સુરત : પેટના દુ:ખાવાની સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત, પરિવારે હૉસ્પિટલ પર કર્યા ગંભીર આક્ષેપો

સુરત : પેટના દુ:ખાવાની સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત, પરિવારે હૉસ્પિટલ પર કર્યા ગંભીર આક્ષેપો
મૃતક મહિલાની ફાઇલ તસવીર

પહેલી એપ્રિલે આંતરડામાં કાણા હોવાનું કહેવાયું, બીજીએ હાર્ટની તકલીફ હોવાનું કહ્યું, કોઈ પણ ડોક્ટર સાચી માહિતી ન આપતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.'

 • Share this:
  શહેરની એક ખાનગી હોસ્પિટલમાં વૃદ્ધ મહિલાના મોત (Death of Corona positive woman) બાદ હોબાળો મચી જવા પામ્યો છે. મહિલાને પેટમાં દુખાવો રહ્યો હતો. જેથી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. જો કે હોસ્પિટલ દ્વારા વૃદ્ધાને આંતરડામાં કાણા, હાર્ટની બીમારી અને શ્વાસની તકલીફ પડી રહી હોવાના રોજ અલગ અલગ કારણો બતાવાતા પરિવારજનોએ કોરોનાનો ડર બતાવી રૂપિયા પડાવવાનો ધંધો ચાલી રહ્યો હોવાનો આરોપ લગાડ્યો છે. સાથે જ હોસ્પિટલની સારવાર સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતાં. જો કે આ મૃતક મહિલા સાથે વાત કર્યાનો વીડિયો કોલ રેકોર્ડ પણ સામે આવ્યો છે.

  સુરતમાં રહેતા સંજય મણિલાલ પટેલનાં માતા ભારતીબેન મણિલાલ પટેલને પેટમાં દુઃખાવાની ફરિયાદ બાદ સારવાર માટે 30 તારીખે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે 31મીએ ક્રોરોના પોઝિટિવ આવ્યો હોવાનું કહેવાયું હતું. મૃતક વૃદ્ધાનાં દીકરાએ જણાવ્યું હતું કે,  'પહેલી એપ્રિલે આંતરડામાં કાણા હોવાનું કહેવાયું, બીજીએ હાર્ટની તકલીફ હોવાનું કહ્યું, કોઈ પણ ડોક્ટર સાચી માહિતી ન આપતો હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું હતું.'  પરિવારે ખાનગી હૉસ્પિટલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.


  આ પણ વાંચો : પાલિતાણા : વ્યાજખોરોએ યુવક પર પેટ્રોલ છાંટ્યુ, દિવાસળી ચાપી જીવતો સળગાવ્યો

  'બીજી એપ્રિલે તબિયત ખરાબ હોવાનું કહી સવારે 7:30 વાગ્યાના બોલાવી લીધા હતાં. સમાજના તમામ લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતાં. તમામ ચિંતિત હતા. ભારતીબેન હયાત છે કે, એમનું મૃત્યુ થયું છે. એ બાબતે જાણવા માગતા હતાં. હોસ્પિટલના ડોક્ટરો ફોન ઉપાડવાની વાત તો દૂર કોઈ જવાબ આપવા તૈયાર ન હતાં.'

  પરિવારજનો વૃદ્ધ મહિલાની તબિયત જાણવા પરિવારજનો  ભર ગરમીમાં 11 વાગ્યા સુધી હોસ્પિટલની બહાર બેસ્યા હતા. જ્યાં મહિલાની તબિયતમાં હવે સુધારો છે, તેવુ જણાવ્યું હતું. પછી કહ્યું ફેફસામાં ઇન્ફેક્શન હોવાથી અને ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું હોવાથી નળી નાખવી પડશે. એટલે વેન્ટીલેટર ઉપર લેવું પડશે. પછી રાત્રે કહ્યું મૃત્યુ થઈ ગયું છે. અને ત્યારબાદ કહ્યું કે તેઓની હાલત ગંભીર છે

  આ પણ વાંચો :  પાકિસ્તાનનનો ટેણિયો બોર્ડર ક્રોસ કરીને ભારતની સીમામાં પહોંચી ગયો, BSFએ ફ્લેગ મીટિંગ કરી પરત સોપ્યો

  અને આજે સવારે 3 જીએ સવારે કહ્યું ભારતીબેનનું સવારે મોત નીપજ્યું છે. પરંતુ સમગ્ર બાબત ડોક્ટરો પાસે કોઈ જવાબ નથી. જો કે 2જી એ જ મહિલાએ વીડિયો કોલિંગથી વાત કરી હતી. જેનો વિદોયો સામે આવ્યો છે. જ્યાં તેઓને બીજી હોસ્પિટલમાં લઈ જવાની વાત પણ કરી હતી.undefined
  Published by:Jay Mishra
  First published:Apr 3, 2021, 4:21 pm

  टॉप स्टोरीज