દેશવાસીઓ માટે રોજગારીની તકો ઊભી કરવા Apna મોબાઇલ એપે એકત્ર કર્યું 70 મિલિયન ડૉલરનું ભંડોળ

દેશવાસીઓ માટે રોજગારીની તકો ઊભી કરવા Apna મોબાઇલ એપે એકત્ર કર્યું 70 મિલિયન ડૉલરનું ભંડોળ
કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે રોજગારી ગુમાવનાર લાખો લોકોની મદદમાં સામે આવ્યું અપના પ્લેટફોર્મ

કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે રોજગારી ગુમાવનાર લાખો લોકોની મદદમાં સામે આવ્યું અપના પ્લેટફોર્મ

 • Share this:
  નવી દિલ્હી. ભારતના તમામ મોટા શહેરોમાં લાખોની સંખ્યામાં શ્રમિક કામદારો ગામોમાંથી રોજગારી માટે વસવાટ કરતાં હોય છે. કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)ના કારણે આ પૈકી ઘણા લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી. આ ઉપરાંત હાલના સમયમાં આપે કોઈ પણ કોર્સ પૂરો કરી લીધો હોય, પરંતુ નોકરીના અવસરો મળી નથી રહ્યા. આવા સમયે નોકરી ગુમાવી ચૂકેલા અને જેઓ પોતાની કારકિર્દી શરૂ કરી રહ્યા છે તેમને પરિવારના ખર્ચા વહન કરવામાં ખૂબ જ આર્થિક સંકડામણનો સામનો કરવો પડી રહ્યો છે. અપના (Apna Mobile App) નામની એક સ્ટાર્ટઅપ કંપની આવા લોકોની મદદ માટે આગળ આવી છે. કંપનીએ બુધવારે જાહેરાત કરી છે કે તેમણે દેશવાસીઓને રોજગારીની તકો પૂરી પાડવા માટે 70 મિલિયન યૂએસ ડૉલરનું ભંડોળ એકત્ર કર્યું છે.

  અપના એપ (Apna App)ના ફાઉન્ડર અને ચીફ એક્ઝિક્યૂટિવ નિર્મિત પરીખ (Nirmit Parikh)એ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જે સંપન્ન કુટુંબમાં જન્મે છે તેને સારી સ્કૂલ, કોલેજમાં અભ્યાસ કરવાની તક મળે છે. પરંતુ અસંખ્ય પરિવારો એવા છે જેમાં જન્મેલા બાળકોને સારા શિક્ષણની તક નથી મળતી. જેથી તેમને રોજગારીની તકો મળવામાં પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.  આ પણ વાંચો, 25 પૈસાનો આ સિક્કો આપને કરાવી શકે છે લાખોની કમાણી! જાણો કેવી રીતે ઓનલાઇન વેચશો

  નિર્મિત પરીખે વધુમાં જણાવ્યું કે, અપના એપના માધ્યમથી અમે નેટવર્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીએ છીએ, જે હાલના સમયમાં માર્કેટમાં નથી. અમારા આ પ્રયાસથી રોજગારી ગુમાવનારા લોકો નોકરી આપનારા લોકો સાથે સંપર્ક કરી શકે અને કાયમી નોકરી મેળવી શકે. અમારો લક્ષ્ય છે કે નોકરી શોધવાની પ્રક્રિયાને ડિજિટાઇઝ કરવી, એક એવું પ્લેટફોર્મ ઊભું કરવું જેમાં નોકરી આપનાર કંપની અને રોજગારી શોધતા ઉમેદવારો વચ્ચે એક સંવાદ ઊભો થઈ શકે.

  એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ અપના એપની સેવાઓ અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ એપમાં 70થી વધુ કોમ્યુનિટિસનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કાર્પેન્ટર, પેઇન્ટર, ફિલ્ડ સેલ્સ એજન્ટ અને બીજા ઘણા સ્કીલ્ડ પ્રોફેશનલ્સને રોજગારીની તક મળી રહે છે.

  આ પણ વાંચો, Reliance Jioનો વધુ એક ધમાકો, લૉન્ચ કર્યું ‘જિયોફાઇબર પોસ્ટપેડ’

  નોંધપાત્ર બાબત એ છે કે, અપના એપ સાથે 10 મિલિયન યૂઝર્સ જોડાયેલા છે. ગત મહિને જ આ એપના માધ્યમથી 15 મિલિયન જોબ ઇન્ટરવ્યૂ કરાવવામાં સફળ રહ્યા હતા. નિર્મિત પરીખે જણાવ્યું કે, અપના પ્લેટફોર્મ પર મૂકવામાં આવતી તમામ નોકરીની વિગતોને તેઓ વેરિફાઇડ કરે છે અને ઉમેદવારોને આ સેવા કોઈ ચાર્જ લીધા વગર પૂરી પાડે છે.

  અપના પ્લેટફોર્મ ભારતની અગ્રગણ્ય પબ્લિક અને પ્રાઇવેટ સંસ્થાઓ સાથે સંકલન કરેલું છે. આ ઉપરાંત મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ, નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને યૂનિસેફ સાથે જોડાઈને ઉત્તમ સ્કીલ અને જોબની તકો ઉમેદવારોને પૂરી પાડવામાં આવી રહી છે.undefined
  Published by:Mrunal Bhojak
  First published:Jun 16, 2021, 10:46 am

  टॉप स्टोरीज