રાહતના સમાચાર: હવે કોઈ પણ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવેલા દર્દીને મળશે રેમડેસિવીર ઇન્જેક્શન

રાહતના સમાચાર: હવે કોઈ પણ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવેલા દર્દીને મળશે રેમડેસિવીર ઇન્જેક્શન
ફાઇલ તસવીર

પહેલા ફક્ત સારવાર લઈ રહેલા અને RT-PCR રિપોર્ટ પોઝિટિવ હોય તેવા દર્દીઓને જ રેમડેસિવીર ઇન્જેક્શન આપવામાં આવતા હતા.

 • Share this:
  ગાંધીનગર: રાજ્યના આરોગ્ય વિભાગ (Health department) તરફથી કોરોના દર્દીઓને રાહત (Corona patient) મળે તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોવિડ-19ના દર્દીઓને સારવાર મળી રહે તે હેતુથી હવે કોરોના પોઝિટિવ હોય તેવો કોઈ પણ રિપોર્ટ હશે તેને રેમડેસિવીર ઇન્જેક્શન (Remdesivir Injection) મળી શકશે. પહેલા ફક્ત સારવાર લઈ રહેલા અને RT-PCR રિપોર્ટ પોઝિટિવ હોય તેવા દર્દીઓને જ રેમડેસિવીર ઇન્જેક્શન આપવામાં આવતા હતા. હવેથી જે દર્દીઓનો HRCT રિપોર્ટ કે પછી રેપિડ એન્ટીજન રિપોર્ટ ( RAT) પોઝિટિવ હોય તેવા દર્દીઓને પણ રેમડેસિવીર ઇન્જેક્શન મળશે.

  ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે. સંકટના સમયમાં દર્દીઓને જીવ બચાવવા માટે રેમડેસિવીર ઇન્જેક્શન ખૂબ ઉપયોગી છે. હાલ તેની અછત વર્તાઈ રહી છે, જેના પગલે કાળાબજાર પણ થઈ રહ્યા છે. બીજી તરફ આરોગ્ય તંત્ર તરફથી કોરોનાના દર્દીઓને રાહત મળે તે માટે RT-PCR રિપોર્ટ સિવાય પણ કોવિડ પોઝિટિવ આવેલા દર્દીઓને સારવાર માટે રેમડેસિવીર ઈન્જેકશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.  આ પણ વાંચો: સુરત: 14 દિવસની બાળકી કોરોના સામે જંગ હારી, જન્મ બાદ માતાનો ચેપ લાગ્યો હતો

  AMC તરફથી કેમડેસિવીર ઇન્જેકશનનું વ્યાપક પ્રમાણમાં વિતરણ

  કોરોનાના કહેર વચ્ચે એ.એમ.સી.એ અમદાવાદની કોઈપણ હૉસ્પિટલમાં કોરોનાના પાત્રતા ધરાવતા દર્દીઓને રેમડેસિવીર ઇન્જેક્શન આપવાનો નિર્ણય કર્યો છે. રેમેડેસિવીર ઈન્જેકશન કોવિડ દર્દીઓને મળી રહે તે માટે નીચે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.

  1. તમામ ડેઝીગ્નેટેડ કોવિડ હૉસ્પિટલો, ડેડીકેટેડ કોવિડ આરોગ્ય કેન્દ્રો (નર્સિંગ હોમ્સ) અને કોવિડ કેર સેન્ટર્સને ડોરસ્ટેપ ડિલિવરી મળશે.

  2. એ.એન.એચ.એ.ના રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સ દ્વારા સંભાળ લેવામાં આવતા બધા હોમ આઈસોલેશન વાળા દર્દીઓ એ.એન.એચ.એ. દ્વારા મેળવશે.

