અમદાવાદ : 'સાહેબ, મારો પતિ ફોજમાં છે પણ દારૂ પીને રાક્ષસી બની જાય છે, ન કરવાનું કરે છે'

અમદાવાદ : 'સાહેબ, મારો પતિ ફોજમાં છે પણ દારૂ પીને રાક્ષસી બની જાય છે, ન કરવાનું કરે છે'
પ્રતિકાત્મક તસવીર

પત્નીની ફરિયાદ, પતિ દરરોજ ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો અને જો ના પાડે તો બની જતો હતો 'હેવાન'

 • Share this:
  અમદાવાદ: શહેરમાં રહેતી એક મહિલાએ (Wife) તેના પતિ અને સાસરીયાઓ સામે વાડજ પોલીસ સ્ટેશનમાં (Vadaj Police Station) ફરિયાદ નોંધાવી છે. આ મહિલાનો આક્ષેપ છે કે તે યુનિવર્સિટીમાં ટોપ પર હોવા છતાં પણ તેને તેના સાસરિયાઓ નોકરી કરવા દેતા ન હતા અને એક વખત જ્યારે ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી ત્યારે તેના પતિએ માર્કશીટ ફાડી નાખી હતી. આટલું નહીં જે સ્કૂલમાં આ મહિલા નોકરી કરતી હતી ત્યાં તેનો પતિ પ્રિન્સિપાલ ને મળવા પહોંચી ગયો હતો અને આ મહિલા એચઆઇવી પોઝિટિવ હોવાનું જણાવી તેના ચારિત્ર્ય બાબતે વિચિત્ર વાતો કરી હતી. એટલું જ નહીં તેનો પતિ ફોજમાં (ઓીસબસોલ ફહેવોલ્) હોવા છતાં પણ દારૂ પીને અવારનવાર અલગ અલગ પ્રકારની માગણીઓ કરી ન કરવાના કામ કરતો હતો. જ્યારે આ મહિલાએ પુત્રીને જન્મ આપ્યો હતો ત્યારે તેને રાખવા માટે સાસરિયાઓએ 2000 રૂપિયા પણ નક્કી કર્યા હતા. એટલું જ નહીં સાસરિયાઓ મહિલાને "તુને કોનસા વીર અર્જુન પેદા કર કે દિયા હૈ કે તેરી સેવા કરે તેરે ઓર તેરી લડકીઓકે ખર્ચ ઉઠાએ હમ". આવા મહેણાં મારી ત્રાસ ગુજાર્યો હતો. જેથી કંટાળીને 49 વર્ષીય મહિલાએ તેના સાસરિયા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

  શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતી 49 વર્ષીય મહિલા તેની બે પુત્રી તથા માતા-પિતા સાથે ઘણા વર્ષોથી રહે છે. તેના લગ્ન વર્ષ 1990માં અમદાવાદ ખાતે થયા હતા. લગ્નના બીજા જ દિવસે મહિલાના સાસરિયાઓએ કરિયાવર, ચીજવસ્તુ, દાગીના ઓછા આવ્યા છે તેમ કહી દહેજ બાબતે આ મહિલાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને આ તમામ વસ્તુઓ તેના સાસરિયાઓએ પોતાના કબજામાં લઇ લીધી હતી. જ્યારે મહિલા ના લગ્ન થયા ત્યારે તે અમદાવાદની ગુજરાત કોલેજ ખાતે બી.એસ.સી.માં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને તેનો પતિ બીએસએફમાં શિલોંગ મેઘાલય ખાતે પોસ્ટિંગ પર હતો.  આ પણ વાંચો : અમદાવાદ : માતાપિતા ચેતજો! સુખી સંપન્ન ઘરના લાડકાના ખર્ચા વધી ગયા, પછી એવું કર્યુ કે પહોંચી ગયો પોલીસ મથકમાં

  જેથી લગ્ન બાદ દસ દિવસ સુધી તેના પતિ ગામમાં રોકાયો હતો અને બાદમાં મેઘાલય ખાતે તેની નોકરીએ હાજર થયો હતો. અને આ મહિલાને તેના પતિ તથા પરિવાર ના કહેવાથી પિયરમાં વધુ અભ્યાસ માટે અમદાવાદ ખાતે મૂકી આવ્યા હતા અને જ્યાં સુધી અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી મહિલાને અમદાવાદ રાખવામાં આવી હતી અને અભ્યાસનો તમામ ખર્ચ પણ આ મહિલાના માતા-પિતા દ્વારા આપવામાં આવતો હતો.

