નોઈડાઃ કોરોના વાયરસની (coronavirus) મહામારીના પગલે લોકો શારીરિક રીતે પરેશાન થઈ રહ્યા છે ત્યારે લોકો માનસિક સંતુલન (Mental balance) પણ ગુમાવી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોએ ધિરજ અને સાવધાની રાખવાની જરૂર છે. અજાણતા લોકો કોરોનાના ડરમાં (Corona fear) અપ્રિય પગલું ભરી લેતા હોય છે. આવી જ ઘટના ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગ્રેટર નોઇડામાં (Greater Noida) સામે આવી છે. અહીં કોરોના સંક્રમિત મહિલા ડોક્ટરે 14માં માળેથી કૂદીને આત્મહત્યા (Lady doctor suicide) કરી લીધી હતી.
આ ઘટના ગ્રેટર નોઈડા સૂરજપુર પોલીસ સ્ટેશનનો છે અહીં મહિલા અને તેના પતિનો બે દિવસ પહેલા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જોકે ડોક્ટર તરીકે ફરજ બજાવતી મહિલા રિપોર્ટ બાદ ડરી ગઈ હતી. અને ગભરાયેલી મહિલાએ બેલ્ડિંગના 14માં માળેથી મોતની છલાંગ લગાવી હતી.
સેક્ટર 137ના પેરામાઉન્ટ સોસાયટીમાં આ ઘટના ઘટી છે. ઘટના સ્થળે પહોંચીનેપોલીસે લાશને કબજે કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
51 વર્ષીય આધેડે પોઝિટિવ રિપોર્ટ આવતા કરી આત્મહત્યા
આ ઉપરાંત નોઈડામાંથી વધુ એક આત્મહત્યાના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીના રહેવાશી 51 વર્ષીય વ્યક્તિની સારવાર કૈલાશ હોસ્પિટલમાં ચાલી રહી હતી. કોરોના વાયરસ સંક્રમિત થવાની પુષ્ટી થયા બાદ તે વ્યક્તિ ડિપ્રેશનમાં આવી ગયો હતો.
જેના પગલે શુક્રવારે તેણે હોસ્પિટલના પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના લોકોનો આરોપ છે કે પોલીસે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા માટે ઇન્કાર કરી દીધો છે. પરિવારજનો દવો કરી રહ્યા છે કે આ અંગે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી.undefined