  3. માન્ય સી-ફોર્મ ધરાવતી તમામ ખાનગી હોસ્પિટલો (કેટેગરી -1 માં ઉલ્લેખિત સિવાય) તેઓની જરુરીયાત નીચે જણાવેલ મેઇલ આઈડી પર આ સાથે જણાવેલ ફોર્મેટમાં અને જરૂરી દસ્તાવેજો સાથે મોકલવાના રહેશે. (Mail id-remdesivir.tossilamc@gmail.com)

  આ પણ વાંચો: રાજકોટ: રાત્રિ કર્ફ્યૂમાં ડાન્સ કરવો ભારે પડ્યો, યુવતીને કરવી પડી પોલીસ સ્ટેશન સુધીની જાત્રા  હોસ્પિટલોએ નિયત કરેલ ફોર્મેટમાં નીચેના દસ્તાવેજો સાથે જોડવા પડશે.

  a) સી-ફોર્મની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલ કોપી.
  b. જણાવેલ ફોર્મેટમાં દરેક દર્દીઓની આર.ટી. પી.સી.આર. રીપોર્ટની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલ કોપી.
  c. ઈજેકશન લેવા આવનાર વ્યકિતના ઓળખ કાર્ડની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કોપી.

  વ્યક્તિગત દર્દીએ ઇન્જેક્શન લેવા ન આવવાની સૂચના

  હોસ્પિટલોએ ફક્ત એ.એમ.સી. તરફથી કન્ફર્મેશન ઈ-મેઇલ મેળવ્યા પછી ફક્ત નિયત સમય અને તારીખે માન્ય ડોઝ લેવા માટે તેમના પ્રતિનિધિને મોકલવાના રહેશે. હોસ્પિટલના પ્રતિનિધિને પૂરતા દસ્તાવેજો વિના, કન્ફરમેશન મેળવ્યા વિના અને વ્યક્તિગત દર્દીઓએ ઈજેક્શન મેળવવા નહીં આવવા વિનંતી છે.

  આ પણ વાંચો: ધ બર્નિંગ બોટ: રાજકોટમાં વહેલી સવારે 'ધ બિગ ફેટ બોટ' નામના રેસ્ટોરન્ટ આગમાં ખાખ

  આ સ્થળે પરત થશે વિતરણ:

  1) એટ્રીયમ, એસ.વી.પી. હોસ્પિટલ, એલીસબ્રીજ.

  2) જી.એમ.એસ.સી.એલ. તરફથી જ્યાં સુધી સ્ટોક મળશે ત્યાં સુધી ઈજેક્શનનું વિતરણ કરવામાં આવશે.

  અમદાવાદમાં રેમડેસિવીર ઇન્જેક્શનની કાળાબજારી!

  કોરોનાકાળમાં રેમડેસિવીર ઇન્જેક્શનની કાળા બજારી વધી રહી છે. તેવામાં વધુ એક કાળાબજારીનો કિસ્સો શહેરના (Ahmedabad) નવરંગપુરા પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં હૉસ્પિટલના કર્મચારીની સંડોવણી સામે આવતા પોલીસે ધરપકડ કરી છે. બનાવટી દસ્તાવેજોના આધારે ઇન્જેક્શનનો જથ્થો મેળવતા ડોક્યુમેન્ટની પોલીસે ખરાઈ હાથ ધરી છે. સેવીયર હૉસ્પિટલ સ્ટાફે બનાવટી ડોક્યુમેન્ટ આધારે રેમડેસિવીર જથ્થો મેળવ્યો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

  પરેશ ધાનાણીએ કરી HCમાં અરજી

  રાજ્યમાં એક તરફ રેમડેસિવીર ઈજેક્શન માટે લોકોને રઝળપાટ કરવો પડી રહ્યો છે તો બીજી તરફ સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટિલને ૫,000 ઈન્જેક્શન ફાળવવામાં આવ્યા હતા. જેનું સુરત ભાજપના કાર્યાલયથી વિતરણ કરવામાં આવ્યું હતું . આ મામલે રાજ્યમાં ભારે હોબાળો થયો હતો અને હવે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કોંગ્રેસના વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આ મામલે હાઈકોર્ટમાં સી.આર.પાટીલ સામે પીઆઈએલ કરી છે. ફાર્મસીની લાઈસન્સ વિના આવી રીતે ગેરકાયદેસર ઈન્જેક્શન કોઈ વેચી શકે નહીં અને ઈન્જેક્શન ક્યાંથી લાવ્યા અને કઈ રીતે લાવ્યા તે જાણવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.undefined
  Published by:Vinod Zankhaliya
  First published:Apr 16, 2021, 8:29 am

  टॉप स्टोरीज