Banking News: પહેલી ઓક્ટોબરથી 2 બેંકોની ચેકબુક થઈ જશે અમાન્ય, જાણો કેવી રીતે થશે અપડેટ

Banking News: પહેલી ઓક્ટોબરથી 2 બેંકોની ચેકબુક થઈ જશે અમાન્ય, જાણો કેવી રીતે થશે અપડેટ
PNBએ ટ્વીટ કર્યું કે, OBC અને UBIની ચેકબુકની માન્યતા 1 ઓક્ટોબરથી ખતમ જઈ જશે. (પ્રતીકાત્મક તસવીર)

OBC અને UBIના ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર, જૂની ચેકબુક હવે માન્ય નહીં રહે, PNBની નવી ચેકબૂક ઇશ્યૂ કરાવવા માટે ભરો આ પગલાં

  • Share this:
    નવી દિલ્હી. અનેક બેંકોના વિલય બાદ તેને સંબંધિત ઘણા નિયમો બદલાઈ ગયા છે, તે ચેકબુકનો મામલો (Cheque Book Issue) હોય કે આઇએફએસસી કોડ (Bank IFSC Code) હોય. આવું જ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC) અને યૂનાઇટેડ બેંક ઓફ ઈન્ડિયાની (UBI) સાથે પણ છે. આ બંને બેંક પંજાબ નેશનલ બેંક (PNB) સાથે મર્જ થઈ ગઈ છે.

    મુખ્ય રીતે આ બંને બેંકોના ગ્રાહકોને નવી ચેકબુક ઇશ્યૂ કરાવવી પડશે કારણ કે જૂની ચેકબુક હવે માન્ય નહીં રહે. ગ્રાહક 1 ઓક્ટોબર બાદથી જૂની ચેકબુકનો ઉપયોગ નહીં કરી શકે. જૂની ચેકબુકને હવે PNB ચેકબુક સાથે બદલવી પડશે.



    પંજાબ નેશનલ બેંકે આપી જાણકારી

    PNBએ ટ્વીટ કર્યું કે, OBC અને UBIની ચેકબુકની માન્યતા 1 ઓક્ટોબરથી ખતમ જઈ જશે. કૃપા કરીને નવા IFSC અને MICRના માધ્યમથી તેને PNBની ચેકબુથી બદલી લો. બેંકે આ ફેરફારની જાણકારી ગ્રાહકોને અનેક SMS મોકલીને પણ આપી છે.

    શું હશે પ્રક્રિયા?

    ગ્રાહક નવી ચેકબુક માટે ATM, ઇન્ટરનેટ બેન્કિંગ અને PNB કોલ સેન્ટરના માધ્યમી અરજી કરી શકે છે. ગ્રાહક નજીકની બ્રાન્ચ કે PNB ONE એપથી ચેકબુક માટે અરજી કરી શકે છે. બેંકે કહ્યું છે કે PNBના ટોલ-ફ્રી નંબર 1800-180-2222 પર કોલ કરીને નવી ચેકબુક સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની સમસ્યાનું નિવારણ મેળવી શકાય છે.

    SBIએ જાહેર કરી જરૂરી નોટિસ

    દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા (SBI)એ ગ્રાહકોને એક જરૂરી નોટિસ જાહેર કરી 30 સપ્ટેમ્બર, 2021 પહેલા પોતાના PAN કાર્ડને આધાર સાથે લિંક (PAN Aadhaar Link) કરવા કહ્યું છે. જો SBI ગ્રાહક નિયત સમયમર્યાદાની અંદર આવું નહીં કરે તો તેમને બેન્કિંગ સર્વિસિસ (Banking Services) લેવામાં મુશ્કેલી થશે.

    આ પણ વાંચો, સસ્તું ઘર ખરીદવાની તક! કોટક મહિન્દ્રા બેંકે Home Loan પર વ્યાજ દર ઘટાડ્યા

    નોંધનીય છે કે, સરકારે PAN Cardને આધાર સાથે લિંક (PAN Aadhaar linking) કરવું અનિવાર્ય કરી દીધું છે. હાલમાં પાન આધાર લિંક કરવાની ડેડલાઇન 30 સપ્ટેમ્બર છે. એવામાં SBIએ પોતાના ગ્રાહકોને વહેલીમાં વહેલી તકે PANને આધાર સાથે લિંક કરવાની અપીલ કરી છે.

    આ પણ વાંચો, Petrol-Diesel Price Today: સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, જાણો ગુજરાતના 4 શહેરોના રેટ્સ

    જાણો કેવી રીતે PANને Aadhaar સાથે લિંક કરશો

    >> સૌથી પહેલા ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટની મદદથી જાણો કે તમારું PAN આધાર સાથે લિંક થયેલું છે કે નહીં.
    >> આ માટે પહેલા ઈન્કમ ટેક્સ વિભાગની વેબસાઈટ પર જાઓ.
    >> આધાર કાર્ડમાં નોંધાયેલું નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો.
    >> આધાર કાર્ડમાં જન્મના વર્ષનો ઉલ્લેખ હોય તો જ સ્ક્વેર ટિક કરો. પછી કેપ્ચા કોડ દાખલ કરો.
    >> ત્યારબાદ Link Aadhaar પર ક્લિક કરો. તમારું PAN આધાર સાથે લિંક થઈ જશે.undefined
    Published by:Mrunal Bhojak
    First published:Sep 12, 2021, 9:30 am

    टॉप स्टोरीज