શા માટે આપણે ભૂલી જઇએ છીએ આપણો પાછલો જન્મ?

શા માટે આપણે ભૂલી જઇએ છીએ આપણો પાછલો જન્મ?
પુનઃજન્મ થિયરી

Past life: મને પણ સવાલ તો થતો હશે કે આપણે શા માટે આપણો આગળનો જન્મ ભૂલી જઇએ છીએ (Forget Past Life)?

 • Share this:
  મુંબઈ: તમે ઘણી વખત પુનઃજન્મ (Rebirth) અને પાછલા જન્મ (Past Life)ની વાતો સાંભળી હશે. ઘણા લોકોને એવો દાવો કરતા પણ જોયા હશે કે તેઓ પોતાની પાછલા જન્મ વિશે જાણે છે અથવા તો તેમને બધું યાદ છે. અહીં તમને પણ સવાલ તો થતો હશે કે આપણે શા માટે આપણો આગળનો જન્મ ભૂલી જઇએ છીએ (Forget Past Life)? શા માટે આપણે તેને દરેક જનમમાં યાદ રાખી શકતા નથી? તો આજે અમે તમારા આ સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કરશું.

  વૈજ્ઞાનિક કારણ  આજે વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું છે, તેની કલ્પના કરવી પણ સામાન્ય માણસ માટે થોડી મુશ્કેલ છે. પાછલો જન્મ યાદ ન રહેવાના સંદર્ભમાં વૈજ્ઞાનિકો માને છે કે, ઓક્સીટોસિન (Oscitocin chemical) નામનું એક કેમિકલ આ માટે જવાબદાર છે. આ કેમિકલ ગર્ભાવસ્થા દરમિયાન માતાના ગર્ભમાંથી મુક્ત થાય છે. પરંતુ જો આ કેમિકલ માતાના ગર્ભાશયમાંથી બાળક સાથે આવે છે, તો પછી તેઓ પાછલા જીવનની બધી વાતોને યાદ કરી શકે છે.

  મૃત્યુનો ડર

  જો પાછલા જન્મમાં આપણું કોઈ દુ:ખદ કારણસર મૃત્યુ થયું હોય તો વર્તમાન જીવનમાં તે ઘટનાઓને યાદ કરવાથી વ્યક્તિ ફરીથી દુઃખી થઈ જાય છે અને ભૂતકાળના જીવનના અનુભવો અને દુઃખો વિશે સતત વિચારતો રહે છે.

  મૃત્યુ પછીની વિધિઓ

  હિંદુ શાસ્ત્રોમાં વ્યક્તિના મૃત્યુ બાદ અમુક વિધિઓ કરવામાં આવે છે. શરીરના અંતિમ સંસ્કારના અડધા કલાક પછી શરીરના મોટાભાગના માંસ અને હાડકાં રાખ બની જાય છે. જે બાદ એક લોટાને વાંસમાં બાંધવામાં આવે છે અને માથા પર વધુ ઘી રેડવામાં આવે છે, જેથી માથાનો કોઇ પણ ભાગ સળગ્યા વગર ન રહે. આ પ્રક્રિયાને કપાલ ક્રિયા કહેવામાં આવે છે.

  એવી માન્યતા છે કે જો વ્યક્તિના માથા કે મગજનો કોઇ પણ ભાગ સળગ્યા વગર રહી જાય તો તે વ્યક્તિને તેના પછીના જન્મમાં આગળના જીવનની વાતો યાદ રહે છે.

  પ્રાકૃતિક કારણ

  આપણે ઘણી વખત જૂની વાતો ભૂલી જઇએ છીએ અને નવી વસ્તુઓ વિશે વિચારીએ છીએ. ઘણી વખત વ્યક્તિના જીવનમાં બનેલી કોઇ ખરાબ ઘટના ભૂલી જાય છે અને નવા જીવન તરફ આગળ વધે છે. જો માણસમાં ભૂલવાની ક્ષમતા ન હોય તો તેઓ નવી શરૂઆત કરી શકશે નહીં. તેથી જ આગલા જન્મની વાતો યાદ રાખવી અશક્ય છે.

  આ પણ વાંચો: Zodiac Signs: આ રાશિનો લોકો હોય છે ખોટું બોલવામાં માહિર, જાણો કઈ છે આ રાશિઓ

  ખાસ ક્ષમતા

  અમુક લોકોમાં એવી ક્ષમતા હોય છે કે તેઓ પોતાના પાછલા જીવનની વાતો યાદ કરી શકે છે. જેમ કે તેઓનું નામ, તે ક્યાં રહેતો, તેના માતાપિતા કોણ હતા વગેરે. આવા ઘણા કિસ્સાઓ બન્યા છે.

  કર્મ અને આત્મા

  આપણા શાસ્ત્રોમાં જણાવાયું છે કે કોઇ પણ જીવનો આગામી જન્મ વર્તમાનના તેના કર્મોને આધિન હોય છે. આત્માના કર્મો મનુષ્યને તેના પૂર્વજન્મ તરફ ખેંચે છે. તેથી, જે વ્યક્તિ સારું જીવન જીવે છે તેના માટે હંમેશા એવું કહેવામાં આવે છે કે તેણે પાછલા જન્મમાં કેટલાક સારા કાર્યો કર્યા હશે.undefined
  Published by:Vinod Zankhaliya
  First published:Nov 27, 2021, 10:37 am