સુરત : જીવતો વીજતાર તૂટી મહિલાના ગળે વીંટળાઈ ગયો, પતિ-બાળકોની નજર સામે કરૂણ મોત

સુરત : જીવતો વીજતાર તૂટી મહિલાના ગળે વીંટળાઈ ગયો, પતિ-બાળકોની નજર સામે કરૂણ મોત
મૃતક ભાવના બહેનની ફાઇલ તસવીર

મહિલા 'બચાવો બચાવો'ની બૂમો પાડતી રહી હતી. ઘટનાના એક કલાક બાદ મેઈન લાઈન બંધ કરી મૃતદેહ (Dead Body) બહાર કાઢવાની ફરજ પડી

 • Share this:
  સુરત : સુરતના (Surat) અડાજણના (Adajan) ભાઠા ગામમાં જીઇબીની (SGVCL) બેદરકારીને લઈને ઘરના વાડામાં  કામ કરતી  મહિલા ઉપર જીવતો વીજતાર (Live wire) પડ્યો હતો. આ તાર નાગની જેમ મહિલાના ગળામાં વીંટળાઈ જતા શ્રમજીવી મહિલા તેના પતિ સહિતના લોકો નજર સામે જીવતી સળગતી હાલતમાં જોવા મળી હતી. જોકે  મહિલા 'બચાવો બચાવો'ની બૂમો પાડતી રહી હતી. જોકે, ચાલુ વીજલાઈનના કારણે કોઈ બચાવી શક્યું ન હતું. ઘટનાના એક કલાક બાદ મેઈન લાઈન બંધ કરી મૃતદેહ (Dead Body) બહાર કાઢવાની ફરજ પડી હતી.

  સુરતમાં ફરી એક વાર વીજ કંપનીની બેદરકારી સામે આવી છે. જોકે અહીંયા આ બેદરકારીને લઈને એક મહિલાને પોતાનો જીવ ગુમાવાની વારો આવ્યો હતો. સુરતના અડાજણ ખાતે આવેલ ભાઠા ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની મહિલા ભાવના બેન આજે પોતાના વાડામાં કામ કરી રહી હતી ત્યારે તેમના મકાન પરથી પસાર થતો ડીજીવીસીએલની લાઇનનો જીવતો વાયર ભાવના બેન પર તૂટીને તેના ગાળામાં વીંટળાઈ જતા ભાવના બેન જમીન પર ઢળી પડ્યા હતા.  મહિલાનો ધડથી ઉપરનો ભાગ બળીને ખાક થઈ ગયો ત્યાં સુધી લાઇન બંધ ન થઈ


  આ પણ વાંચો :  સુરત : દફનવિધિના બદલે થઈ ગયા અંતિમ સંસ્કાર! કોરોનામાં દીકરી ગુમાવી, મૃતદેહ પણ નસીબ ન થયો

  જોકે ઇલેક્ટ્રિક સપલ્યા ચાલુ હોવાને લઈને ભાવના બેન સળગવા લાગ્યા હતા અને પોતે પોતાને બચવા માટે બૂમો પડતા રહ્યા હતા.  બચાવો બચાવોની બુમો પાડતા આખું ફળિયું ભેગું થઈ ગઈ પણ કોઈ ભાવનાને બચાવી ન શક્યું. કારણકે વાયર જીવિત હતો જોકે આ ઘટના ને લઈને ભાવના બેનનું તેમના પતિ અને બાળકો સામે મુત્યુ થયું હતું

  જોકે ઘટનાની જાણકારી આપ્યા બાદ ડીજીવીસીએલ તંત્ર દ્વારા  30 મિનિટ બાદ ટીમ સાથે અને પોલીસ આવી હતી. એક કલાક બાદ ચાલુ વીજ લાઇન બંધ કરાતા ભાવનાનો સળગેલો મૃતદેહ બહાર કઢાયો હતો. જોકે આ લાઇન છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ આ વીજ લાઈન પરથી 3-4 વાર જીવીત વીજ લાઇનના તાર તૂટી ગયા બાદ લટકતા રહ્યા હોવાની ઘટના જોઈ છે. ચોથીવાર બનેલી ઘટનામાં ભાવનાને ડીજીવીસીએલની લાઈન ભરખી ગઈ હતી.

  આ પણ વાંચો :   પાલિતાણા : વ્યાજખોરોએ યુવક પર પેટ્રોલ છાંટ્યુ, દિવાસળી ચાપી જીવતો સળગાવ્યો

  કરન્ટમાં મૃત્યુ પામેલા ભાનના બહેનના બાળકોએ નજર સામે માતા ગુમાવી


  આ પણ વાંચો : પાકિસ્તાનનનો ટેણિયો બોર્ડર ક્રોસ કરીને ભારતની સીમામાં પહોંચી ગયો, BSFએ ફ્લેગ મીટિંગ કરી પરત સોપ્યો

  જોકે આ વિસ્તારમાં રહેલા લોકો ગરીબ હોવાને લઈને તેમની અનેક ફરિયાદ બાદ પણ તંત્ર એ ધ્યાન ન આપતા આ ઘટના બની છે. સ્થાનિક લોકોની માંગ છે કે તંત્રની બેજવાબદારી છે તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ લાઇનમાં રહેલા વાયર  20-25 વર્ષ જૂનાં છે અને તેમાં અધિકારીઓની બેદરકારી અમે આવી છે ત્યારે જોવાનું એ રહીયુ કે આ મામલે પોલીસ કોના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી પગલાં ભરે છે.undefined
  Published by:Jay Mishra
  First published:Apr 5, 2021, 1:32 pm

  टॉप स्टोरीज