  આ મહિલાના પતિની ગેરહાજરીમાં તેની સાસુ સસરા તથા જેઠ જેઠાણી અને નણંદ તમામ લોકો પ્રસંગો પાત રાજસ્થાન ખાતે જતા ત્યારે જણાવતા કે તારા પતિ હાજર હોય ત્યારે જ અહીંયા આવવાનું નહીંતર આવવાનું નહીં. જેથી આ મહિલા તે સમયે ગભરાઈ ગઈ હતી અને આ બાબતની જાણ તેને તેના પતિને કરતાં તેના પતિએ જણાવ્યું કે પરિવારજનો જેમ કહે તેમ જ કરવું પડશે. આ મહિલા તે સમયે અમદાવાદ ખાતે રહેતી હોવાથી તેણે પહેરવા માટે તેના દાગીના માંગ્યા હતા પરંતુ તેના સાસરિયાઓએ તેને આપ્યા ન હતા.

  આ પણ વાંચો : સુરત : વરાછામાં રોમિયોનો આતંક! સગી બહેનોની જાહેરમાં છેડતી કરી, કપડાં ફાડવાની કોશિશ

  લગ્ન બાદ પણ આ મહિલાના પતિ ના તમામ ખર્ચ મહિલાના માતા પિતાએ કર્યો હતો. એક તરફ સાસરિયાંનો ત્રાસ હતો ત્યાં બીજી તરફ આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મહિલાએ એમ.એસ.સી પ્રથમ શ્રેણી એ પાસ કર્યું હતું અને યુનિવર્સિટીમાં ટોપ કર્યું હતું. અભ્યાસ પૂરો થતાં આ મહિલા સાથે રહેવા ગઈ હતી ત્યારે પણ તેના સાસરિયાઓએ મહિલાને પિયરથી આપવામાં આવેલા દાગીના સહિતની તમામ વસ્તુઓ પચાવી પાડી હતી અને આ વસ્તુઓ લગ્ન પછી ભૂલી જજે નહિતર ક્યારેય રાજસ્થાનમાં પગ નહીં મૂકી શકે તેવી ધમકી આપી આ મહિલાને અડધી રાત્રે પહેરેલા કપડે કાઢી મુકી હતી.

  જ્યારે જ્યારે આ મહિલાનો પતિ અમદાવાદ આવતો હતો ત્યારે હંમેશા ચિક્કાર દારૂના નશામાં જ રહેતો હતો અને તારા બાપે કઇ આપ્યું નથી તેમ કહી સતત મહિલાના મા બાપ વિશે ગાળાગાળી કરતો હતો. જેથી મહિલા પણ સમાજને બતાવવા માટે અમદાવાદ તેના પિયરમાં જ રહેતી હતી અને અહીં નોકરી કરતી હતી. જેનો તેના સાસરિયાઓએ સખત વિરોધ દર્શાવ્યો હતો. તેમ છતાં આ મહિલા ટોપ ઓફ યુનિવર્સિટી હોવાથી સારી ઓફર આવતા એક યુનિવર્સિટી ખાતે પ્રોજેક્ટ ની પોસ્ટ માટે એપ્લાય કર્યું હતું.

