અમદાવાદમાં માત્ર 42 ટકા મતદાન માટે મતદારોએ આપ્યા આવા કારણો

અમદાવાદમાં માત્ર 42 ટકા મતદાન માટે મતદારોએ આપ્યા આવા કારણો
અમદાવાદમાં માત્ર 42 ટકા મતદાન માટે મતદારોએ આપ્યા આવા કારણો

અમદાવાદના પૂર્વ વિસ્તાર કરતા પશ્ચિમ વિસ્તારમાં સૌથી ઓછુ મતદાન થયુ છે અને એમાં પણ પોશ ગણાતા નવરંગપુરા, સેટેલાઈટ, બોડકદેવ, જોધપુર જેવા વિસ્તારોમાં નહિવત મતદાન થયું

 • Share this:
  અમદાવાદ : મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદના મતદારો મોટી સંખ્યામાં મતદાન મથક સુધી પહોંચ્યા નથી. અમદાવાદમાં કુલ 4536 જેટલા બુથ મથક પર વસ્તી ગણતરીને આધારે 46 લાખ જેટલા મતદારો મત કરવાની આશાએ ઉભા કરવામાં આવ્યા હતા. પરંતુ પરિસ્થિતિ કઈક અલગ જ જોવા મળી હતી. અમદાવાદીઓએ ન્યૂઝ18 ગુજરાતીને કારણ જણાવ્યા કે આખરે શા માટે તેઓ મત કરવા ગયા નથી. અમદાવાદના પૂર્વ વિસ્તાર કરતા પશ્ચિમ વિસ્તારમાં સૌથી ઓછુ મતદાન થયુ છે અને એમાં પણ પોશ ગણાતા નવરંગપુરા, સેટેલાઈટ, બોડકદેવ, જોધપુર જેવા વિસ્તારોમાં નહિવત મતદાન થયું છે. જેની પાછળના કારણ જાણવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પહોચીને લોકો પાસેથી કારણો જાણ્યા હતા.

  કારણ નંબર 1 : અમદાવાદના ખૂણે ખાચરે સોસાયટી પાસે કચરાના ઢગલા - અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં રહીશોએ જણાવ્યું કે નવા વાડજમાં 39.26 જેટલા મતદાન પાછળ કાઉન્સિલર જવાબદાર છે. નવા વાડજમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. લોકોના કહેવા પ્રમાણે હજાર વખત અમે મ્યુનિસિપાલિટીની ઓફિસમાં ગયા પણ કોઈ જવાબ આપતા ન હતા. સ્થાનિકો કયાં સુધી મત આપતા રહે.  આ પણ વાંચો - વસ્ત્રાપુરની એક હોટલમાં 24 વર્ષની યુવતીની લાશ મળી, આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું

  કારણ નંબર 2 : કોરોનામાં અમને કોઈએ પૂછ્યું નથી- અમદાવાદીઓનું માનવું છે કે કોરોના અને લોકડાઉનમાં કેસ વધી જતાં કાઉન્સિલર અમારી ખબર લીધી ન હતી. સોસાટી માઇક્રો કન્ટેઇન્મેન્ટ કરતા ન હતા. જેના કારણે લોકોમાં જાગૃતિ આવતી ન હતી. સરકાર આંકડા છુપાવતી એટલે વિશ્વાસ નથી.

  કારણ નંબર 3 : મોંઘવારીનો માર - સામાન્ય જનતા મોંઘવારીના મારમાં પીસાઈ રહી છે. જેમાં પેટ્રોલ, ડીઝલના ભાવને કારણે અમદાવાદીઓ પરેશાન છે. આ સિવાય લોકોએ એમ પણ જણાવ્યું કે પેટ્રોલ, ડીઝલ અને હવે ડુંગળીના ભાવ વધ્યા જેને કારણે અમે ત્રાસી ગયા છીએ. અમે ક્યાં સુધી મોંઘવારી સહન કરીએ.

  કારણ નંબર 4 : મત આપીએ તો કશુંક ગરબડ લાગે છે - અમદાવાદની જનતા એવું સ્વીકારે છે કે તેઓ બદલાવ માટે મત આપવા જાય છે પણ બદલાવ થતો નથી. જેની પાછળનું કારણ અમને ઇવીએમની ગોલમાલ થઈ હશે હોય એવી શંકા થાય છે. અમે ચર્ચા કરીએ તો એવું લાગે કે આ વખતે તો સત્તાધારી પક્ષ નહીં આવે પણ આવે તો સત્તાધારી પક્ષ જ છે. એટલે મત આપવા ના જઈએ તો કોઈ ગરબડ ના થાય.

  કારણ નંબર 5 : રોડ રસ્તા તૂટેલા - લોકો તૂટેલા રસ્તાઓને કારણે પરેશાન થયેલા છે. ચારે તરફ મેટ્રોનું કામ અને ગમે ત્યારે રોડનું કામ ચાલુ થઈ જાય છે.undefined
  Published by:Ashish Goyal
  First published:Feb 22, 2021, 9:52 pm

  टॉप स्टोरीज