રાજ્યના (Gujarat) છ મહાનગરો અમદાવાદ (Ahmedabad), રાજકોટ (Rajkot), વડોદરા (Vadodara), સુરત (Surat), ભાવનગર (Bhavnagar) અને જામનગરની (Jamnagar) પાલિકાની ચૂંટણીમાં (Local body Election) ભાજપનો ભગવો લહેરાયો છે.
છ મનપાની કુલ 576 બેઠકો પરથી ભાજપનો 483 બેઠકો પર વિજય થયો છે. કોંગ્રેસને 55 બેઠકો મળી છે. જ્યારે અન્યને 38 બેઠકો મળી છે. જેમાં આમ આદમી પાર્ટીની 27 બેઠકનો સમાવેશ થાય છે. ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2015ની ચૂંટણીમાં ભાજપે 389 પર જીત મેળવી હતી. કોંગ્રેસે 2015ની ચૂંટણીમાં 174 બેઠક પર જીત મેળવી હતી
ગુજરાત મહાનગરપાલિકાના પરિણામો પર (Gujarat Municipal Election Results)પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)ખુશી વ્યક્ત કરી છે. પીએમે ટ્વિટ કરીને કહ્યું કે આખા રાજ્યમાં નિગમના પરિણામો એ સાબિત કરે છે કે લોકો પ્રત્યે ગુડ ગર્વનન્સ પ્રતિ વિશ્વાસ યથાવત્ છે. રાજ્યની જનતાએ બીજેપીમાં ફરીથી વિશ્વાસ વ્યક્ત કર્યો તે બદલ હું ધન્યવાદ કરું છું. ગુજરાતની સેવા કરવી ગર્વની વાત
6 મહાનગરપાલિકાનું પરિણામ
અમદાવાદ : કુલ સીટ- 192, ભાજપ- 159, કોંગ્રેસ- 25, અન્ય 08
સુરત : કુલ સીટ- 120, ભાજપ- 93, કોંગ્રેસ- 00, આમ આદમી પાર્ટી- 27, અન્ય 08
વડોદરા : કુલ સીટ- 76, ભાજપ- 69, કોંગ્રેસ- 07, અન્ય 00
રાજકોટ : કુલ સીટ- 72, ભાજપ- 68, કોંગ્રેસ- 04, અન્ય 00
ભાવનગર : કુલ સીટ- 52, ભાજપ- 44, કોંગ્રેસ- 08, અન્ય 00
જામનગર : કુલ સીટ- 64, ભાજપ- 50, કોંગ્રેસ- 11, અન્ય 03undefined