અમદાવાદઃ "તું બદચલન છે, આ પુત્રી મારી નથી, મારા પગની જુત્તી..." , બહેનના દિયર સાથે લગ્ન કરનાર પરિણીતાની આપવીતી

અમદાવાદઃ "તું બદચલન છે, આ પુત્રી મારી નથી, મારા પગની જુત્તી..." , બહેનના દિયર સાથે લગ્ન કરનાર પરિણીતાની આપવીતી
પ્રતિકાત્મક તસવીર

પુત્રીને જન્મ આપ્યા બાદ થોડા સમય બાદ આ મહિલા ગર્ભવતી થતા તેના પતિએ તારો ખર્ચ ઉપાડી શકું તેમ નથી તારા પિતાના ઘરે જતી રહે કહેતા પત્નીને પિયર મોકલી દીધી હતી.

 • Share this:
  અમદાવાદ: શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં (Ramol police station) એક મહિલાએ તેના પતિ સામે જ ફરિયાદ (wife complaint againts husband) નોંધાવી છે. આ પતિ અન્ય કોઈ નહિ પણ ભોગ બનનાર મહિલાની બહેનનો જ દિયર થાય છે. અવાર નવાર દારૂ પી ને આ મહિલાનો પતિ પિયરમાંથી પૈસા લાવવાનું દબાણ કરી તેને પગની જુત્તી બનીને રહેવાનું કહેતો હતો. મહિલાને તેના પિતાની હાજરીમાં બદચલન કહીને બે સંતાનો તેના ન હોવાનું પતિ કહેતો હતો. આખરે કંટાળીને પરિણીતાએ પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે (police complaint) તપાસ શરૂ કરી છે.

  રામોલમાં રહેતી 32 વર્ષીય મહિલા ત્રણેક વર્ષથી તેના પિતાના ઘરે બાળકો સાથે રહી નોકરી કરી ગુજરાન ચલાવે છે. તેની મોટી બહેનના સાસરે તેની અવર જવર રહેતા તેની મોટી બહેનના દિયર સાથે તેની આંખ મળી ગઈ હતી. અને બાદમાં આ મહિલા અને તેની બહેનના દિયરે વર્ષ 2007માં મંદિરમાં લગ્ન કરી લીધા હતા. તેનો પતિ હાલ દિલ્હી રહે છે અને બે બાળકો આ મહિલા સાથે રહે છે.  લગ્ન બાદ આ મહિલા ભાડેથી તેના પતિ સાથે રહેતી હતી. અમદાવાદનું આ મહિલાના પિતાનું મકાન તેના નામે હોવાથી તેનો પતિ તે ઘર વેચી પૈસા લાવવા દબાણ કરતો હતો. લગ્નના એક વર્ષ બાદ મહિલાએ પુત્રીનો જન્મ આપતા તે પુત્રી મારી નથી તેમ કહી પતિએ શક વહેમ રાખી ત્રાસ ગુજાર્યો હતો.

  આ પણ વાંચોઃ- ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફતેહવાડી નજીક નવજાતને તરછોડનાર નિષ્ઠુર માતા સહિત ચાર ઝડપાયા, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

  પુત્રીને જન્મ આપ્યા બાદ થોડા સમય બાદ આ મહિલા ગર્ભવતી થતા તેના પતિએ તારો ખર્ચ ઉપાડી શકું તેમ નથી તારા પિતાના ઘરે જતી રહે કહેતા પત્નીને પિયર મોકલી દીધી હતી. આ મહીલાએ પુત્રને જન્મ આપતા તેના પતિએ પિયરમાંથી પૈસા લઈને આવજે નહિ તો ઘરમાં નહિ ઘુસવા દવું તેવું જણાવતા મહિલા 20 હજાર લઈને તેના પતિ પાસે ગઈ હતી.

  આ પણ વાંચોઃ- કરુણ ઘટના! રાજકોટઃ માતા અને પત્નીના ઝઘડાથી કંટાણીને વેપારીએ દુકાનમાં જ કર્યો આપઘાત

  બાદમાં ફરી બે સંતાનોનું કેવી રીતે પૂરું કરું તેમ કહી પિયરમાંથી પૈસા મંગાવવાનું કહેતા મહિલાએ પિયરમાંથી 10 હજાર મંગાવ્યા હતા. મહિલા તેના પતિને રૂપિયા લાવી આપતી હોવા છતાંય બે સંતાન તેના નથી કહીને બંનેને લઈને દૂર જતી રહેવા કહેતો હતો.

  આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! અમદાવાદઃ પરિણીતાએ નવ વાગ્યે જમવાનું તૈયાર ન રાખ્યું, વિફરેલા પતિએ વાળ પકડી ફેંટો મારી

  બીજા વધારે પૈસા માંગી પતિ હું કહું તેમ પગની જુત્તી બનીને રહેવાનું કહી તેને ત્રાસ આપતો હતો. પતિ કહે તેમ રહેતી હોવા છતાંય તેને માર મારી ત્રાસ ગુજારી પતિએ સસરા ને બોલાવી તેમની દીકરી બદચલન છે કહીને તેને લઈ જવા કહેતો હતો.  મહિલા પિયરમાં જતી રહી હોવા છતાંય તેનો પતિ ખોટા પોલીસને મેસેજ કરી સસરાના ઘરે પોલીસ મોકલતો હતો. મહિલાએ છૂટાછેડા લેવાનું કહેતા પતિ તું ત્યાં ખરાબ ધંધા કરે છે તને સુખથી રહેવા નહિ દવું કહીને ધમકીઓ આપતો હતો. આખરે કંટાળીને મહિલાએ રામોલ પોલીસસ્ટેશન માં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.undefined
  Published by:ankit patel
  First published:Feb 19, 2021, 11:23 pm

  टॉप स्टोरीज