  આ મહિલાનો પતિ તેને પોલીસના ગેસ્ટ હાઉસમાં ઉતારો આપી ત્યાં દારૂ પીને મારામારી કરતો હતો અને બાથરૂમમાં પૂરી દેતો હતો. જ્યારે મહિલા ઇન્ટરવ્યૂ માટે ગઈ હતી ત્યારે તેની માર્કશીટ પણ ફાડી નાખી હતી. જેથી મહિલા ઇન્ટરવ્યૂ પરીક્ષા પાસ કરી શકી ન હતી અને પત્નીને મૂકીને પતિ રાજસ્થાન જતો રહ્યો હતો. આટલું જ નહીં આ મહિલાનો પતિ બાળક લાવવા માટે રાજી ન હતો અને તમામ સાસરિયાઓએ આ મહિલાને બાળક દુનિયામાં ના લાવે તે માટે ખુબ જ ત્રાસ પણ આપ્યો હતો અને બાળક એબોર્શન કરાવી દેવા માટે ખૂબ જ કોશિશ પણ કરી હતી. પરંતુ આ મહિલાના પેટમાં ઉછરી રહેલ બાળકને તે મારવા માંગતી ન હોવાથી તેના સાસરિયાઓએ તેને માર માર્યો હતો. જે સમયે આ મહિલાને ત્રણ માસનો ગર્ભ હતો.

  આ પણ વાંચો : અમદાવાદ : મારૂતિની ECO કારના માલિકો ચેતજો! શહેરમાંથી વધુ એક કારના સાઇલેન્સરની ચોરી

  સાસરીયાઓથી કંટાળીને આ મહિલા ત્યાં રહેતી હતી છતાંય સાસરિયાઓએ અલગ-અલગ બહાના કાઢી આ મહિલાને ત્રાસ આપ્યો હતો અને બાદમાં એક દિવસ બપોરે તેને કાઢી મૂકી હતી. પરંતુ રાજસ્થાનમાં તેનું ઓળખીતું કોઈ ન હોવાથી તેને કોઈએ આબુરોડ જઈને અમદાવાદ ની બસ મળી જશે એવું કહેતા આ મહિલા નીકળી ગઈ હતી. બાદમાં ચાના સ્ટોલ વાળા પાસેથી ઉધાર પૈસા લઈને અમદાવાદ આવવા માટે નીકળી હતી. સાસરિયાઓએ કાવતરું રચી આ મહિલાને નોકરી ન કરવા દેતા આખરે મહિલા ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને બાદમાં તેણે ડોક્ટરની સલાહથી કોઈ કાર્ય કરવાનું જણાવતાં તેને નાના બાળકોને અભ્યાસ કરાવવાનું ચાલુ કર્યુ હતું, જેથી તે મહિલા ખુશ પણ રહી શકે અને તેનો દવાખાના નો ખર્ચ પણ ઉઠાવી શકે.

  વર્ષ 1995ની સાલ માં આ મહિલાએ પુત્રીને જન્મ આપ્યો હતો. જેની જાણ તરત જ તેના સાસરિયાઓ ને થતા તેઓને બાળક જોઈતું ન હોવાથી પુત્રીને જોવા માટે કે ખબર અંતર પૂછવા માટે પણ આવ્યા ન હતા. આ મહિલાને સતત એવું જ થયા કરતું હતું કે તેનો કોઈ વાંક નથી તો તેની પુત્રીનો એવો તો શું વાંક છે કે તેના પિતા તેને જોવા પણ તૈયાર નથી. જ્યારે મિલકતમાં આ મહિલાને હક્ક જતો કરવા તથા કોઈ પેપર સહી કરવા માટે તેને આપવામાં આવ્યા હતા ત્યારે પેપરમાં વાંચ્યા વગર સહી કરવાની આ મહિલાએ ના પાડતાં તેના સાસરિયાઓ તેના પર ગુસ્સે થઈ ગયા હતા અને બાદમાં સાવરણી અને લાકડીથી માર મારવા લાગ્યા હતા

  આ પણ વાંચો : સુરત : પ્લેનમાં આવી ચોરી કરતો હતો VIP ચોર, પોલીસ સામે 30 ચોરીઓ કબૂલી! જાણો કોણ છે ચોર

