રાજકોટ : 'જેઠ જેઠાણીએ પતિને કહ્યું, તારી પત્નીને મૂકી દે તને બીજી સારી શોધી આપીશું'

રાજકોટ : 'જેઠ જેઠાણીએ પતિને કહ્યું, તારી પત્નીને મૂકી દે તને બીજી સારી શોધી આપીશું'
મહિલા માનસીક ત્રાસ

મારી દીકરી નિધિ ના જન્મ વખતે પણ મારા સાસુ તથા મારી જેઠાણી એ મારું કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખ્યું નહોતું. દીકરીના જન્મ બાદ અમે અલગ રહેવા લાગ્યા હતા

 • Share this:
  રાજકોટ : શહેરના મહિલા પોલીસ મથકમાં વધુ એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ, સસરા, નણંદ, નણંદોયા, જેઠ, જેઠાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મહારાજ જેઠાણીએ પતિને કહ્યું હતું કે, "તું તારી પત્નીને મૂકી દે તને બીજી સારી શોધી આપીશું".

  રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં અનિતાબેન નામની ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું આશરે દોઢ માસથી દીકરી સાથે મારા પિતાના ઘરે રહું છું. લગ્ન બાદ હું મારા પતિ સાસુ-સસરા જેઠ-જેઠાણી સાથે ભાવનગર ખાતે રહેતી હતી. સાસુ લક્ષ્મીબેન ઉર્ફે લાખુબેન તથા સસરા ગોવિંદભાઈ ઘરકામ જેવી નાની-નાની બાબતોમાં મારી સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. તેમજ કરિયાવર બાબતે પણ મને અવારનવાર મેણાં ટોણાં મારી જેમ ફાવે તેમ ગાળો આપતા હતા.  જેના કારણે હું મારા પતિને વાત કરું તો મારા પતિ મને કહેતા હતા કે તારો જ કસુર હશે. હું ગર્ભવતી હતી તે સમયે પણ મારા સાસુ તથા નણંદ અરુણાબેન બંને મારા પતિને મારી વિરોધમાં ચડામણી કરતા હતા. જેના કારણે મારા પતિ મને ઢોર માર મારતા હતા. મારા નણંદ ના પતિ પણ અમારા ઘરે આવીને મારી વિરોધમાં જમણી કરી કહેતા હતા કે તું ક્યાંથી આવી? આ હિતેશ સાથે મારે મારી બહેનના લગ્ન કરાવવાના હતા એવું કહી મને માનસિક ત્રાસ આપતા હતા.

  આ પણ વાંચોઅમદાવાદ : પ્રેમનો કરુણ અંજામ, પરિણીતાનો પતિ નોકરીથી આવ્યો ને પત્ની અને પ્રેમીની લાશ મળી

  મારી દીકરી નિધિ ના જન્મ વખતે પણ મારા સાસુ તથા મારી જેઠાણી એ મારું કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખ્યું નહોતું. દીકરીના જન્મ બાદ અમે અલગ રહેવા લાગ્યા હતા. ઉપરના માળે મારા જેઠાણી રહેતા હતા જ્યારે કે નીચે હું મારા પતિ સાથે રહેતી હતી. નીચેના ઘરમાં મે પાર્લર ચાલુ કર્યું હતું જેના કારણે કસ્ટમર આવે તો મારા જેઠાણીને તે ગમતું નહોતું. આ મામલે જ્યારે મેં મારા જેઠ સંજયભાઈ ને વાત કરી તો તેઓ મને કહેતા હતા કે તમારે કાંઈ પણ બોલવાનું જ નથી આ મકાન મારા બાપનું છે તમે અહીંથી જતા રહો.

  આ પણ વાંચોઅમદાવાદ : અદાણી શાંતિગ્રામમાં મહિલા MD ડોક્ટરે આપઘાત કરતા ચકચાર, પોલીસ દોડતી થઈ

  સમગ્ર મામલે ત્યારે મેં મારા પતિને કહ્યું ત્યારે મારા પતિએ મારી સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ હું મારી દીકરી સાથે ઘરમાં એકલી રહેતી હતી. મારા સાસુ-સસરા જેઠ-જેઠાણી મારા પતિને કહેતા હતા કે તું તારી પત્નીને મૂકી દે તને બીજી સારી શોધી આપીશું.

  સમગ્ર મામલે મેં મારા પતિ વિરુદ્ધ ભાવનગર ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો ત્યારે પતિએ કહ્યું કે મારી પત્ની માનસિક છે. પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં જણાવ્યું છે કે, મારી બહેન દક્ષા મારા ઘરે રોકાવા આવી હતી તે સમયે મારા પતિ સાથે માથાકૂટ થતાં તેને મને અને મારી બહેનને મારકૂટ કરી હતી. સમગ્ર મામલે ફરિયાદ લખાવવા માટે અમે બી ડિવિઝન પોલીસ પણ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં કોઈએ અમારું સાંભળ્યું નહોતું.undefined
  Published by:kiran mehta
  First published:Apr 9, 2021, 11:29 pm

  टॉप स्टोरीज