Realme Band 2: 3 હજારથી ઓછી કિંમતના આ ફિટનેસ બેન્ડના ફીચર્સ છે જોરદાર, અહીં જાણો વિગત

Realme Band 2: 3 હજારથી ઓછી કિંમતના આ ફિટનેસ બેન્ડના ફીચર્સ છે જોરદાર, અહીં જાણો વિગત
આ બેન્ડમાં 90 સ્પોર્ટ્સ મોડ્સ આપવામાં આવ્યા છે.

Realme Band 2: આ વોચમાં ફિટનેસ ટ્રેકિંગ માટે ક્રિકેટ, હાઇકિંગ, રનિંગ અને સ્વિમિંગ સહિના 90 સ્પોર્ટ્સ મોડ્સ આપવામાં આવ્યા છે.

  • Share this:
    નવી દિલ્હી: ચીનની કંપની રિયલમી (Realme) મુખ્યત્વે તેના સ્માર્ટફોન (Smatphone) માટે જાણીતી છે. કંપની દ્વારા સ્માર્ટફોન ઉપરાંત રિયલમી ઈયરબડ્સ, ફિટનેસ બેન્ડ, પાવર બેન્ક અને અન્ય ગેજેટ્સ પણ સમયાંતરે બજારમાં લોન્ચ થાય છે. Realmeએ તાજેતરમાં ભારતમાં નવું ફિટનેસ બેન્ડ લોન્ચ કર્યું હતું. આ ફિટનેસ બેન્ડનું નામ Realme Band 2 છે.

    Realme Band 2: કિંમત અને ક્યાંથી ખરીદી શકાય?



    આ બેન્ડ ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને કંપનીની સત્તાવાર વેબસાઇટ Realme.com પર મળશે. તેને 2,999. રૂપિયામાં ખરીદી શકાય છે. તેને 104 રૂપિયાના પ્રારંભિક EMI પર ખરીદી શકાય છો.

    Realme Band 2માં કંપની 18 MMનો યુનિવર્સલ ઇન્ટરચેન્જેબલ સ્ટ્રેપ આપી રહી છે. યૂઝર્સ તેમની પસંદગી અને મૂડ અનુસાર સ્ટ્રેપ બદલી શકે છે. બેન્ડમાં હાર્ટ રેટ પર નજર રાખવા માટે GH 3011 સેન્સર છે. આ સેન્સર યૂઝર્સના હૃદયના ધબકારા પર સતત નજર રાખે છે. નોંધનીય બાબત એ છે કે, જો હૃદયના ધબકારા વધે તો તે યૂઝર્સને એલર્ટ પણ કરવામાં આવે છે. આ વોચમાં ફિટનેસ ટ્રેકિંગ માટે ક્રિકેટ, હાઇકિંગ, રનિંગ અને સ્વિમિંગ સહિના 90 સ્પોર્ટ્સ મોડ્સ આપવામાં આવ્યા છે.

    Realme Band 2 દૈનિક અને સપ્તાહના કુલ કસરતનો રેકોર્ડ રાખે છે. તે બર્ન કરેલી કેલરીનો પણ રેકોર્ડ રાખે છે. તે 5 ATM વોટર રેઝિસ્ટન્ટ સાથે આવે છે. તેની બેટરી એકવાર ચાર્જ થયા પછી તે 12 દિવસ સુધી ચાલે છે. તેને Realme Link એપ્લિકેશનનો ઉપયોગ કરીને કંટ્રોલ કરી શકાય છે. સ્માર્ટ બેન્ડ 50 થી વધુ ડાયલ ફેસ આપે છે.

    Realme Band 2ના ફીચર

    - 1.4ની કલર ડિસ્પ્લે અને 167x320 રિઝૉલ્યુશન
    - 500nits બ્રિટનેસ
    - બ્લડ ઓક્સિજન મોનીટર
    - હાર્ટ રેટ મોનીટર
    - 90થી વધુ સ્પોર્ટ્સ મોડ
    - બેન્ડમાં 50+ કસ્ટમાઇઝ કરી શકાય તેવા ડાયલ ફેસ
    - 50 મીટર સુધી વોટરપ્રૂફ
    - સ્લીપ ક્વોલિટી મોનિટર
    - 204 mAhની બેટરી
    - બ્લૂટૂથ 5.1
    - Photodiode (PD), એનલોગ ફ્રન્ટ એન્ડ અને એક GH3011 સેન્સર

    આ પણ વાંચો: એન્ડ્રોઇડ 12: નવી મોબાઇલ OSમાં તમને મળશે આ 7 મજેદાર ફીચર્સ

    ગૂગલ દ્વારા એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ (Android operating system)માં યૂઝર્સને અનુકૂળતા અને સુવિધાઓ મળી રહે તે માટે સમયાંતરે અપડેટ લાવવામાં આવે છે. અત્યારે ગૂગલ (Google) સત્તાવાર રીતે એન્ડ્રોઈડ 12 મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ બધા જ યૂઝર્સને મળે તે માટે પ્રયત્નશીલ છે. ત્યારે એન્ડ્રોઈડ 12ના લોન્ચિંગ પહેલા એન્ડ્રોઈડ OSમાં મસમોટા અપડેટની જાહેરાત કરવામાં આવી છે. જેમાં યૂઝર્સ માટે સ્માર્ટફોન કંટ્રોલ કરવા જેસ્ચર, સ્માર્ટફોનને ટીવી રિમોટ તરીકે ઉપયોગ કરવાની સુવિધા તેમજ સુરક્ષા માટે ફોટો અને વીડિયોને પાસકોડ પ્રોટેક્ટ કરવા સહિતના અલગ અલગ ઘણા ફીચરનો સમાવેશ થાય છે. જેથી અહીં એન્ડ્રોઈડના આ ફીચર્સ અંગે ઊંડાણથી માહિતી આપવામાં આવી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)undefined
    Published by:Vinod Zankhaliya
    First published:Sep 27, 2021, 3:49 pm

    टॉप स्टोरीज