સુરત : શરમજનક ઘટના! પરિણાતા સાથે જેઠે કરી બિભત્સ હરકત, દહેજ માટે સાસરિયા બેફામ 

સુરત : શરમજનક ઘટના! પરિણાતા સાથે જેઠે કરી બિભત્સ હરકત, દહેજ માટે સાસરિયા બેફામ 
પ્રતિકાત્મક તસવીર

સુરતમાં દહેજ અને અત્યાચારની ચોંકાવનારી ઘટના, સગા ભાઈની પત્ની સાથે મોટા ભાઈએ કરી 'ગંદી હરકત'

 • Share this:
  સુરતમાં એક પરિણીતાને છેલ્લા કેટલાક સમયથી સાસરિયા (in laws) દહેજ માટે હેરાન કરતા હતા હદ ત્યારે થઇ ગઈ કે દહેજની હેરાન ગતિમાં જેઠ (Brother in Law) દ્વારા પરણીતાને બાથમાં લઇને તેની શારીરિક (Molested) છેડતી કરતા પરણીતાએ પરિવાર ને જેઠ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી મહિલા સામે અતયાચારની સતત ફરિયાદ સામે આવી રહી છે. તેમાં પણ મહિલાને દહેજ અને તેની શારીરિક છેડછાડની ફરિયાદમાં સતત વધારો થી રહ્યો છે. ત્યારે વધુ એક ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવા પામી છે.

  સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી ખાતે રહેતી યુવતીના રામપુરા વિસ્તારમાં વર્ષ 2016માં વાહીદ અહેમદ પટેલ સાથે લગ્ન થયા હતા જોકે લગ્નના બે મહિના પરણિતાએં પરિવારે સારી રીતે રાખીં હતી અને બાદમાં તેને દહેજનાના નામે માનસિક ત્રાસ આપવાનો પરિવારે શરુ કર્યો હતો.  આ પણ વાંચો : સુરત : વરાછામાં રોડ રોમિયોનો આતંક! હીરાના કારખાનામાં કામ કરતી મહિલાને કહ્યું, 'એ આઇટમ'

  સાસુ જમીલા અહેમદ પટેલ, નણંદ મુમતાઝ અહેમદ પટેલ અને સસરા અહેમદ અલી પટેલે ઘરના કામકાજ બાબતમાં મ્હેણાં ટોણાં મારવાનું શરૂ કર્યુ હતું. ઉપરાંત જમવાનું બનાવતા આવડતું નથી એમ કહી અપશબ્દો ઉચ્ચારી દહેજમાં ટુ વ્હીલરની માંગણી કરી હતી.

  જોકે પરિવારનો આ ત્રાસ આ પરણિતા સહન કરતી હતી. જોકે થોડા સમય પહેલા પરિણીતાની તબિયત બગડી હતી. ત્યારે તેની ખબર અંતર પૂછવા તેની બહેન અને માતા આવી હતી તે સમયે આ પરિણીતાના સારિયા દ્વારા તેમની સાથે ઝઘડો કરી દહેજને લઈને તેમને પણ અનેક વાતો સંભળાવી હતી અને પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી.

  આ પણ વાંચો :  અમદાવાદ : આપઘાતની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના! રીવરફ્રન્ટ પર અંતિમ video બનાવી પરિણીતાએ જિંદગી ટૂંકાવી

  પણ પરિણીતાના પરિવારે મામલો થાળે પાડ્યો હતો. જોકે હદ ત્યારે થઇ ગઈ કે પરિણીતાને દહેજ માટે પરિવાર ત્રાસ આપતું હતું પણ આ પરણિતા પર તેના જેઠે દાનત બગાડી અને પરિણીતાને પોતાની બાથમાં ભરી લઈને તેની છેડતી કરી હતી. જેને લઈને પરિણીતાએ આ મામલે છેડતી અને પરિવાર સામે દહેજ માટે ત્રાસ આપતા હોવાની ફરિયાદ લાલગેટ પોલીસ મથકે નોંધાવી હતી જોકે પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.undefined
  Published by:Jay Mishra
  First published:Mar 1, 2021, 1:16 pm

  टॉप स्टोरीज