સુરત : 'ધાબામાં ઊંગ્યો તો...', 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, બુમાબુમ કરતા હવસખોર સંતાયો

સુરત : 'ધાબામાં ઊંગ્યો તો...', 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, બુમાબુમ કરતા હવસખોર સંતાયો
પ્રતિકાત્મક તસવીર

પોલીસે તપાસ કરતા ભોગ બનનાર બાળકે આરોપી દ્વારા તેની સાથે આવું બેથી 3 વાર કર્યું હોવાની વાત સામે આવી

 • Share this:
  સુરત : શહેરમાં બાળકી બાદ હવે બાળકો બની રહ્યા છે હવસ ખોરનો શિકાર. ગરમીને લઈને ધાબા પર સુતેલા 10 વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. બાળકના પિતા સાથે કામ કરતાં વતનવાસી હવસખોર યુવકે જ બદકામ કર્યું હતું. જેથી બાળકે બુમાબુમ કરતા પરિવાર દોડી આવતા બાળકે પોતાની સાથે બનેલી ઘટનાની જાણકારી આપતા પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે હવસખોરને ઝડપી પાડ્યો છે.

  સુરતમાં સતત ગુના ખોરી વધી રહી છે, તેમાં પણ હવસ ખોરો નાની-નાની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવતા હોય છે. સાથે બાળકીની છેડતીના પણ પણ મામલા સામે આવતા હોય છે, ત્યારે ઈચ્છાપોર વિસ્તારમાં હવસખોર ઈસમ દ્વારા બાળકીની જગ્યાઓ પર બાળકને નિશાન બનવાનો મામલો સામે આવ્યો છે. સુરતના ઇચ્છાપોર ખાતે આવેલ મોરાગામમાં રહેતા અને હજીરાની કંપનીમાં રીંગરમેન તરીકે કામ કરતાં પરિવારનું બાળક ઉનાળાની ગરમીના કારણે ધાબા પર નિંદરમાં હતુ, આ દરમિયાન રાત્રે પાડોશમાં રહેતા વતનવાસી બિપીન રમેશરજક મૈથાએ બાળકના ઊંઘમાં જ કપડા ઉતારીને હવસ સંતોષવા પ્રયાસ કર્યો હતો.  આ પણ વાંચોમાલકીનને લઈ નોકર ફરાર, પત્નીનો ફોટો લઈ માલિક શોધવા ભટકી રહ્યો, બાળકોની રડી-રડી હાલત ખરાબ

  બાળકને દુઃખાવો થતાં બૂમાબૂમ કરવા લાગ્યો હતો. બાળકનો અવાજ સાંભળતા જ પરિવાર તાત્કાલિક ધાબા પર દોડી આવ્યો હતો, બાળકે સમગ્ર વાત પરિવારને કરતાં આરોપી બિપીન મૈથા રૂમનો દરવાજો બંધ કરીને છુપાઈ ગયો હતો. બાળકે તમામ હકીકત કહેતા પિતાએ બિપીનની રૂમ પર જઈ ગુસ્સો કાઢયો હતો. બિપીને દરવાજો ન ખોલતા પોલીસ બોલાવી પડી હતી.

  આ પણ વાંચો - ખુશખબર! રસોઈ ગેસ સસ્તો થશે, ગુરૂવારે નવી કિંમત લાગુ થશે, જાણો LPG સિલિન્ડર કેટલો સસ્તો થશે

  પોલીસ કર્મચારીઓએ આરોપીને એના જ રૂમમાંથી બહાર કાઢી અટક કરી હતી, ત્યારે બીજીબાજુ, માસૂમ બાળકને આજે તબીબી તપાસ માટે સિવિલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતા ભોગ બનનાર બાળકે આરોપી દ્વારા તેની સાથે આવું બેથી 3 વાર કર્યું હોવાની વાત સામે આવી છે. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.undefined
  Published by:kiran mehta
  First published:Apr 1, 2021, 10:39 pm

  टॉप स्टोरीज