રાજકોટ: 'પતિએ ગોવામાં ટૂંકા કપડાં પહેરવા બદલ ઝઘડો કર્યો, સાસુ કહેતા દીકરાને તું ગમતી નથી'

રાજકોટ: 'પતિએ ગોવામાં ટૂંકા કપડાં પહેરવા બદલ ઝઘડો કર્યો, સાસુ કહેતા દીકરાને તું ગમતી નથી'
પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

મારા સસરાએ મારા પિતાને ફોન કરીને કહ્યું હતું કે, "અમારે રાજકોટમાં મકાન લેવું છે, એટલે તમારી દીકરીને ત્યાં જ રહેવા દેજો. તમારે પૈસાની સગવડ થાય ત્યારે કહેજો, અમે તેડી જઈશું. ત્યાં સુધી તમારી દીકરી ભલે તમારા રોટલા ખાય." 

 • Share this:
  રાજકોટ: રાજકોટ (Rajkot)માં વધુ એક પરિણીતાએ પોતાના પતિ તેમજ સાસરિયા પક્ષના લોકો વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ (Domestic violence) તેમજ દહેજ (Dowry) ધારાની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે. પરિણીતાએ પોલીસ ફરિયાદ (Police complaint)માં જણાવ્યું છે કે, 'મારા સસરા (Father in-law)એ મારા પિતાને ફોન કરીને કહ્યું હતું કે, અમારે રાજકોટમાં મકાન લેવું છે, એટલે તમારી દીકરીને ત્યાં જ રહેવા દેજો. તમારે પૈસાની સગવડ થાય ત્યારે કહેજો, અમે તેડી જઈશું. ત્યાં સુધી તમારી દીકરી ભલે તમારા રોટલા ખાય." ફરિયાદમાં પરિણીતાએ ગોવા ખાતે ટૂંકા કપડાંને લઈને પતિ સાથે થયેલા ઝઘડાનો પણ ઉલ્લેખ કર્યો છે.

  આપણા સમાજમાં અનેક એવા કિસ્સા સામે આવી રહ્યા છે, જેમાં સ્ત્રીઓ આપણા સમાજમાં પ્રવર્તતા કુરિવાજોનો તેમજ હલકી માનસિકતા ધરાવતા લોકોનો ભોગ બનતી હોય છે. તાજેતરમાં જ અમદાવાદના સાબરમતી નદીમાં આયેશા નામની પરિણીતાએ નદીમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જે મામલે પોલીસ દ્વારા તેના પતિની રાજસ્થાનથી ધરપકડ પણ કરવામાં આવી છે. રાજકોટમાં દિક્ષિતા નામની પરિણીતાએ ખરચિયા ગામે રહેતા પતિ દેવાંશુ ભુવા, સસરા જયંતીભાઈ, સાસુ મંજુબેન, નણંદ અસ્મિતાબેન, મમતાબેન, દયાબેન તેમજ નીલમબેન વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ તેમજ દહેજની ધારાની કલમ હેઠળ ગુનો નોંધાવ્યો છે.  આ પણ વાંચો: સુરત: દરેક માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, મોબાઇલમાં ગેમ રમવામાં મશગૂલ સગીરા 12મા માળેથી પટકાઈ, મોત

  પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, "મારા લગ્ન 2018 માં થયા હતા. મારા અને બહેનનાં લગ્ન સાથે હોય બાદમાં અમે બધા ગોવા સાથે ફરવા ગયા હતા. લગ્ન બાદ જ મારા પતિનું અલગ રૂપ મને જોવા મળ્યું હતું. ટૂંકા કપડાં પહેરવાના મુદ્દે મારા પતિએ મારી સાથે ઝઘડો કર્યો હતો. તેમજ પરત ફરતા મારી સાથે બોલવાનું પણ બંધ કરી દીધું હતું. સમગ્ર મામલે મેં જ્યારે મારા સાસુને વાત કરી ત્યારે મારા સાસુએ મને કહ્યું હતું કે, દેવાંશુને તારી સાથે લગ્ન કરવા નહોતા એટલે આવું વર્તન કરે છે. હું મારા પતિને કોઈ પણ વાત કરું તો પણ તે મને કહેતા કે તું મને ગમતી નથી. તું અહીંથી જતી રહે તેવી ધમકીઓ પણ આપતા હતા."

  આ પણ વાંચો: સુરત: બે બાળકના પિતા એવા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટે આર્ટીકલશીપ માટે આવતી 20 વર્ષીય યુવતીની કરી છેડતી

  આ પણ વાંચો: સુરત: રાત્રે લઘુશંકા માટે બહાર ગયેલી પરિણીતા પર કાકા સસરાએ ગુજાર્યો બળાત્કાર

  પરિણીતાએ ફરિયાદમાં લખ્યું છે કે, "મારે ચાર નણંદ છે. તેઓ પણ મને મ્હેંણા ટોણા મારતા રહેતા હતા. મારા નણંદો મને કહેતા હતા કે તમે અમારા માટે પિયરથી કઈ લાવ્યા નથી. દરમિયાન એક વર્ષ પહેલા મારી બહેનને માનતા ઉતારવાની હોય હું તેના ઘરે ગઈ હતી અને ત્યારબાદ મારા પિતાના ઘરે ગઈ હતી. ત્યારે પાછળથી મારા સસરાએ મારા પિતાને ફોન કરીને કહ્યું હતું કે, અમારે રાજકોટમાં મકાન લેવું છે. એટલે તમારી દીકરીને ત્યાં રહેવા દેજો. તમારે ગમે ત્યારે પૈસાની સગવડ થાય ત્યારે કહેજો તો તેડી જઈશું. ત્યાં સુધી ભલે તમારા રોટલા તોડે."undefined
  Published by:Vinod Zankhaliya
  First published:Mar 3, 2021, 11:42 am

  टॉप स्टोरीज