  ત્યારે આ મહિલાની દીકરી રડતી હોવાથી પતિ અને સાસરિયાઓએ દીકરીને હવામા ફેંકી દીધી હતી. જેથી નાની પુત્રીને માથાના ભાગમાં ભયંકર વાગ્યું હતું. છતાંય પરિવારજનો ડોક્ટર પાસે પણ લઈ ગયા ન હતા અને તેને દવાઓ આપી માતા અને પુત્રી ને રૂમમાં પૂરી દીધા હતા. ત્યારે મહિલાના પિતાને જાણ થતા તેઓએ તેમની પુત્રીના શરીરે મારના નિશાન જોયા હતા અને બાદમાં પોલીસને બોલાવી હતી. જોકે લોકલ પોલીસને મહિલાનો જેઠ ઓળખતો હોવાથી અને પતિ બીએસએફ માં હોવાથી કેસ સમાધાન પર મૂકી દીધો હતો.

  જ્યારે જ્યારે મહિલાનો પતિ ફોજ માં થી રજા ઉપર આવતો હતો ત્યારે દારૂ પીને રાક્ષસી રૂપ ધારણ કરતો હતો અને દરરોજ રાત્રે મહિલાની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. અને જો ના પાડે તો મહિલાને માર પણ મારતો હતો. આ મારના નિશાન સાથે આ મહિલા જોબ પર જતી હતી. અવારનવાર થતા ઝગડાઓ અને ત્રાસના કારણે આ મહિલાને સાસરિયાઓએ રાખવાની ના પાડી હતી અને તેના ઘરમાંથી કાઢી મુકી હતી. તે જ સમયે મહિલા તેની પુત્રી ને કપડા પહેરાવતી હતી પરંતુ સાસરિયાઓએ મહિલાને કાઢી મુકી ત્યારે બાળકીને કપડાં પણ પહેરવા દીધા ન હતા.

  જેથી આ મહિલા તેની બાળકીને નિર્વસ્ત્ર હાલતમાં પાડોશીના ઘરે આખી રાત લઈને બેસી રહી હતી. બાદમાં સાસરિયાઓએ આ મહિલાને અને દીકરીઓને રાખવાના 2000 રૂપિયા નક્કી કરતા આ મહિલા એ દીકરીના ભવિષ્યનો વિચાર કરીને આ શરતો કબૂલી હતી. છતાંય તેના પતિએ અને સાસરિયાઓ આ મહિલાને "તુને કોનસા વીર અર્જુન પેદા કર કે દિયા હૈ કે તેરી સેવા કરે તેરે ઓર તેરી લડકીઓકે ખર્ચ ઉઠાએ હમ.આવા મહેણાં મારી તેને ત્રાસ ગુજારતા હતા.

  આ પણ વાંચો : સુરત : યુવકે તાપીમાં કૂદી કર્યો આપઘાત, મોતની છલાંગનો Video રાહદારીના મોબાઇલમાં કેદ

  આ મહિલા જ્યારે એક શાળામાં નોકરી કરતી હતી ત્યારે તેના પ્રિન્સિપાલને તેનો પતિ મળવા ગયો હતો અને પત્નીના ચારિત્ર્ય માટે ગંભીર આક્ષેપો કર્યા હતા અને વધુમાં આ મહિલા એચ.આઈ.વી પોઝીટીવ છે તેવા ગંભીર આક્ષેપો કરી નોકરીમાંથી બેદખલ કરાવવા માટે પ્રયત્નો કર્યા હતા. આખી જિંદગી આ મહિલા દર્દ, વેદના, યાતના, માર, અપમાન માંથી પસાર થતાં આખરે કંટાળીને આ મહિલાએ તેના પતિ જેઠ જેઠાણી નણંદ સાસુ સહિતના લોકો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.undefined
  Published by:Jay Mishra
  First published:Feb 27, 2021, 7:14 am

  टॉप स्टोरीज