સુરત: દિલ્હીમાં શાસનમાં રહેલી આમ આદમી પાર્ટી (Aam Adami Party)નો રાજ્યના ડાયમંડ સિટી સુરત (Diamond city Surat)થી પ્રવેશ થઈ ગયો છે. 21મી તારીખે યોજાયેલી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી (Surat municipal corporation election)ના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યારસુધી છ વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જીત થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીએ શહેરના વોર્ડ નંબર 1, 2, 4 , 5, 8, 16 અને 17માં જીત નોંધાવી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 8માં આપના એક મહિલા ઉમેદવારની જીત થઈ છે. જ્યારે અન્ય ત્રણ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. આ સાથે જ સુરતમાં આમ આદમી પાર્ટીએ 25 બેઠક જીતી લીધી છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી સુરતમાં કૉંગ્રેસ પાર્ટી ખાતું પણ ખોલાવી શકી નથી.
હાર્દિક પટેલના પ્રચારની અસર નહીં:
સુરતમાં કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલના પ્રચારની કોઈ અસર જોવા મળી નથી. 2015ની ચૂંટણી વખતે અહીં હાર્દિક પટેલ અને પાટીદાર આંદોલનની ખૂબ અસર જોવા મળી હતી. આ વખતે પાટીદારો પણ કૉંગ્રેસ પાર્ટીથી નારાજ જોવા મળ્યા હતા. આ દરમિયાન ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રવેશથી મતદારોએ કૉંગ્રેસના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીની પસંદગી ઉતારી છે. આ કારણે જ સુરતમાં આપને 13 બેઠક મળી ચૂકી છે.
છ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામના તમામ સમાચાર માટે અહીં ક્લિક કરો
કયા વોર્ડમાં આપના કયા ઉમેદવાર જીત્યા:
વોર્ડ નંબર-2:
1) મોનાલી અરવિંદભાઈ હિરપરા
2) રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયા
3) અલ્પેશ અશોકભાઈ પટેલ
4) ભાવનાબેન ચીમનભાઈ સોલંકી
વોર્ડ નંબર-4:
1) ધર્મેન્દ્ર છગનભાઇ વાવલિયા
2) મકવાણા ઘનશ્યામ ગોવિંદભાઇ
3) સેજલબેન જીજ્ઞેશભાઇ માલવિયા
4) કુંદનબેન હરેશભાઈ કોઠીયા
વોર્ડ નંબર-5
1) નિરાલી સંજયકુમાર પટેલ
2) અશોકભાઇ કરશનભાઇ ધામી
3) કિરણકુમાર ભગવાનભાઇ ખોખાણી
4) મનિષાબેન જગદીશભાઇ કુકડીયા
વોર્ડ નંબર-8:
1) જ્યોતીકાબેન વિનોદભાઈ લાઠીયા
આ પણ વાંચો:
આ પણ વાંચો: સુરત: મુંબઈ જઈ રહેલી કાર વહેતી કેનાલમાં ખાબકી, પોલીસકર્મીએ જીવના જોખમે ડ્રાઇવરનો જીવ બચાવ્યો
વોર્ડ નંબર-13:
1)હેમંતકુમાર ચંદ્રકાંતભાઈ ગાયવાલા
2) ક્રુણાલ દિપકકુમાર શાહ
3) ઈંદિરાબેન પ્રકાશભાઈ પટેલ
વોર્ડ નંબર-16:
1) જીતેન્દ્રભાઇ પાંચાભાઇ કાછડીયા
2) વિપુલભાઇ ધીરૂભાઇ મોવલીયા
3) શોભનાબેન કિરીટભાઇ કેવડીયા
4) પાયલ કિશોરભાઇ સાકરીયા
વોર્ડ નંબર-17:
1) ધર્મેશભાઇ જયંતિભાઇ ભંડેરી
2) રચના અંકુરભાઇ હિરપરા
3) સ્વાતીબેન જાધવભાઇ ઢોલરીયા
4) વિપુલભાઇ વશરામભાઇ સુહાગીયા
ક્યાં કેટલું મતદાન
અમદાવાદ---- 42.51%
સુરત---------- 45.51%
વડોદરા------- 47.99%
જામનગર------ 53.64%
રાજકોટ------- 50.75%
ભાવનગર------ 49.79%
કુલ----------- 45.64%
પુરુષ Vs મહિલા મતદારો
શહેર--------- પુરુષ--------- સ્ત્રી
અમદાવાદ---- 45.90%---- 38.80%
સુરત---------- 47.00%-----42.00%
વડોદરા------- 51.07%---- 44.76%
જામનગર----- 57.32%---- 49.78%
રાજકોટ------- 54.60%---- 46.60%
ભાવનગર----- 52.84%---- 45.88%
કુલ----------- 48.73%---- 42.18%
છ મહાનગરપાલિકામાં મતદાન યોજાયું
શહેર--------- વોર્ડ---------- બેઠક
અમદાવાદ---- 48----------- 192
સુરત---------- 30----------- 120
વડોદરા------- 19----------- 76
જામનગર ----- 16----------- 64
રાજકોટ------- 18----------- 72
ભાવનગર----- 13----------- 52
કુલ----------- 144----------- 576undefined