સુરત: પ્રથમ પત્નીની જાણ બહાર જ પતિએ કર્યા બીજા લગ્ન, પછી થઇ જોવા જેવી

સુરત: પ્રથમ પત્નીની જાણ બહાર જ પતિએ કર્યા બીજા લગ્ન, પછી થઇ જોવા જેવી
પ્રતીકાત્મક તસવીર

મહિલાના પતિએ પહેલી પત્નીની પરવાનગી વગર બીજા લગ્ન કર્યા હતા અને તેને માર માર્યો હતો.

 • Share this:
  સુરતમાં (Surat) એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પતિએ (Husband) બીજા લગ્ન કર્યા બાદ પ્રથમ પત્નીનું  (wife) ગળું દબાવી માર મારતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. લાલ ગેટ વિસ્તારમાં રહેતી મહિલાના પતિએ પહેલી પત્નીની પરવાનગી વગર બીજા લગ્ન કર્યા હતા અને તેને માર માર્યો હતો. બનાવ અંગે  બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  સુરતમાં મહિલાઓ પર અત્યાચારની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં ખાસ કરીને ઘર કંકાસને લઈને મહિલાઓ ઉપર અત્યાચારની ઘટના વધારે પ્રમાણમાં બની રહી છે. ત્યારે આવી જ એક ઘટના શહેરના લાલ ગેટ વિસ્તારમાં બની છે. જ્યાં પ્રથમ પત્નીની પરવાનગી વિના બીજા લગ્ન કરતા પતિ સાથે ઝઘડો થયો હતો. પતિએ પ્રથમ પત્નીનું ગળુ દબાવી માર માર્યો હતો.  SOU જવાનું વિચારતા પહેલા વાંચો આ સમાચાર: પાવર હાઉસ અને ક્રૂઝ બોટ થયા બંધ

  સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા હોડી બંગલા બોમ્બેવાલા બિલ્ડિંગમાં રહેતા જાવીદ અબ્દુલ અઝીઝ શેખના લગ્ન વર્ષ 2018માં નાનપુરા વિસ્તારમાં રહેતી યુવતી સાથે થયા હતા. જોકે લગ્નના થોડા દિવસો બાદ જ ઘર કંકાસ વધી જતા યુવતી પિયર આવી ગઈ હતી ઘર કંકાસના કારણે છેલ્લા બે વર્ષથી તે પિયરમાં જ રહેતી હતી.

  વડોદરામાં આઠ નવજાત બાળકોનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, આરોગ્ય વિભાગ દોડતું થયું

  પતિએ તેની પરવાનગી વિના જ બીજા લગ્ન કરી લીધા હતા. જેને લઈને યુવતી તેના ત્રણ ભાઇ અને કાકી સાથે પતિના ઘરે ગઈ હતી અને ત્યાં તેની સાથે ઝઘડો કર્યો હતો. સાથે જ પતિ સામે ચપ્પુ પણ ફેંક્યું હતુ. જેને લઇને રોષે ભરાયેલા જાવેદે યુવતીનું ગળું દબાવીને માર માર્યો હતો.  યુવતીને માર મારતા તેના ભાઈઓ તરત જ દોડી આવ્યા હતા અને જાવેદને માર માર્યો હતો. બનાવ અંગે બંને પક્ષોએ લાલગેટ પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી જેને લઇને પોલીસે ગુના નોંધી આ સમગ્ર મામલે તપાસ શરૂ કરે છે.undefined
  Published by:Kaushal Pancholi
  First published:Apr 1, 2021, 2:05 pm

  टॉप स्टोरीज