'તારા ભિખારી માતાપિતાને ઘરેથી કશું લાવી નથી,' લેબ આસિસ્ટન્ટ યુવતીએ પતિ સામે નોંધાવી ફરિયાદ

'તારા ભિખારી માતાપિતાને ઘરેથી કશું લાવી નથી,' લેબ આસિસ્ટન્ટ યુવતીએ પતિ સામે નોંધાવી ફરિયાદ
પ્રતીકાત્મક તસવીર

શાહપુરમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ તેના પતિ સહિત સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતા લેબ. આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે.

 • Share this:
  અમદાવાદ: છેલ્લા કેટલાક સમયની વાત કરીએ તો શહેરમાં ઘરેલુ હિંસા (Domestic violence)ના કિસ્સાનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. દિવસેને દિવસે ઘરેલુ હિંસાના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના શાહપુર (Shahpur) વિસ્તારમાં આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. અહીં લેબ. આસિસ્ટન્ટ (Lab assistant) પત્નીને તેના પતિ (Husband)એ કહ્યું કે, "તું લગ્નમાં દહેજ પેટે કંઈ લાવી નથી, તું તારાં માતાપિતા પાસેથી પૈસા લઈ આવ." પતિ તેની પત્નીને આવું કહીને ઢોર માર મારીને માનસિક ત્રાસ આપતો હોવાથી મામલો પોલીસ સ્ટેશન (Police station) પહોંચ્યો છે.

  શાહપુરમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ તેના પતિ સહિત સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતા લેબ. આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેનાં લગ્ન વર્ષ 2018માં સમાજના રીત રિવાજ મુજબ થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી સાસરિયાએ પરિણીતાને સારી રીતે રાખી હતી. ત્યાર બાદ લગ્નનાં છ મહિના પછી પતિએ પરિણીતાને કહ્યું કે, તું દહેજમાં કાંઈ લાવી નથી. તારા માતાપિતા પાસેથી પૈસા લઈ આવ."  આ પણ વાંચો: રેમડેસિવિર ઇન્જેક્શન માટે સુરત જિલ્લા વહીવટી તંત્રની પ્રશંસનીય કામગીરી, અહીં નથી લાગતી લાઈનો, જાણો કેમ? 

  આમ કહેતાં પત્નીએ કહ્યું કે, "તમારે જે જોઈએ તે હું નોકરી કરીને લાવી આપીશ. હાલ મારા માતાપિતા પાસે કાંઈ નથી." આ ઉપરાંત પતિ અવારનવાર તેની પત્નીને મ્હેંણા ટોણા મારતો હતો અને માર પણ મારતો હતો. આ બાબતે પરિણીતાએ તેના સાસુને વાત કરી તો તેઓ પણ કહેતાં હતાં કે, "તારાં ભિખારી માતાપિતાને ઘરેથી તું કશું લાવી નથી. તારે અહીં રહેવું હોય તો અમે કહીએ તેમ કરવું પડશે." આવું કહીને સાસુ ઝઘડો કરતાં હતાં.

  આ પણ વાંચો: પ્રેમીએ તેની પ્રેમિકાને ઘરે કોઈ 'ખાસ વાત' કરવા બોલાવી અને ગળેટૂંપો આપીને પતાવી દીધી


  આ પણ વાંચો: ગરમીના પ્રકોપથી ત્રસ્ત વ્યક્તિએ 'ભગવાનથી નારાજ' થઈને હનુમાનની ત્રણ મૂર્તિ ખંડિત કરી નાખી!


  આ બાબતે પરિણીતાએ ઠપકો આપતાં પતિએ તેણીને ઢોર માર માર્યો હતો. જે બાદમાં પરિણીતા બચીને નજીકમાં રહેતા તેના પિયરમાં જતી રહી હતી. પરિણીતાએ તેનાં માતાપિતાને આ અંગે જાણ કરીને શાહપુર પોલીસ સ્ટેશનમાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.undefined
  Published by:Vinod Zankhaliya
  First published:Apr 15, 2021, 12:12 pm

  टॉप स्टोरीज