અમદાવાદમાં ગજબ ઘટના: પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈ આપઘાત કર્યો? પોલીસને હત્યાની શંકા

અમદાવાદમાં ગજબ ઘટના: પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઈ આપઘાત કર્યો? પોલીસને હત્યાની શંકા
સાબરમતી વિસ્તારમાં પ્રેમીની હત્યા કે આત્મહત્યા?

પ્રેમિકા સાથે લગ્નનો પ્રસ્તાવ મુકવા પ્રેમીકાના પરિવારને મળવા ગયો, અને અંદરના ઓરડામાં જઈ ગળેફાંસો ખાધો, પોલીસને વાત ગળે નથી ુતરી રહી

 • Share this:
  અમદાવાદ : રાજ્યમાં આપઘાતના કિસ્સામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કોઈ યુવકના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે. આર્થિક રીતે પરેશાન થઈ તો કોઈ માનસિક રીતે પરેશાન થઈ આપઘાત કરી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આપઘાતની ઘટનાનો અજબ-ગજબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પ્રેમિએ પ્રિમિકાના ઘરમાં જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પોલીસને આપઘાતના મોત મામલે શંકા ઉભી થતા યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરમતિ પોલીસ સ્ટેશન વિસ્તારના કાળીગામ પાસે આવેલી સિમેન્ટન્ટની ફેક્ટરી પાસે આવેલી વસાહતમાં એક યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પુરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસને માહિતી આપવામાં આવી કે, પ્રેમીએ પ્રેમિકાના ઘરે આપઘાત કર્યો છે. પોલીસે લાશનો કબ્જો લેતા જોયું કે, ગળે ઈજાના નિશાન છે જેથી પોલીસને હત્યાની શંકા છે.  આ પણ વાંચોમાલકીનને લઈ નોકર ફરાર, પત્નીનો ફોટો લઈ માલિક શોધવા ભટકી રહ્યો, બાળકોની રડી-રડી હાલત ખરાબ

  વિગતે ઘટનાની વાત કરીએ તો, સાબરમતી વિસ્તારમાં રહેતા 18 વર્ષિય યુવાનને કાળીગામ સિમેન્ટ ફેક્ટરી પાસે રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, તે લગ્નનો પ્રસ્તાવ રાખવા માટે યુવતીના ઘરે પહોંચી ગયો હતો. યુવતીના પરિવારે તેની વાત સાંભળી તેના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. તે તુરંત યુવતીના ઘરમાં અંદરના રૂમમાં ગયો અને ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો.

  આ પણ વાંચો - અમદાવાદ : પત્નીએ પતિને કહ્યું, 'તારી સાથે રહેવું નથી, પાડોશમાં ભાણીયાને પ્રેમ કરૂ છુ તેની સાથે રહીશ', થઈ જોવા જેવી

  પોલીસના જણાવ્યા અનુસાર, પ્રેમ સંબંધના મામલામાં યુવકે આપઘાત કર્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ યુવકના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે. જે સંદર્ભે યુવકના મોત મામલે સાચી હકીકત જાણવા માટે બોડીને પીએમ માટે મોકલી દેવામાં આવી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે કે, તેણે આપઘાત કર્યો છે કે, તેની હત્યા કરવામાં આવી છે. હાલમાં ઘટના મામલે યુવકના પરિવારને જાણ કરવામાં આવી છે, અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.undefined
  Published by:kiran mehta
  First published:Apr 1, 2021, 7:56 pm

  टॉप स्टोरीज