મહિલા પોલીસની છેડતી બાદ રોમિયોને પડ્યો મેથીપાક

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 11 કરોડની 28 વિઘા જમીન પચાવી પાડવાનો મામલો, વધુ એક આરોપી પ્રફુલ વ્યાસ ઝડપાયો

  મારા પતિ અને મારા સસરા તો મને શારીરિક માનસિક ત્રાસ આપતા જ હતા પરંતુ તેમની સાથોસાથ મારી નણંદો પણ મારા પતિ અને સસરાને ચડામણી કરતી હતી. જેના કારણે તેઓ મારી સાથે ઝઘડો કરતા અને મને ત્રાસ આપતા હતા. ત્યારે ફરિયાદમાં બિંદીયા બહેને જણાવ્યું છે કે તેમના પતિ સિરામિકના કારખાનામાં નોકરી કરે છે. જ્યારે કે લગ્નજીવન દરમિયાન તેમને પુત્ર પ્રાપ્તિ થઈ છે.  આમ, વધુ એક વખત રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં એક પરિણીતાએ પોતાના પતિ સહિત સાસરિયા પક્ષના લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે આખરે પીડિત પરિણીતાને ક્યારેય ન્યાય મળે છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.undefined
  Published by:ankit patel
  First published:Feb 27, 2021, 4:43 pm

  टॉप स्टोरीज