મેષ રાશીફળ - ઉદાસ અને અવસાદગ્રસ્ત ન થાઓ, આજે તમે હરવા-ફરવાના મૂડમાં રહેશો, પરંતુ તમે ફરવા ગયા તો પછતાવવું પડી શકે છે. નવા મિત્રો બનવાથી નવું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો પ્રતિયોગી પરિક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમણે દિમાગ શાંત રાખવું. પરીક્ષાની ગભરાહટ દિમાગ પર હાવી થઈ શકે છે. આજનો તમારો પ્રયાસ સકારાત્મક પરિણામ આપી શકે છે. આજે બધી વાત તમારી મરજીની નહીં રહે. સંબંધ સ્વર્ગમાં બને છે અને જીવનસાથી આજે એ સાબિત કરી શકે છે.
વૃષભ રાશીફળ - આજે તમારી તબીયત સુધારવાનો પુરો સમય રહેશે. ટુંકાગાળાના રોકાણથી આજે દુર રહેવું. આજે મિત્રો સાથે બહાર જઈ ખુશીની પળ વિતાવી શકો છો. ઓફિસમાં આજે તમે ગુસ્સે થઈ શકો છો, જેથી માનસીક સંતુલન બનાવી રાખવું. આકસ્મિક યાત્રા તણાવ આપી શકે છે. જીવનસાથી સાથે વધારે સારો સંબંધ બનાવાનો પ્રયત્ન કરી શકો છો.
મિથુન રાશીફળ - ખુશ થઈ જાઓ કેમ કે સારો સમય આવવાનો છે અને સ્વયં ઉર્જાથી ભરેલા રહેશો. આજનો સફળતાનો મંત્ર છે કે, એવાી લોકોની સલાહ લઈ પૈસા લગાવો, જે અનુભવી હોય. નરંકુશ વ્યવહારના કારણે પરિવારજનો નારાજ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. વૈવાહિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે. એવા મિત્રો મળી શકે છે, જે ઘણા સમયથી મળ્યા નથી.
કર્ક રાશીફળ - કોઈ સમારોહમાં તમે હીનતાનો શિકાર બની શકો છો. આ સમસ્યામાંથી બહાર આવવા સકારાત્મક વિચારોનો સહારો લેવો. આ સિવાય તમે આત્મવિશ્વાસ પાછો નહીં મેળવી શકો. તમારી મનોકામના દુઆઓ દ્વારા પૂરી થશે અને સૌભાગ્ય તમારી તરફ આવશે. આજના દિવસે કાર્યક્ષેત્રમાં વસ્તુઓ કામ સારૂ બનશે. જે લોકો તમને પસંદ નથી કરતા તેમને પણ હસીને બોલાવવા. જીવનસાથી હાલમાં થયેલી ખટપટને ભૂલાવી પોતાના સારા સ્વભાવનો પરિચય આપી શકે છે.
સિંહ રાશીફળ - આજે તમારી વ્યક્તિત્વ અત્તરની જેમ મહેકાશે, અને બધાને આકર્ષિત કરશે. ઝવેરાત અને એન્ટીક વસ્તુમાં રોકાણ ફાયદાકારક અને સમૃદ્ધિ લઈને આવશે. પારિવારીક તણાવને લઈ તમારી એકાગ્રતા ભંગ ન થવા દો. આજે તમે વધારાની જવાબદારી પોતાના માથે લઈ શકો છો, જે તમારા માટે વધારે આવક અને પ્રતિષ્ઠાનું સબક સાબિત થશે. એવી કોઈ જામકારી ઉજાગર ન કરવી જે ગોપનીય હોય.
કન્યા રાશીફળ - આઉટડોર ખેલ તમને આકરષિત કરશે. આર્થિક મામલામાં વધારે સાવધાની રાખવાની જરૂરત છે. સંબંધીઓ તમારા દુખમાં ભાગીદાર બનશે. તમારી પરેશાની વહેંચવામાં શરમ ના કરશો, તેનો રસ્તો મળી શકે છે. કોઈ એવા ઉદ્યોગમાં ના જોડાઓ જેના વધારે ભાગીદારો હોય. આજે ચિઠ્ઠી-પત્રીમાં સાવધાની રાખવી. જીવનસાથીનો સહયોગ સારો ન મળતા તમે નિરાશ થઈ શકો છો. તમારી કોમ્યુનિકેશન સ્કીલથી લોકો તમારી તરફ આકર્ષાઈ શકે છે.
