JEE Main Result 2021: જેઇઇ મેઇન ચોથા સેશનનું પરિણામ જાહેર, 44 ઉમેદવારોને મળ્યા 100 પર્સન્ટાઇલ

JEE Main Result 2021: જેઇઇ મેઇન ચોથા સેશનનું પરિણામ જાહેર, 44 ઉમેદવારોને મળ્યા 100 પર્સન્ટાઇલ
સ્ટુડન્ટ્સ જેઇઇ મેઇનનું પરિણામ jeemain.nta.nic.in પર ચેક કરી શકે છે.

JEE Main Result 2021 Updates: જેઇઇ મેનના ચોથા સેશનું પરિણામ અને ટોપર્સનું લિસ્ટ આવી રીતે ચેક કરો

  • Share this:
    JEE Main Result 2021: જેઇઇ મેઇન 2021ના ચોથા સેશનનું પરિણામ (JEE Main Session 4 Result) જાહેર થઈ ગયું છે. એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા (Engineering Admission Process) JEE Mainનું પરિણામ મંગળવાર રાત્રે જાહેર કરી દેવામાં આવ્યું છે. JEE Main Session 4માં કુલ 44 ઉમેદવારોએ 100 પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે. આ ઉપરાંત, 18 ઉમેદવારોએ શીર્ષ રેન્ક મળ્યો છે. શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ આ જાણકારી આપી છે. સ્ટુડન્ટ્સ જેઇઇ મેઇનનું પરિણામ jeemain.nta.nic.in પર ચેક કરી શકે છે. જેઇઇ મેન 2021નું પરિણામ ચેક કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કર્યા બાદ લેટેસ્ટ એટલે કે ચોથું સેશન સિલેક્ટ કરવું પડશે. ત્યારબાદ રોલ નંબર અને જન્મતારીખ એન્ટર કરવી પડશે. લોગ ઇન કરતાં જ રિઝલ્ટ ઓપન થઈ જશે. જેઇઇ મેઇનનું પરિણામ અને સ્કોર કાર્ડ ડિજિલોકર ઉપર પણ ચેક કરી શકાય છે.

    નોંધનીય છે કે, જેઇઇ મેઇનનું (JEE Main) આયોજન આ વર્ષે ચાર સેશનમાં થયું છે. આ અંતિમ સેશન છે. ગત ત્રણ સેશન ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં થયા હતા. ચોથું સેશન પણ મે મહિનામાં થવાનું હતું પરંતુ કોરોના મહામારીના કારણે આયોજિત નહોતું કરી શકાયું. એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી જેઇઇ મેઇનના પરિણામની સાથે ટોપરનું લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.



    આ પણ વાંચો, OLA આપશે 10 હજાર મહિલા કર્મચારીઓને નોકરી, મહિલાઓ ચલાવશે દુનિયાનો સૌથી મોટો ઈ-સ્કૂટર પ્લાન્ટ

    આવી રીતે ચેક કરો JEE Main Result

    >> સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in કે પછી ntaresults.nic.in પર જાઓ.
    >> હવે જેઇઇ મેઇન 2021 સત્ર 4 પરિણામ લિંક પર ક્લિક કરો.
    >> રજિસ્ટ્રેશન નંબર, જન્મ તારીખ અને સિક્યુરિટી પિન એન્ટર કરો.
    સબમિટ બટન પર ક્લિક કરો.
    >> સત્ર 4 માટે જેઇઇ મેઇનનું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
    >> પરિણામ ડાઉનલોડ કરો અને એક પ્રિન્ટઆઉટ લો.

    આ પણ વાંચો, સારી નોકરી મેળવવા આ ફ્રી ઓનલાઈન કોર્સ કરી શકે છે મદદ

    JEE Advanced 2021 માટે રજિસ્ટ્રેશન

    જેઇઇ મેઇન પરિણામ જાહેર થયા બાદ, જેઇઇ એડવાન્સ્ડનું (JEE Advanced 2021) રજિસ્ટ્રેશન શરૂ થશે. જેઇઇ મેઇન કટ ઓફમાં ટોપ રેન્ક પ્રાપ્ત કરનારા અઢી લાખ ઉમેદવાર JEE Advanced માટે અરજી કરી શકે છે. ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ jeeadv.ac.in પર જઈને જેઇઇ એડવાન્સ્ડ 2021ની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરશે.

    જેઇઇ એડવાન્સ્ડની પરીક્ષા ક્યારે યોજાશે? (JEE Advanced 2021 Exam Date)

    23 આઇઆઇટીમાં (IIT) બીટેક (BTech) અને યુજી એન્જનિયરિંગ પ્રોગ્રાસ કોર્સમાં (UG Engineering Program Course) એડમિશન લેવા માટે જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા 3 ઓક્ટોબર 2021ના રોજ આયોજિત કરવામાં આવશે.undefined
    Published by:Mrunal Bhojak
    First published:Sep 15, 2021, 8:35 am

    टॉप स्टोरीज