રાજકોટ : 'મારે ધંધો શરૂ કરવો છે, તારા બાપને ત્યાંથી ત્રણ લાખ રૂપિયા લઇ આવ'

રાજકોટ : 'મારે ધંધો શરૂ કરવો છે, તારા બાપને ત્યાંથી ત્રણ લાખ રૂપિયા લઇ આવ'
વધુ એક મહિલાએ સાસરિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ.

રાજકોટમાં વધુ એક પરિણીતા પર અત્યાચારનો કિસ્સો, સાસરિયાઓ અને પતિ સામે ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ

 • Share this:
  રાજકોટ શહેરમાં (Rajkot) વધુ એક પરિણીતાએ (Wife) સાસરિયાઓના ત્રાસથી તેમનું ઘર છોડ્યું છે. તો સાથે જ સમાધાન ન થતાં પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ (Domestic Violence) તેમજ દહેજ ધારાની (Dowry) કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. રાજકોટ શહેરમાં માવતર રહેતી પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં (Woman Police Station Rajkot) આઈપીસીની કલમ 323, 504, 498 (ક) તેમજ દહેજ ધારાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

  પરણીતાએ મહિલા પોલીસ મથકમાં આપેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ના લગ્ન અમદાવાદ ખાતે રહેતા જતીનભાઈ પટવા નામના વ્યક્તિ સાથે વર્ષ 2008 માં થયા હતા. લગ્ન જીવન શરૂ થયાને એક વર્ષ સુધી બધું ખૂબ સારી રીતે ચાલ્યું હતું. પરંતુ લગ્નજીવનને એક વર્ષ વિત્યા બાદ સ્ત્રીઓમાં શારીરિક-માનસિક ત્રાસ આપવાનું તેમજ પિયરીયાથી પૈસા લાવવાનું કહી ટોર્ચર આપવામાં આવતું હતું.  આ પણ વાંચો : સુરત : રાવની હત્યા કરનારા આરોપીઓ ઝડપાયા, CCTV Videoમાં કેદ થયા હતા ખૂની ખેલના દૃશ્યો

  પરિણીતાએ જણાવ્યું હતું કે 'લગ્નના એક વર્ષ વિત્યા બાદ મારા પતિ કોઇપણ જાતનો ઘરખર્ચ આપતા નહીં. સાસરીયા પક્ષ માં હું મારા જેઠાણી નણંદ સાસુ સસરા સહિત સહકુટુંબ માં રહેતી હતી. હું બીમાર પડું ત્યારે મારા પતિ મારી સારવાર કરાવતા નહીં. તેમજ ભૂતકાળમાં મારા પતિએ મને કહ્યું હતું કે મારે ધંધો શરૂ કરવો છે તારા માવતર થી ત્રણ લાખ લઇ આવ'

  આ પણ વાંચો : પંચમહાલ : હાથમાં ખુલ્લી તલવાર લઈને યુવકે આતંક મચાવ્યો, ઘટનાનો Live Video થયો વાયરલ

  'સંતાનમાં હાલ મારે બાર વર્ષનો દીકરો છે તેને પણ મારા પતિ મારા પિયરિયામાં મારી પાસે મૂકી ગયા છે. મારા પતિ પૈસાની તો માંગણી કરતા જ સાથોસાથ છૂટાછેડા આપી દેવાની પણ ધમકી આપતા હતા. સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં સમાધાન કરવા માટે ની અરજી આપેલ હતી. પરંતુ કોઈપણ જાતનું સમાધાન ન નીકળતા આખરે મારે મારા પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી છે.' ત્યારે આખરે પરિણીતાને ન્યાય મળે છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશેundefined
  Published by:Jay Mishra
  First published:Mar 28, 2021, 1:04 pm

  टॉप स्टोरीज