AMCમાં બીજેપી કાર્યાલય મંત્રી પ્રશાંત કાપડીયાનું કોરોનાથી નિધન; બીજેપી યુવા મોરચાના પ્રમુખ પણ થયા કોરોના સંક્રમિત

AMCમાં બીજેપી કાર્યાલય મંત્રી પ્રશાંત કાપડીયાનું કોરોનાથી નિધન; બીજેપી યુવા મોરચાના પ્રમુખ પણ થયા કોરોના સંક્રમિત
એસવીપી હૉસ્પિટલ (ફાઇલ તસવીર)

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને વધારેમાં વધારે આરટી-પીસીઆર ટેસ્ટ થયા તે માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

  • Share this:
    અમદાવાદ: કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus second wave)માં મૃત્યાંક ખૂબ જ વધી રહ્યો છે. આ ઉપરાંત પોઝિટિવ કેસ (Corona positive cases)ની સંખ્યા પણ સતત વધી રહી છે. બીજી તરફ એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabasd municipal corporation) ખાતે બીજેપી કાર્યાલયના મંત્રી પ્રશાંત કાપડીયા (Prashant Kapadia)નું કોરાનાથી નિધન થયું છે. તેઓની શહેરની એસ.વી.પી હૉસ્પિટલ (SVP hospital) ખાતે સારવાર ચાલી રહી હતી. મોડી રાત્રે તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે.

    ભાજપ યુવા મોરચાના પ્રમુખ સંક્રમિત



    ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પણ કોરોના સંક્રમિત થયા છે. યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટને કોરોના થયો છે. તેઓએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. હાલ તેઓ પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રમુખ બન્યા બાદ તેઓએ રાજકોટ અને મોરવા હડફનો પ્રવાસ કર્યો હતો.

    આ પણ વાંચો: ચેન સ્નેચરે આઠ મહિનાની પ્રેગ્નેન્ટ મહિલાને રોડ પર ઢસડી, ગળામાંથી ચેન આંચકીને ફરાર

    શહેરમાં RT-PCR ટેસ્ટ વધારવા અનોખી પહેલ

    અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને વધારેમાં વધારે આરટી-પીસીઆર ટેસ્ટ થયા તે માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેવી રીતે વિદેશમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટ થાય છે તેવી જ રીતે અમદાવાદ ખાતે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. એટલે કે વ્યક્તિએ પોતાની ગાડીમાંથી બહાર નીકળવાની જરૂરી નથી રહેતી. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુપ્રાટેક લેબોરેટરી તરફથી આ પહેલી શરૂ કરવામાં આવી છે.

    આ પણ વાંચો: આઘાતજનક કિસ્સો: પરિણીતા ફાંસીએ લટકી રહી હતી અને સાસરિયાના લોકો વીડિયો ઉતારતા હતા!

    આજથી એટલે કે બુધવારથી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ 800 રૂપિયામાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકશે. ટેસ્ટ કરાવ્યાના 24થી 36 કલાકમાં તેઓને ઇ-મેઇલ કે પછી વોટ્સએપના માધ્યમથી આ ટેસ્ટ મોકલી આપવામાં આવશે. વ્યક્તિ ઇચ્છે તો લેબોરેટરી ખાતેથી હાર્ડ કોપી પણ મેળવી શકશે.

    આ પણ વાંચો: રાજકોટનો પ્રેરણાદાયી કિસ્સો: સમાચારને પ્રાધાન્ય આપવાના બદલે મીડિયાકર્મીએ કોરોના દર્દીની કરી મદદ


    આ પણ વાંચો: અમદાવાદ: 'અહીં કેમ ઉભા છો? જતા રહો નહીં તો સારું નહીં થાય,' યુવકે પોલીસને ગાળો ભાંડી


    રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 6690 નવા કેસ

    મંગળવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 6,690 કેસ નોંધાયા છે. આ દરમિયાન 2,748 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાં 1000 કરતાં વધુ કેસ નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે. 24 કલાકમાં 67 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે. મંગલવારે અમદાવાદમાં 2,282, સુરતમાં 1,441, વડોદરામાં 377, રાજકોટમાં 616, જામનગરમાં 315, મહેસાણામાં 177, બનાસકાંઠામાં 137, પાટણમાં 110, ભાવનગરમાં 128, જૂનાગઢામાં 113 કેસ નોંધાયા હતા.undefined
    Published by:Vinod Zankhaliya
    First published:Apr 14, 2021, 10:26 am

    टॉप स्टोरीज