અમદાવાદ : સેટેલાઇટમાં શરજનક ઘટના, રસ્તે જતી નાગાલેન્ડની યુવતીની શારિરીક છેડતી, ટોળાએ વિકૃતને ઝડપી પાડ્યો

અમદાવાદ : સેટેલાઇટમાં શરજનક ઘટના, રસ્તે જતી નાગાલેન્ડની યુવતીની શારિરીક છેડતી, ટોળાએ વિકૃતને ઝડપી પાડ્યો
પ્રતિકાત્મક તસવીર

યુવકે યુવતીના પ્રાઇવેટ પાર્ટ પર હાથ મૂકી દીધો, યુવતીએ બૂમાબૂમ કરતા ભાગવા જતા વિઠ્ઠલને આસપાસના લોકોએ પકડી પાડ્યો

 • Share this:
  અમદાવાદ: શહેરમાં નવા વર્ષની શરૂઆતમાં અનેક પ્રકારની ગંભીર ઘટનાઓ બની હતી. જેને લઇને શહેર પોલીસ સતત ચિંતામાં મુકાઇ હતી. ચાર ચાર જેટલા ફાયરિંગ ના કિસ્સા બનતા તેના વિડીયો વાયરલ થયા હતા અને હવે જાહેર રોડ ઉપર છેડતીના બનાવો સામે આવ્યા છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા સાંઇબાબા મંદિર પાસે એક યુવતી પસાર થતી હતી. ત્યારે રોડ પરથી પસાર થતા યુવકે તેના શરીરના પ્રાઈવેટ પાર્ટ ઉપર હાથ મૂક્યો હતો અને બાદમાં તે ભાગવા જતો હતો જોકે લોકોએ પકડી પાડી પોલીસને સોંપ્યો હતો.

  મૂળ નાગાલેન્ડની અને હાલ રામદેવ નગર ખાતે રહેતી ૨૫ વર્ષીય યુવતી એક મકાનમાં છેલ્લા સાત મહિનાથી એક યુવક સાથે રહે છે. ત્રણ વર્ષ અગાઉ આ યુવક સાથે તેની સગાઈ થઈ હતી. આ યુવક મૂળ કચ્છના વતની છે. આ યુવતી છેલ્લા છ મહિનાથી બોડકદેવ ખાતે થેરાપિસ્ટ તરીકે નોકરી કરતી હતી. પરંતુ ગઈકાલથી આ યુવતીએ એક સલૂનમાં નોકરી શરૂ કરી હતી. બપોરના બાર વાગ્યે તે તેના ઘરેથી નીકળી આ સલૂન ખાતે બોડકદેવ ગઈ હતી. બાદમાં નોકરીએથી પરત ફરી રાત્રે સલુન થી ચાલતા ચાલતા તેના ઘર પાસે આવી હતી.  ત્યારે મોકલ રેસ્ટોરન્ટ થી આગળ રામદેવનગર ચાર રસ્તા તરફ જવાના રોડ ઉપર સાઈબાબા મંદિર પાસે પહોંચી ત્યારે એક છોકરો તેની પાસે આવ્યો હતો અને બાદમાં આ યુવતીના પ્રાઇવેટ પાર્ટ પર હાથ અડાડી દીધો હતો. તેથી આ યુવતીએ બૂમાબૂમ કરી હતી અને યુવકને પકડવા જતી હતી તે દરમિયાન આ યુવક ત્યાંથી ભાગી ગયો હતો.

  આ પણ વાંચો : અમદાવાદ : જૈન ચવાણા માર્ટના માલિકને પથ્થરના ઘા ઝીંકી લૂંટી લીધા, દિવાળીનો વકરો ગણવો ભારે પડ્યો

  જોકે ત્યાં હાજર લોકોએ આ યુવકને પકડ્યો હતો. બાદમાં સેટેલાઇટ પોલીસને સોંપ્યો હતો. સેટેલાઈટ પોલીસે આ શખ્સની પૂછપરછ કરતાં તેણે તેનું નામ વિઠ્ઠલ રાઠોડ જણાવ્યું હતું અને તે સેટેલાઈટ રામદેવ નગર ખાતે રહેતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે તેને દારૂના નશામાં હરકત કરી કે કેમ તે બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

  આ પણ વાંચો :  બહેનના ઘરે જઈ રહેલા યુવકનું કારની ટક્કરે કેનાલમાં ખાબતા મોત, ભાઈબીજે 'ભાઈનો ભોગ લીધો'

  શહેરમાં આ પ્રકારના માનસિક વિકૃતો રસ્તા પર ફરતા રહે તે સમાજ માટે જોખમી છે. જોકે, થાઇલેન્ડની યુવતીએ જો પ્રતિકાર ન કર્યો હોત તો આ કિસ્સો બહાર જ ન આવી શક્યો હોત. પોલીસ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી અને દાખલો બેસાડે તેવી પણ લોકોએ માંગ કરી હતી.undefined
  Published by:Jay Mishra
  First published:Nov 18, 2020, 9:57 am

  टॉप स्टोरीज