નવી દિલ્હી: ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉન (Michael Vaughan)નું માનવું છે કે, રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન તરીકે ઘોની બાદ સૌથી પહેલુ નામ છે. તેમણે કહ્યું કે, હવે ઘણાં સમય સુધી ઘોની ક્રિકેટ નહી રમી શકે અને સીએસકે મેનેજમેન્ટે જાડેજાને ધ્યાનમાં રાખીને ટીમ બનાવવી જોઇએ. કારણ કે, તે એક સારા બેસ્ટમેનની સાથે સારો બોલર અને ખતરનાક ફિલ્ડર છે અને તેની માનસિકતા ખુબ જ સારી છે.
વૉનએ ક્રિકબઝ સાથે વાત કરતા જણાવ્યું કે, ઘોની હવે 2-3 વર્ષ ક્રિકેટ રમશે અને સાચી વાત કહીએ તો, આનાથી લાબુ તે કદાચ નહી રમી શકે, માટે ટીમ મેનેજમેન્ટએ એવાતને અનુલક્ષીને આગામી 2-3 વર્ષમાં તે અંગેની ટીમ બનાવવી જોઇએ. મારા ધ્યાનમાં રવિન્દ્ર જાડેજા ઘોની બાદ ટીમના ઉતરાઅધિકારી તરીકે જોવ છું જેની અનુલક્ષીને આગામી ટીમ બનાવવી જોઇએ. તે બોલ બેટ અને ફિલ્ડીંગમાં જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે.
જાડેજાની ઓલરાઉન્ડર રમત તેની સૌથી મોટી તાકાત
આ અંગે વૉનએ કહ્યું કે જાડેજા બેટીંગ કરવા માટે ઉપર પણ આવી શકે છે. તે નવા બોલથી બેટીંગ કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે જાડેજા એક એવો ખેલાડી છે જે ચોથા કે પાંચમાં સ્થાન પર બેટીંગ કરી શકે છે. તથા સામેની ટીમને જોઇને તમે તેની સાથે બોલીંગની પણ શરૂઆત કરાવી શકો છો. અને તેને મહત્વની ફિલ્ડીંગ પોઝીશન પર તમે ઉભો રાખી શકો છો.
જાડેજાએ 8 રન બનાવ્યા 2 વિકેટ લીધી અને 4 કેચ પણ પકડ્યા હતા.
આ મેચ રવિન્દ્ર જાડેજા માટે ખાસ સાબિત થઇ હતી. જ્યારે ધોની માટે કેપ્ટન તરીકે તેની 200મી મેચ હતી. તેવામાં તમામ ખેલાડીઓ તેમનું યોગદાન આપવા માંગતા હતા. જાડેજાએ પહેલા બેટીંગ કરીને 8 રન બનાવ્યા હતા. ત્યાર બાદ બોલીંગ કરતા તેણે 28 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે જોરદાર ફિલ્ડીંગ કરતા 4 કેચ પણ પકડ્યા હતા એટલે કે જાડેજાએ 6 વિકેટ લેવામાં તેનું યોગદાન આપ્યું હતું. ચેન્નાઇની ટીમે પહેલા બેટીંગ કરતા 9 વિકેટના નુકશાને 188 રન બનાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાન 9 વિકેટ ગુમાવીને 143 રન કરી શકી હતી અને રાજસ્થાનની ત્રણ મેચમાં આ બીજી હાર છે.undefined
Published by:kuldipsinh barot
First published:Apr 20, 2021, 5:07 pm