REET પરીક્ષામાં પત્નીઓને કોપી કરાવતા 2 પોલીસકર્મી ઝડપાયા, 1.30 કલાક પહેલા આવી ગયું હતું પેપર

REET પરીક્ષામાં પત્નીઓને કોપી કરાવતા 2 પોલીસકર્મી ઝડપાયા, 1.30 કલાક પહેલા આવી ગયું હતું પેપર
પત્નીઓને ચોરી કરાવતા બે પોલીસ કર્મચારીઓ

Rajasthan crime news: રીટ પરીક્ષા દરમિયાન નકલ (Reet exam copy case) કરવા થવા કરાવવાના પ્રયાસમાં પોલીસે (Police) અડધો ડઝનથી વધારે જિલ્લાઓમાં આશરે 40 લોકોને પકડી લીધા હતા. જેમાંસાત સરકારી શિક્ષકો (Government treachers) પણ સામેલ હતા.

  • Share this:
    સવાઈ માધોપુરઃ રીટ પરીક્ષામાં (REET Exam) ચોરીને રોકવા (copy case in reet exam) માટે કરવામાં આવેલી નેટબંધીને પોલીસના (Police) જ કેટલાક કર્મચારીઓએ ભેદીને રાખી દીધી હતી. સવાઈ માધોપુર (savai madhopur) જિલ્લાની ગંગાપુર શરેહમાં (Gangapur city) બે પોલીસકર્મીઓએ (policemen) પોતાની પત્નીઓને (police wife) રાજસ્થાન અધ્યાપક પાત્રતા પરીક્ષા (Rajasthan Eligibility Examination for Teacher)ના લેવલ-2માં નકલ કરાવવાના આરોપીમાં પકડ્યા હતા. પોલીસે તેમની પત્નીઓ ઉપરાંત ચાર અન્ય અભ્યાર્થીઓની પણ ધરપકડ કરી હતી.

    મામલાની ગંભીરતાને જોઈને પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા હતા. રીટ પરીક્ષા દરમિયાન નકલ કરવા થવા કરાવવાના પ્રયાસમાં પોલીસે અડધો ડઝનથી વધારે જિલ્લાઓમાં આશરે 40 લોકોને પકડી લીધા હતા. જેમાંસાત સરકારી શિક્ષકો પણ સામેલ હતા.



    સવાઈ માધોપુરમાં 8 લોકોની ધરપકડ
    પ્રાપ્ત માહિતી અનુસાર ગંગાપુર સિટીમાં નકલ કરવાના આરોપમાં એસઓજી અને સવાઈ માધોપુર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરતા હેડ કોન્સ્ટેબલ યદુવીર સિંહ અને કોન્સ્ટેબલ દેવેન્દ્ર સિંહની ધરપકડ કરી છે. જ્યારે યદુવીર સિંહની પત્ની સીમા ગુર્જર અને દેવેન્દ્ર સિંહની પત્ની લક્ષ્મી ગુર્જર ઉપર અન્ય અભ્યર્થી આશીષ મીણા, ઉષા મીના, મનીષા મીણા અને દિલખુશ મીણાની પોલીસે ધરપકડ કરી છે. આ કાર્યવાહી બાદ સવાઈ માધોપુર પોલીસ અધીક્ષક રાજેશ સિંહને યદુવીર સિંહ અને દેવેન્દ્ર સિંહને સસ્પેન્ડ કરી દીધા હતા.

    આ પણ વાંચોઃ-મહિલા જેલર રાત્રે સંતાઈને બેરેકમાં જતી, કેદીઓ સાથે બાંધતી શરીર સંબંધ, હત્યાના દોષીઓને પણ ન છોડ્યા

    બંને પોલીસ કર્મીઓના મોબાઈલમાં રીટનું પેપર મળ્યું
    બંને પોલીસ કર્મીઓના મોબાઈલમાં રીટનું પેપર મળ્યું છે. બંને પોલીસ પોતાની પત્નીઓને નકલ કરાવી રહ્યા હતા. રીટ લેવલ-2નું પેપર સવારે 10 વાગ્યે શરુ થયું છે. માનવામાં આવી રહ્યું છે કે આ પહેલા જ રીટનું પેપર પોલીસ કર્મીઓ પાસે આવી ગયું હતું. ત્યારબાદ તેઓ પોતાની પત્નીઓને નકલ કરાવી રહ્યા હતા. પોલીસે બંને કર્મચારીઓના મોબાઈલ પણ જપ્ત કરી લીધા છે. પોલીસ મોબાઈલને વધુ તપાસ કરી રહી છે.

    આ પણ વાંચોઃ-મોરબીઃ મમુ દાઢીના હત્યારાઓ ઝડબાયા, ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, કોણ છે આરોપી?

    સિરોહીમાં સામે આવી પોલીસકર્મીની શંકાસ્પદ ભૂમિકા
    બીજી તરફ સિરોહી જિલ્લામાં પણ એક પોલીસકર્મીની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. ત્યારબાદ તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. એડિશનલ પોલીસ અધિક્ષક દેવેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, કાલનંદરી પોલીસ સ્ટેશમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શૈતાનારામને સસ્પેન્ડ કરાયો છે. શૈતાનારાામના મોબાઈલમાં રીટ પરીક્ષાને લઈને શંકાસ્પદ વોટ્સએપ ચેટ પણ મળી છે. પોલીસે આ મામલે તપાસ હાથધરી છે.undefined
    Published by:ankit patel
    First published:Sep 27, 2021, 10:27 pm

    टॉप स्टोरीज