અમદાવાદમાં (Ahmedabad) આવેલા સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં (Motera Stadium) 24 ફેબ્રુઆરીના રોજ થી ભારત અને ઇંગ્લેન્ડ (India VS England) વચ્ચે મેચ (cricket match) શરૂ થવા જઈ રહી છે. જેમાં 2 ટેસ્ટ મેચ અને 5 T20 મેચ થવાની છે. જે માટે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે મેચ જોવા માટે આવનાર લોકો માટે આ વખતે વાહનોના પાર્કિંગ (parking) માટેની તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે.
આ વખતે પેહલાથી પાર્કિંગ માટે પાસ બનાવવાનો રેહશે. AmdaPark નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાંથી પાસ બનશે અને જેમાં ટુ વ્હીલર માટે 30 રૂપિયા અને ફોર વ્હીલર માટે 100 રૂપિયા ટિકિટ હશે ટુ વ્હીલર માટે પીળો પાસ અને ફોર વ્હીલર માટે વાદળી પાસ છે અને જેમાં કોડ પણ આપેલો હશે. જોકે, પોલીસ દ્વારા એવી પણ રજુઆત કરવામાં આવી છે કે, શક્ય હોય તો લોકો બીઆરટીએસ અને એએમટીએસ બસમાં આવીને મેચનો આનંદ લે.