તુલા રાશીફળ - બેકાર વિચારો કરી ઉર્જા ખરાબ ન કરો, પરંતુ તેને સારી દીશામાં લગાવો. નવા આર્થિક કરાર અંતીમ રૂપ લેશે અને ધન તમારી તરફ આવશે. પરિવાર સાથે વિતાવેલો સમય ખુશનુમા રહેશે. કોઈની સાથે મિત્રતા કરો તો તેના વિશે બધુ જાણી લો, દગો મળવાની સંભાવના છે. આજે બોસની નજર તમારી તરફ રહેશે, જેથી કામ સારી રીતે અને ધ્યાનપૂર્વક કરવું. જીવનસાથીના કારણે માનસિક અશાંતીનો સામનો કરવો પડી શકે છે.
વૃશ્ચિક રાશીફળ - આજે વધારે દિવાનગી માથે ચઢેલી રહેશે, પરંતુ પોતાની પર કાબુ રાખો. ખર્ચામાં થયેલો વધારે મનની શાંતી ભંગ કરી શકે છે. આજે જુઠુ બોલવાથી બચવું, સંબંધ બગડી શકે છે. ઓફિસમાં દુશ્મનો પણ આજે દોસ્ત બની જશે, તમારા એક માત્ર નાના કામના કારણે. એવા લોકો પર ધ્યાન આપો જે તમને ખોટા રસ્તે લઈ જઈ રહ્યા છે, તેમનાથી દુર રહો. જીવનસાથી સાથે બહાર જમવા જવાનું થઈ શકે છે.
ધન રાશીફળ - ગર્દન અને કમરમાં દર્દ પરેશાન કરી શકે છે. આજે થઈ શકે તો ભરપૂર આરામ કરો. તમે જો લાંબા સમયગાળા માટે રોકાણ કરશો તો ફાયદો મળી શકે છે. વિવાદો અને મતભેદથી દુર રહેવું, કોઈની કમી શોધવાની આદતને નજર અંદાજ કરો. આજે ઓફિસમાં એવું કોઈ કામ મળી શકે છે, જે કરવા માટે લાંબા સમયથી તમે બચતા હતા. પરંતુ, ધ્યાન આપી કરશો તો ગડબડ વગર પુરૂ કરી શકો છો. વૈવાહિક જીવન સારૂ રહેશે.
મકર રાશિફળ - આજના દિવસે મોટાભાગની વસ્તુઓ તમારા મન પ્રમાણે થશે. તમારી બીન જરૂરી યોજનાઓ તમારા ધનને ઓછું કરી શકે છે. ઘરમાં વાદ-વિવાદ પરિવારથી સદસ્યો સાથે તલ્ખ્સી તરફ લઈ જઈ શકે છે. આજે તમને નિરાશા હાથ લાગી શકે છે. કારણ કે શક્ય છે તે તમારા પ્રિય સાથે બહાર ન જઈ શકો. ચીજો થવાની રાહ ન જુઓ. બહાર નીકળો અને નવી તકોની શોધ કરો.
કુંભ રાશિફળ - નફરતની ભાવના મોંઘી પડી શકે છે. આ તમારી સહન-શક્તિ ઘટાડી શકે છે. તમારા વિવેકને પણ કાટ લગાવી શકે છે. સંબંધોમાં હંમેશા માટે દરાર પાડી શકે છે. તમે પૈસા બનાવી શકો છો. શરત એટલી જ છે કે તમારી જમા પૂંજીને પારંપરીક રીતે રોકાણ કરો. આજે દરેક લોકો તમારી સાથે દોસ્તી કરવા માંગશે. તેમની ઈચ્છા પુરી કરવા માટે તમને ખૂબ જ ખુશી થશે.
મીન રાશિફળ - તમે તમારા પરિવાર માટે પોતાની ખુશીઓ બલિદાન કરશો. પરંતુ આના બદલામાં કોઈ આશા રાખવી ન જોઈએ. રોકાણ માટે સારો છે. પરંતુ યોગ્ય સલાહ લઈને જ રોકાણ કરો. વિવાદ, મતભેદ અને બીજામાંથી ખામીઓ કાઢવાની આદતને નજર અંદાજ કરો. પોતાના પ્રેમી-પ્રેમીકાની કોઈપણ બીનજરૂરી માંગણી સામે ન ઝૂકો. કોઈ ભાગીદારીના વ્યવસાયમાં પડવાથી બચો. કારણ કે શક્ય છે કે ભાગીદાર તમારો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી શકે છે.undefined