અમદાવાદ: પોલીસકર્મીના પત્નીને ફેરિયાએ કહ્યુ, 'શું લેવું છે? ચાલ મારી સાથે ફરવા'

અમદાવાદ: પોલીસકર્મીના પત્નીને ફેરિયાએ કહ્યુ, 'શું લેવું છે? ચાલ મારી સાથે ફરવા'
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

શાક માર્કેટમાં એક લારીની બાજુમાં એક શખ્સ પોલીસકર્મીના પત્નીને જોઈને હસતો હતો અને શું લેવું છે? શું લેવું છે? એમ પૂછતો હતો.

 • Share this:
  અમદાવાદ: શહેરના પશ્ચિમ પોલીસ સ્ટેશન (police station)માં ફરજ બજાવતા એક પોલીસકર્મી (Woman police staff) તેમના પત્ની સાથે ડૉકટર (Doctor)ને ત્યાં દવા લેવા ગયા હતા. ત્યાં વાર લાગે તેમ હોવાથી તેમના પત્ની શાક લેવા ગયા હતા. જોકે, શાકભાજી માર્કેટ (Vegetable market)માં તેમને ખૂબ કડવો અનુભવ થયો હતો. શાક લેતા હતા ત્યારે એક ફેરિયાએ તેઓની સામે હસીને બદઈરાદા પૂર્વે શું લેવું છે એમ પૂછ્યું હતું.  પોલીસકર્મીના પત્નીએ આવું કેમ કરી રહ્યો છે તેમ પૂછતા આ શખ્સ આવેશમાં આવી ગયો હતો અને 'ચાલ મારી સાથે ફરવા' એમ કહી મહિલાઓને ભેગી કરી બબાલ કરી હતી. સમગ્ર મામલે પોલીસકર્મીના પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

  પોલીસકર્મી ગાયકવાડ હવેલી પોલીસ લાઈનમાં રહે છે અને સેક્ટર-1ના એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેઓ તેમના પત્ની સાથે રામબાગ ડૉકટરને ત્યાં દવા લેવા નીકળ્યા હતા.  ડૉક્ટરના ત્યાં સમય લાગવાનો હોવાથી તેમના પત્ની શાકમાર્કેટ શાક લેવા ગયા હતા. આ સમયે શાક માર્કેટમાં એક લારીની બાજુમાં એક શખ્સ તેમને જોઈને હસતો હતો અને શું લેવું છે? શું લેવું છે? એમ પૂછતો હતો.  આ પણ વાંચો: કોરોના બાદ હવે નવી રહસ્યમય બીમારીથી ફફડાટ, કેનેડામાં પાંચ લોકોનાં મોત

  જેથી મહિલાએ મારી સામે જોઇને કેમ બોલે છે? તેવું પૂછતાં આ શખ્સે 'ચાલ મારી સાથે ફરવા આવવું હોય તો' એમ કહી બીભત્સ શબ્દો કહ્યા હતા. જે બાદમાં આ બેન મારી સાથે ઝધડો કરે છે તેમ કહીને આ શખ્સે આસપાસથી જ્યોત્સનાબેન, વિમળાબેન અને નીતાબેન નામની મહિલાઓને બૂમ પાડીને બોલાવ્યા હતાં. બાદમાં આ મહિલાઓ અને તે શખ્સે પીડિતા સાથે બોલાચાલી કરી તેમને ધક્કે ચઢાવ્યા હતા.  આ ઉપરાંત મહિલાના ગળા અને હાથમાંથી 1.30 લાખના દાગીના તોડીને લઈ લીધા હતા.

  આ પણ વાંચો: દેશમાં 24 કલાકમાં ફૂટ્યો કોરોના 'બોમ્બ': અધધ 81,466 નવા કેસ નોંધાયા, 469 લોકોનાં મોત

  આ પણ વાંચો:  1 રૂપિયાનો આવો સિક્કો તમને બનાવી શકે છે કરોડપતિ! ફટાફટ તમારું કલેક્શન તપાસી લો

  મહિલાએ આ અંગે પતિને જાણ કરતા તેઓ પણ આવી ગયા હતા. ટોળાએ તેમની સાથે પણ માથાકૂટ કરી હતી. જેથી મહિલાએ પોતાની સાથે છેડતી, મારામારી, ચેઇન સ્નેચિંગ સહિતની કલમો હેઠળ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.undefined
  Published by:Vinod Zankhaliya
  First published:Apr 2, 2021, 12:23 pm

  टॉप स्टोरीज