સુરત : છ વર્ષથી પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી યુવતીએ કર્યો આપઘાત, પ્રેમી અને તેના પરિવાર સામે નોંધાયો કેસ

સુરત : છ વર્ષથી પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી યુવતીએ કર્યો આપઘાત, પ્રેમી અને તેના પરિવાર સામે નોંધાયો કેસ
પ્રતિકાત્મક તસવીર

યુવતીને જો ન રહેવું હોય તો બે લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, જેથી યુવતી ફરી પ્રેમી સાથે રહેવા લાગી હતી.

 • Share this:
  સુરત : શહેરના કાપોદ્રા વિસ્તારમાં આજથી છ વર્ષ પહેલા ભાગીને લિવઈનમાં રહેતી યુવતીએ આજથી ત્રણ દિવસ પહેલા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પ્રેમી અને પ્રેમીના માતા-પિતા વિરુદ્ધ યુવતીના પિતાએ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે, જેને લઈને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે

  પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ સાવરકુંડલાના એક પરિવારની દીકરી આજથી 6 વર્ષ પહેલા પોતાના ઘર નજીક રહેતા યુવાન સાથે આંખ મળી જતા પોતાના પ્રેમી સત્યમ મગન વસોયા સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ સત્યમ સાથે મૈત્રી કરાર કરીને રહેવા લાગી હતી. જોકે, પહેલા તો આ બંનેનું જીવન બરાબર ચાલતું હતું પણ ત્રણ મહિના બાદ બંને વચ્ચે નાની નાની બાબતે ઝગડા ચાલતા હોવાને લઈને આ યુવતી તેના પિતાને ત્યાં આવીને રહેવા લાગી હતી. જોકે યુવતીને વારંવાર મનાવવા છતા આવી નહીં તો પ્રેમીએ સાવરકુંડલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને યુવતીને જો ન રહેવું હોય તો બે લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, જેથી યુવતી ફરી પ્રેમી સાથે રહેવા લાગી હતી.  આ પણ વાંચોઅવૈધ સંબંધ : 5 વર્ષની દીકરી પ્રેમી સાથે જોઈ ગઈ તો મા ગભરાઈ, પતિથી બચવા કર્યું આ ભયંકર કામ

  આ ઘટના બાદ યુવતીને લઈ તેનો પ્રેમી સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ રચના સોસાયટીમાં રહેવા આવી ગયો હતો. જોકે પોલીસ મથકે થયેલી ફરિયાદ બાદ આ યુવતીએ તેના પિયર સાથે છેલ્લા 6 વર્ષથી કોઈ સંપર્ક રાખ્યો ન હતો. હવે આ યુવતીએ પ્રેમીના ત્રાસને લઈને આવેશમાં આવી ગત તારીખ 4 એપ્રિલના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

  આ પણ વાંચોબે મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત, એક યુવતીએ તો પોલીસ સ્ટેશન પરિસરમાં જ જીવન ટુંકાવ્યું

  આ ઘટનાની જાણકારી પ્રેમી યુવકે યુવતીના પરિવારને આપી હતી. જેથી યુવતીનો પરિવાર તાત્કાલિક બનાવ સ્થળ પર દોડી ગયો હતો, અને આ મામલે પોલીસને જાણકારી આપી હતી. અને પોતાની પુત્રીની અંતિમ ક્રિયા થયા બાદ પ્રેમી યુવક અને તેના પરિવાર વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ આપતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.undefined
  Published by:kiran mehta
  First published:Apr 7, 2021, 3:51 pm

  टॉप स्टोरीज