'તું વેતા વગરની છો, તારી માએ કઈ શીખવાડ્યું નથી,' રાજકોટમાં પરિણીતાને સાસરિયાનો ત્રાસ

'તું વેતા વગરની છો, તારી માએ કઈ શીખવાડ્યું નથી,' રાજકોટમાં પરિણીતાને સાસરિયાનો ત્રાસ
ફાઇલ તસવીર.

રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં વધુ એક પરિણીતાએ પોતાના પતિ સહિતના સાસરિયાંઓ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે.

 • Share this:
  રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક પરિણીતા (Married woman)એ પોતાના પતિ સાસુ-સસરા અને દિયર સામે શારીરિક-માનસિક ત્રાસ (Mentally and Physical harassment) સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. "તું વેતા વગરની છો, તારી માએ કંઈ શીખવાડ્યું નથી," તેમ કહી સાસરિયા (In-laws)ના લોકો ત્રાસ આપતા હોવાનું પરિણાતાએ ફરિયાદમાં જણાવ્યું છે.

  રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં વધુ એક પરિણીતાએ પોતાના પતિ સહિતના સાસરિયાંઓ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. શહેરના મોરબી રોડ ઉપર ઘનશ્યામનગરમાં રહેતા હર્ષાબેન ધર્મેશભાઈ માલણ નામની પરિણીતાએ રણુજા મંદિર સામે કૈલાશ પાર્કમાં રહેતા પતિ ધર્મેશભાઈ સાસુ મીનાબેન સસરા રમણીકભાઈ તેમજ દિયર તેજસભાઈ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.  આ પણ વાંચો: ઊંધા ચાલો અને કમાણી કરો! જાણો વધારે કમાણી માટે કેવી રીતે કરવું જોઈએ રોકાણ

  ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે, મારા બીજા લગ્ન 22 નવેમ્બરના રોજ થયા હતા. લગ્ન થયાના ત્રણ મહિના બાદ હું પ્રેગ્નન્ટ થઈ હતી. તે સમયે મારા સાસુ કહેતા હતા કે, "તું વેતાં વગરની છો. તારી માએ તને કંઈ શીખવાડ્યું નથી. બીજી તરફ મારો પતિ કહેતો હતો કે, તું મને જરાય ગમતી નથી. મારા મમ્મીના કહેવાથી મેં લગ્ન કર્યા છે."

  આ પણ વાંચો: શેરબજારમાં પૈસા લગાડતા પહેલા જાણો લો ચાર નિયમ: આટલું જાણી લેશો તો થઇ જશે બેડો પાર

  પરિણીતાની ફરિયાદ પ્રમાણે તેનો પતિ દારૂ પીવાની દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો. દારૂ પીધા બાદ તે મારપીટ કરતા હતો. એટલું જ નહીં, દારૂ પીને મહિલાને ઘર બહાર પણ કાઢી મૂકતો હતો. જે બાદમાં મહિલા આડોશ-પડોશના ઘરે જતી રહેતી હતી. મહિલાએ આક્ષેપ કર્યો છે કે, શ્રીમંત બાદ સિઝેરિયનથી દીકરાનો જન્મ થતાં તેને એક મહિનો જ માવતર રહેવા દીધી હતી. ત્યાર બાદ ફરી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું.

  આ પણ વાંચો: Aadhaarથી ચપટી વગાડતા બની જશે EPF માટે UAN, આટલા સ્ટેપ અનુસારો

  "મને જમવાનું પણ આપતા નહીં. મારા સાસુ મારા દીકરા તક્ષને લઇ જતા રહ્યા હતા. જેના કારણે મેં 181ની ટીમને બોલાવી હતી. ત્યારબાદ મારા પતિને પણ ફોનથી બોલાવવામાં આવ્યો હતો પરંતુ તે આવ્યો ન હતો. મારા દીકરાને આપવાની ના પાડી દેતાં અંતે મારે ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે," તેમ પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે.undefined
  Published by:Vinod Zankhaliya
  First published:Mar 18, 2021, 10:22 am

  टॉप स्टोरीज