અમદાવાદ RTO કચેરીના 25 કર્મચારીઓ કોરોના સંક્રમિત, અરજદારોને ઓનલાઇન પ્રક્રિયા કરવા અપીલ

અમદાવાદ RTO કચેરીના 25 કર્મચારીઓ કોરોના સંક્રમિત, અરજદારોને ઓનલાઇન પ્રક્રિયા કરવા અપીલ
અમદાવાદ RTO.

Ahmedabad RTO: અમદાવાદ આરટીઓ ખાતે ભીડ ન થાય તે માટે ફક્ત અપોઇન્ટમેન્ટ લઈને આવતા લોકોને પ્રવેશ અપાય છે.

 • Share this:
  અમદાવાદ: અમદાવાદ શહેર (Ahmedabad city)માં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. રોજના હજારોની સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ (Coronavirus cases) નોંધાઈ રહ્યા છે. એવામાં અમદાવાદ સુભાષ બ્રિજ આરટીઓ (RTO) કચેરીમાં 25થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, ક્લર્ક સહિતના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આરટીઓ કચેરી ખાતે દરરોજ મોટી સંખ્યામાં અરજદારો આવે છે, આથી જ સંક્રમણ ફેલાવવાનો ડર સતાવી રહ્યો છે. સતત સંક્રમણ વધી રહ્યું હોવાથી આરટીઓ તરફથી અરજદારો ઓનલાઈન પ્રક્રિયા કરે તેવી અપીલ કરવામાં આવી છે.

  અમદાવાદ આરટીઓ બી. વી. લિબાસિયાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, "આરટીઓ કચેરીમાં 25 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. તમામ કર્મચારીની તબિયત સારી છે. હાલ આરટીઓ કચેરી મુલાકાતીઓ માટે બંધ કરી છે. ભીડ ન થાય તે માટે ફક્ત અપોઇન્ટમેન્ટ લઈને આવતા લોકોને પ્રવેશ અપાય છે. જે પણ લોકો આરટીઓ આવે છે તેઓ પણ માસ્ક પહેરીને આવે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખે."  આ પણ વાંચો: સુરત: કતારગામમાં ખાનગી શાળામાં ઊભું કરાયું કોવિડ કેર સેન્ટર, 75 ઑક્સિજન બેડની સુવિધા

  ઉલ્લેખનીય છે કે અમદાવાદ આરટીઓ કચેરીમાં લાઇસન્સ અને વાહનને લગતી કામગીરી માટે મોટી સંખ્યામાં અરજદારો આવે છે. આ તમામ લોકોને આરોટીઓ તરફથી હવે ઓનલાઇન કામ પતાવવાની અપીલ કરવામાં આવી છે. આરટીઓની વેબસાઈટ પરથી અનેક કામ માટે ઓનલાઈન પ્રક્રિયા કરી શકાય છે. જોકે, અમુક કામ માટે ઓનલાઈન પ્રકિયા પૂર્ણ કર્યા પછી પણ આરટીઓ કચેરીએ જવું પડે છે. જેના પગલે આરટીઓ કચેરી ખાતે અરજદારોની ભીડ થાય છે.

  આ પણ વાંચો: રાજકોટ: ઉદ્યોગપતિ નરેશ પટેલની પહેલ, કંપનીમાં સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત  અત્યારે લૉકડાઉનની કોઇ જરૂર નથી: વિજય રૂપાણી

  ગુરુવારે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વતાચીતમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું કે, "મેં પહેલા પણ જણાવ્યું છે કે, આપણે ગુજરાતમાં લૉકડાઉન નથી કરવાના. કારણ કે લૉકડાઉનની અત્યારે કોઇ જરૂર નથી. લૉકડાઉન કોરોનાનું કોઇ સમાધાન પણ નથી. અમે રાત્રિ કર્ફ્યૂ કર્યો એટલે 24 કલાકમાંથી 10 કલાક લૉકડાઉન જ છે. અમે શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ કરી છે. ઓફિસમાં 50 ટકા સ્ટાફ, જીમ, મોલ, થિયેટર બંધ છે. છેલ્લે જ્યારે લૉકડાઉન થયું હતું ત્યારે આખા દેશમાં થયું હતું."

  આ પણ વાંચો: રાજકોટ: ઑક્સિજનની નળી વડે ગળાફાંસો ખાઈ કોરોના પોઝિટિવ દર્દીનો આપઘાત

  ગુજરાતમાં કોરોના વાયરસ

  ગુરુવારે રાજ્યમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 8,152 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 81 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 44,298 થયો છે. મૃત્યુઆંક 5,000ને વટાવી ગયો. ગુરુવારે અમવાદામાં 2,672 કેસ નોંધાયા છે.

  છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 2672, સુરતમાં 1864, રાજોકોટમાં 762, વડોદરામાં 486, મહેસાણામાં 249, દામનગરમાં 311, ભરૂચમાં 161, નવસારીમાં 104, બનાસકાંઠામાં 103, ભાવનગરમાં 171, પંચમહાલમાં 87, પાટણમાં 82, કચ્છમાં 81, દાહોદમાં 97, સુરેન્દ્રમાં 72, અમરેલીમાં 74, ગાંધીનગરમાં 129, તાપીમાં 61, જૂનાગઢમાં 107, મહીસાગરમાં 57, સાબરકાંઠામાં 52, ખેડામાં 59, આણંદમાં 48, મોરબીમાં 48, વલસાડમાં 48, દેવભૂમિ દ્વારકામાં 46, નર્મદામાં 42, અરવલ્લીમાં 30, ગીરસોમનાથમાં 24, ડાંગમાં 16, પોરબંદરમાં 11 મળીને કુલ 8,152 નવા કેસ નોંધાયા છે.undefined
  Published by:Vinod Zankhaliya
  First published:Apr 16, 2021, 2:28 pm

  टॉप स्टोरीज