એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કટરથી ગળું કાપીને આપઘાત કરી લેતા ચકચાર

એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કટરથી ગળું કાપીને આપઘાત કરી લેતા ચકચાર
આપઘાત કરનાર યુવતી.

પિતાએ વધુમાં જણાવ્યું કે, જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેની દીકરી તડપી રહી હતી. એવું લાગી રહ્યું હતું કે તેણી કંઈક કહેવા માંગે છે પરંતુ ગળું કપાયેલું હોવાથી તેણી બોલી શકતી ન હતી.

 • Share this:
  ઇન્દોર: મધ્ય પ્રદેશના ઇન્દોર (Indore)માં એક એન્જિનિયરિગ વિદ્યાર્થિની (Engineering student)એ ગળું કાપીને આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. વિદ્યાર્થિનીના પિતા AC રિપેરિંગન અને ફિટિંગનું કામ કરે છે. યુવતીએ કટરથી પોતાનું ગળું કાપી નાખ્યું હતું. યુવતીની બીજી બહેન જ્યારે સ્નાન કરીને બહાર નીકળી ત્યારે તેણીએ રૂમમાં લોહી જોયું હતું. જે બાદમાં તેણીએ બૂમાબૂમ કરી મૂકી હતી. પરિવારના સભ્યો પહોંચ્યા ત્યારે યુવતી લોહીથી લથબથ હાલતમાં પડી હતી. એવી પણ માહિતી મળી છે કે યુવતીની માતાનું 20 વર્ષ પહેલા નિધન થયું હતું. જે બાદમાં યુવતીના પિતાએ તેમના તમામ સંતાનોને એકલા હાથે ઉછેર્યાં હતાં.

  યુવતીની પિતા ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, ઘરે ફર્નિચરનું કામ હોવાથી તેમણે કારીગર બોલાવ્યા હતા. સવારે એક કારીગર આવ્યો હતો અને તેનો સામાન મૂકીને જતો રહ્યો હતો. કારીગરના કટરથી જ દીકરીએ ગળું કાપીને આપઘાત કરી લીધો હતો.  આ પણ વાંચો: પતિની હેવાનિયત: સામાન્ય ઝઘડામાં પત્નીનો પંજો અને બીજા હાથની આંગણીઓ કાપી નાખી

  મૃતકના પિતાએ જણાવ્યું કે, મોટી બહેનનું ગળું કપાયેલું જોઈને નાની બહેને બૂમાબૂમ કરી મૂકી હતી. તેની બાજુમાં કટર પડ્યું હતું, જેનું દોરડું પ્લગ સાથે જોડાયેલું હતું. પિતાએ વધુમાં જણાવ્યું કે, જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેની દીકરી તડપી રહી હતી. એવું લાગી રહ્યું હતું કે તેણી કંઈક કહેવા માંગે છે પરંતુ ગળું કપાયેલું હોવાથી તેણી બોલી શકતી ન હતી. થોડા સમય પછી તેણીનું મોત થઈ ગયું હતું. જે બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

  આ પણ વાંચો: જામનગર: સાળાની પત્ની સાથે અનૈતિક સંબંધમાં સાસરિયાઓએ જમાઈને પતાવી દીધો!

  પોલીસ તપાસમાં યુવતીને માઇગ્રેન હોવાનું અને તેની સારવાર ચાલી રહી હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થિની ખાનગી કૉલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી હતી. વિદ્યાર્થિનીએ શા માટે આપઘાત કરી લીધો છે તેની હાલ પોલીસ તપાસ કરી રહી છે.

  આ પણ વાંચો: શું તમે પણ માનસિક તણાવનો સામનો કરી રહ્યા છો? આ રહ્યા છૂટકારો મેળવવા માટેના ઘરેલુ નુસખા

  ઓમપ્રકાશના પરિવારમાં આપઘાત કરી લેનાર દીકરી ઉપરાંત બે દીકરી છે. ઓમપ્રકાશના એક પુત્રનું ત્રણ વર્ષ પહેલા કેન્સરની બીમારીને કારણે નિધન થયું હતું. આજથી 20 વર્ષ પહેલા ઓમપ્રકાશના પત્નીનું નિધન થયું હતું. જે બાદમાં તેમણે જ તમામ બાળકોની જવાબદારી સંભાળી હતી. ભાઈના મોત સમયે આપઘાત કરનાર વિદ્યાર્થિનીએ માઇગ્રેનની ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીએ જાતે જ કટરથી પોતાનું ગળું કાપી નાખ્યું છે. તેણીએ શા માટે આવું પગલું ભર્યું છે તેની તપાસ ચાલી રહી છે.undefined
  Published by:Vinod Zankhaliya
  First published:Mar 27, 2021, 3:12 pm

  टॉप स्टोरीज