અમદાવાદના કોરોના વોરિયરનો સવાલ: હૉસ્પિટલોમાં 108 વગર આવતા દર્દીઓને કેમ નથી કરતા દાખલ?

અમદાવાદના કોરોના વોરિયરનો સવાલ: હૉસ્પિટલોમાં 108 વગર આવતા દર્દીઓને કેમ નથી કરતા દાખલ?
ડૉ. વસંત પટેલ

અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે. તેવામાં સૌનું ધ્યાન ખેંચે તેવી બાબત સામે આવી રહી છે.

 • Share this:
  અમદાવાદ: કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણ વધી રહ્યું છે અને દિન પ્રતિદિન કેસમાં વધારો થઈ રહ્યો છે તેવામાં  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) સંચાલિત હૉસ્પિટલમા 108 એમ્બ્યુલન્સ વગર આવતા દર્દીઓને દાખલ નહિ કરવામાં આવતા હોવાનું સામે આવ્યુ છે. જેની સામે અમદાવાદ મેડિકલ એસોસિએશનના (Ahmedabad Medical Association) સભ્ય અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર (frontline corona warrior) એવા ડૉ. વસંત પટેલે સવાલો ઉઠાવ્યા છે. આવા દર્દીઓના જો મોત થશે તો જવાબદાર કોણ રહેશે? તે એક સૌથી મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.

  અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે. તેવામાં સૌનું ધ્યાન ખેંચે તેવી બાબત સામે આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMC સંચાલિત SVP હૉસ્પિટલમાં 600 બેડની,  LG હોસ્પિટલમાં 200 બેડની અને શારદાબેન હોસ્પિટલમાં 100થી વધુ બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. પરંતુ આ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ સિવાય  અન્ય રીતે આવનારા દર્દીઓને દાખલ કરવામાં નહી આવતા હોવાનો આરોપ ડૉ. વસંત પટેલે લગાવ્યો છે.  અમદાવાદ : આ હૉસ્પિટલમાંથી રોજ 10,000 રેમડેસિવિર વેચાશે, AMCની મોટી જાહેરાત

  ડૉ. વસંત પટેલે તંત્ર અને તંત્રના અધિકારીઓ સામે સવાલ ઉઠાવતા જણાવે છે કે, 108 એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને શામાટે શારદાબેન હૉસ્પિટલ, SVPમાં દાખલ કરાતા નથી. 108 એમ્બયલન્સ માટે કોલ કરવાનું ટેલિફોનિક વેઈટીંગ ખૂબ લાબું હોય છે. જો કોઈ વ્યક્તિ કોરોના પોઝિટિવ થાય અને તે હોમ કવૉરન્ટીન થયા છે. અચાનક તેમની તબિયત લથડી અને કોઈ કારણ એમ્બ્યુલન્સ પહોંચવામાં વિલંબ થયો ત્યારે તે દર્દી કોઈપણ માધ્યમથી હૉસ્પિટલમાં દાખલ થવા પહોંચ્યો તે દાખલ થવો જોઈએ.  તેવા સમયે 108 એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દી દાખલ થાય તેવો આગ્રહ કેમ રાખવામાં આવે છે.

  ગુજરાતનો પ્રથમ કિસ્સો: સુરતમાં માત્ર જ 14 દિવસનાં બાળકનું કોરોનાથી મોત  આ પ્રકારના નિયમ અને કાયદા બનાવવા પાછળ લોજીક શુ છે. આ રીતે દાખલ નહિ કરીને જો દર્દીનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ? આવા અન્યાયભર્યા નિયમો બનાવનાર અધિકારીઓને આ સેવામાંથી મુક્ત કરવા સરકારને અપીલ કરી છે.undefined
  Published by:Kaushal Pancholi
  First published:Apr 15, 2021, 7:00 am

  टॉप स्टोरीज