નિવૃત્ત પોલીસ કર્મી સસરા પુત્રવધૂને બાથરૂમ ન જવા દેતા, પતિ ધમકાવતો, 'કામ કર નહીં તો પહેલીની જેમ છૂટાછેડા આપીશ'

નિવૃત્ત પોલીસ કર્મી સસરા પુત્રવધૂને બાથરૂમ ન જવા દેતા, પતિ ધમકાવતો, 'કામ કર નહીં તો પહેલીની જેમ છૂટાછેડા આપીશ'
પ્રતીકાત્મક તસવીર

 • Share this:
  અમદાવાદ: શહેરના (Ahmedabad) મહિલા (woman) પોલીસ સ્ટેશનમાં (police station) એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, તેના સાસરિયાઓ તેને ખૂબ ત્રાસ આપતા હતા. ઘરકામ અને જમવાનું બનાવવા બાબતે ઝગડા કરી માર મારતા હતા. આટલું જ નહીં પિયરમાં મૂકી જઇ મહિલાનો પતિ તેડવા આવ્યો ન હતો અને બાદમાં ફોન બંધ કરીને બેસી ગયો હતો. મહિલાના સસરા પોલીસ ખાતામાંથી રિટાયર્ડ થયા હોવાથી ખાતાની નોકરીનો દમ મારી તેને બાથરૂમ પણ જવા ન દેતા હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે.

  મેઘાણીનગરમાં રહેતી 36 વર્ષીય મહિલા ઘણા સમયથી તેના પિયરજનો સાથે રહે છે. મહિલાના લગ્ન વર્ષ 2020માં બીજી વખત થયા હતા. લગ્ન બાદ આ મહિલા સાસરે બનાસકાંઠા રહેવા ગઈ હતી. થોડા દિવસ ત્યાં રોકાયા બાદ તે ચાંદખેડા રહેવા આવી ગઈ હતી. લગ્નના બે માસ બાદ મહિલાની સાસુને ફ્રેક્ચર થતા તેના સાસરિયાઓ તેને તેડી ગયા હતા. ત્યારે મહિલાની નણંદ નણદોઈ મહિલાની સાસુની ખબર કાઢવા આવ્યા હતા. ત્યારે ઘરકામ બાબતે તેની સાથે તકરાર કરી હતી. અને મહિલાની નણંદે તેને "તને તો કામ કરવા લાવ્યા છીએ, નહિ કરે તો છૂટાછેડા આપી દઈશું" કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.  તુલા રાશિના જાતકોનું સપનું આજે હકીકતમાં બદલાઇ શકે છે, જાણો આપનું રાશિ ભવિષ્ય

  આ બાબતે મહિલાએ તેના પતિને વાત કરતા તેના પતિએ તેના પરિવારજનોનો પક્ષ લઈને પત્નીને કહ્યું કે "ઘરવાળા કહે તેમ જ કરવાનું નહિ કરે તો પહેલી પત્નીને બાળકો સાથે છૂટાછેડા આપી દીધા તેમ તને પણ આપી દઈશ". જ્યારે મહિલાના ભાઈના પુત્રનું અવસાન થયું ત્યારે એક દિવસ પિયર મોકલી પતિ સાસરે લઈ આવ્યો હતો. બાદમાં લૉકડાઉન આવતા મહિલાની નણંદે મહિલા વિરુદ્ધ ચઢામણી કરી હતી. જમવાનું બનાવવા બાબતે આ મહિલાના સાસરિયાઓએ બોલાચાલી કરી હતી. તેના સસરાએ તેને બાથરૂમ પણ જવા દીધી ન હતી અને માર મારતા હતા. બાદમાં લૉકડાઉન પૂર્ણ થતાં મહિલાને તેનો પતિ પિયરમાં મૂકી આવ્યો અને પંદરેક દિવસે વાત કરી હતી.

  સુરતમાં ક્રૂરતાની હદ વટાવી, બે લોકોએ શ્વાનને બાઇક પાછળ બાંધી ઢસડ્યો, એકની ધરપકડ

  બાદમાં તેડી ન જતા મહીલાએ પતિને તેડી જવા કહેતા તેને ઘરે વાત કરીને જણાવવાનું કહી ફોન બંધ કરી દીધો હતો. જેથી આ મહિલા તેના માતા પિતા સાથે સાસરે ગઈ ત્યારે તેના સસરા કે જે પોલીસ ખાતામાંથી રિટાયર્ડ થયા હતા તેમણે મહિલાને "મેં પોલીસ ખાતામાં નોકરી કરી છે જેથી તમે મારુ કંઈ બગાડી શકવાના નથી" કહીને ધમકી આપી હતી.  સમગ્ર મામલે મહિલાએ કંટાળી સાસરિયાઓ સામે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.undefined
  Published by:Kaushal Pancholi
  First published:Feb 18, 2021, 7:26 am

  टॉप स्टोरीज