મહિલાને સાસરીમાં કોઈપણ ઈજા થશે તો તેની પ્રાથમિક જવાબદારી પતિની રહેશે – સુપ્રીમ કોર્ટ

મહિલાને સાસરીમાં કોઈપણ ઈજા થશે તો તેની પ્રાથમિક જવાબદારી પતિની રહેશે – સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ પહેલા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પણ મહિલા સાથે મારપીટના આરોપમાં પતિને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો

સુપ્રીમ કોર્ટ પહેલા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પણ મહિલા સાથે મારપીટના આરોપમાં પતિને આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો

  • Share this:
    નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ પોતાની પત્ની સાથે મારપીટ કરનારા એક શખ્સની આગોતરા જામીન અરજી નકારતા જણાવ્યું હતું કે પત્નીને સાસરીમાં કોઈપણ પ્રકારની ઈજા થાય તો તેના માટે જવાબદાર પતિ રહેશે. મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબડે (CJI SA Bobde) ની બેન્ચે કહ્યું કે સાસરીમાં મહિલા પર ભલે બીજા કોઈ સંબંધીએ હુમલો કર્યો હોય પણ તેની પ્રાથમિક જવાબદારી તેના પતિ (Husband)ની રહેશે.

    સુપ્રીમ કોર્ટમાં જે કેસની સુનવણી ચાલી રહી છે તેમાં પુરૂષના આ ત્રીજા લગ્ન છે જ્યારે મહિલાના બીજા. લગ્નના એક વર્ષ બાદ 2018માં દંપતિને એક બાળક જનમ્યું. ગયા વર્ષે પોતાના પર કથિત હુમલામાં મહિલાએ લુધિયાણા પોલીસમાં તેના પતિ, સસરા અને સાસુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સાસરીવાળા વધુ દહેજ માંગતા હતા.



    મહિલાના પતિને CJIએ પૂછ્યું, કેવા માણસ છો તમે?

    સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા શરદ અરવિંદ બોબડેની બેન્ચ સમક્ષ મહિલાના પતિના વકીલે જામીનની માગ ચાલુ રાખી હતી. CJIની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું કે, કેવા પ્રકારના માણસ છો તમે? મહિલાનો આરોપ છે કે તમે તેની ગળું દબાવીને હત્યા કરવાના હતા. તેણે આરોપ લગાવ્યો છે કે તમે તેને ગર્ભપાત માટે મજબૂર કરી. તમે કેવા પ્રકારના માણસ છો જે પોતાની પત્નીને મારવા ક્રિકેટ બેટનો ઉપયોગ કરો છો?

    આ પણ વાંચો, જસપ્રીત બુમરાહ 14-15 માર્ચે ગોવામાં કરશે લગ્ન, આ યુવતી સાથે લેશે 7 ફેરા- રિપોર્ટ

    મહિલાના પિતાએ પતિ પર આરોપ લગાવ્યો છે કે તેમની દીકરીને મારવા માટે બેટનો ઉપયોગ કરવામાં આવ્યો. તેના પર સીજેઆઈએ કહ્યું કે, તેનાથી કોઈ ફેર નથી પડતો કે પતિએ મારપીટ માટે શેનો ઉપયોગ કર્યો. જ્યારે કોઈપણ મહિલાને સાસરીમાં કોઈ ઈજા થાય કે તેની સાથે મારપીટ થાય તો તેની પ્રાથમિક જવાબદારી પતિની છે. માટે પતિને આગોતરા જામીન આપવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો.

    આ પણ વાંચો, લગ્નના બે વર્ષ બાદ 2 પાકિસ્તાની દુલ્હન વાઘા બોર્ડરથી ભારત પહોંચી, પરિજનો થયા ભાવુક

    ઉલ્લેખનીય છે કે 2020માં ઘરેલુ હિંસા (Domestic Violence)ના કેસમાં ઘણી વૃદ્ધિ થઈ છે. કરોના મહામારીને કારણે લોકોને ઘરમાં વધુ રહેવુ પડ્યું અને સ્ત્રીઓ પર અત્યાચાર વધ્યો. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો નોંધનીય છે જેમાંસ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સાસરીમાં મહિલાને કોઈપણ ઈજા થાય તો તેની પ્રાથમિક જવાબદારી પતિની બને છે.undefined
    Published by:Mrunal Bhojak
    First published:Mar 9, 2021, 11:08 am

    टॉप स्टोरीज