અમદાવાદ: વર્ષ 20-21માં આગને પગલે 1 અબજથી વધારે નુકસાન, વર્ષમાં આગના 1,600 બનાવ

અમદાવાદ: વર્ષ 20-21માં આગને પગલે 1 અબજથી વધારે નુકસાન, વર્ષમાં આગના 1,600 બનાવ
ફાઇલ તસવીર

ગત વર્ષમાં આગના બનાવોમાં શહેરમાં એક અબજ, આઠ કરોડ, ત્રેસઠ લાખ અને આઠસો રૂપીયાનું આગ, પાણી અને ધુમાડાથી નુકસાન થયું છે.

 • Share this:
  અમદાવાદ: અમદાવાદમાં વર્ષ 2020-2021 (Financial year 2020-21) દરમિયાન આગ (Fire)નાં અલગ અલગ 1,600 બનાવ બન્યા હતા. આગના વિવિધ બનાવોમાં એક અબજથી વધારેનું નુકસાન થયું છે. આ ઉપરાંત આગને પગલે 18 લોકોનાં મોત થયા છે. ફાયરને રેસ્ક્યૂ માટેના મળેલા કૉલ દરમિયાન 98 લોકોનાં મોત થયા હોવાની ફાયર બ્રિગેડ (AMC fire brigade)નાં ચોપડે નોંધ કરવામાં આવી છે.

  અમદાવાદ ફાયર વિભાગ (AMC fire department) દ્વારા 1/4/20થી 31/3/21 સુધી વર્ષ દરમિયાન અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા કરવામાં આવેલ વિવિધ કામગીરી પૈકીની પ્રાથમિક પરંતુ મહત્ત્વની માહિતી સામે આવી છે. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા અબજો રૂપિયાની મિલકત બચાવી લેવામાં આવી હોવાનં સામે આવ્યું છે.  આ પણ વાંચો: રાજકોટ: રાત્રિ કર્ફ્યૂમાં મહિલા કૉલેજ અંજરબ્રિજ પાસે ડાન્સ કરતી યુવતીનો વીડિયો વાયરલ

  અમદાવાદ શહેરમાં બનેલા આગના કુલ બનાવો

  શહેર અંદર----1,600
  શહેર બહાર---- 67
  કુલ------------1,667

  રેસ્ક્યૂ કૉલ

  શહેર અંદર---- 2,710
  શહેર બહાર----41
  કુલ------------2,751

  એમ્બ્યુલન્સ કૉલ

  શહેર અંદર----11,637
  શહેર બહાર----63
  કુલ------------11,700

  ડેડબોડી કૉલ

  શહેર અંદર---- 26,539
  શહેર બહાર----307
  કુલ------------26,846

  આ પણ વાંચો: ગરમીના પ્રકોપથી ત્રસ્ત વ્યક્તિએ 'ભગવાનથી નારાજ' થઈને હનુમાનની ત્રણ મૂર્તિ ખંડિત કરી નાખી!

  આગથી મરણ

  સ્ત્રી------- 7
  પુરૂષ-----11
  જાનવર----00
  પક્ષી------ 00

  રેસક્યૂ કોલમાં થયેલાં મરણ

  સ્ત્રી-----19
  પુરૂષ---79
  જાનવર--3
  પક્ષી---- 3

  ગત વર્ષ દરમિયાન આગથી થયેલું કુલ આર્થિક નુકસાન: ₹1,08,35,63,800. એટલે કે એક અબજ, આઠ કરોડ, ત્રેસઠ લાખ અને આઠસો રૂપીયાનું આગ, પાણી અને ધુમાડાથી નુકસાન થયું છે.

  આ પણ વાંચો: રેમડેસિવિર ઇન્જેક્શન માટે સુરત જિલ્લા વહીવટી તંત્રની પ્રશંસનીય કામગીરી, અહીં નથી લાગતી લાઈનો, જાણો કેમ? 

  વર્ષ દરમિયાન આગથી બચાવવામાં આવેલા માલની કિંમત: ₹ 2,40,15,09,900 એટલે કે, બે અબજ, ચાલીશ કરોડ, પંદર લાખ નવ હજાર અને નવસો રૂપીયાનું આગ, પાણી, ધુમાડાથી થનારું નુકસાન અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા થતું અટકાવવામાં આવ્યું છે.

  આ ઉપરાંત છેલ્લા 2019, 2020, 2021માં ઉદ્ભવેલી કોવિડની કુદરતી આપત્તિમાં ડિઝાઝસ્ટરની મહામારીમાં સમગ્ર શહેર, જાહેર સ્થળો, નામદાર કોર્ટ, સરકારી કચેરીઓ, કોવિડ માઈક્રો કન્ટેન્ટ વિસ્તારો, કોવિડ અસરગ્રસ્તોના ઘરોમાં સેનિટાઈઝેશનની મહત્ત્વની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાાંત જાહેર લોક રક્ષણ પૂરું પાડવાની સાથે સાથે કોવિડમાં અવસાન પામેલા મહદઅંશે મૃતકોના પાર્થિવ દેહોને સ્મશાનમાં પહોંચાડી અગ્નિ સંસ્કાર માટે આગળની કાર્યવાહી પણ કરવામાં આવી છે.undefined
  Published by:Vinod Zankhaliya
  First published:Apr 15, 2021, 10:20 am

  टॉप स्टोरीज