રસપ્રદ : કરીના સેટ પર અભિષેક બચ્ચનને બોલાવતી હતી 'જીજુ', જયા કરિશ્મા કપૂરને વહુ બનાવવા ઉત્સાહિત હતા

રસપ્રદ : કરીના સેટ પર અભિષેક બચ્ચનને બોલાવતી હતી 'જીજુ', જયા કરિશ્મા કપૂરને વહુ બનાવવા ઉત્સાહિત હતા
અભિષેક બચ્ચન - કરિશ્મા કપૂર - કરિના કપૂર

અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ની પહેલી પસંદ કરિશ્મા કપૂર (Karishma Kapoor) હતી. બચ્ચન પરિવાર (Bachchan Family) અને કપૂર પરિવાર (Kapoor Family) વચ્ચે દૂરના સંબંધો પણ હતા, જેને નજીકના સંબંધમાં પરિવર્તિત કરીને જયા બચ્ચન ખુશ હતા.

 • Share this:
  રાજ કપૂર (RaJ Kapoor)ની પૌત્રી કરિશ્મા કપૂર (Karishma Kapoor) અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નો પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) એકબીજાને પસંદ કરતા હતા. બે દિગ્ગજ ફિલ્મ પરિવારોના વડીલોને પણ આ સંબંધ સામે કોઈ વાંધો નહોતો. જયા બચ્ચન એટલા ખુશ હતા કે, તેમણે સમારોહમાં કરિશ્માને પોતાની વહુ બનાવવાની જાહેરાત કરી હતી. પણ કહેવાય છે કે, જોડી તો ઉપર બને છે. અભિષેકના નસીબમાં મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય લખાઈ હતી, પછી બધાની ઈચ્છા છતાં અભિષેક-કરિશ્મા એક થઈ શક્યા નહીં. જો કે તેની પાછળનું કારણ આજ સુધી સ્પષ્ટ થયું નથી.

  કરિશ્મા કપૂર અભિષેક બચ્ચનની પહેલી પસંદ હતી  અભિષેક બચ્ચનની પહેલી પસંદ કરિશ્મા કપૂર હતી. બચ્ચન પરિવાર (Bachchan Family) અને કપૂર પરિવાર (Kapoor Family) વચ્ચે દૂરના સંબંધો પણ હતા, જેને નજીકના સંબંધમાં પરિવર્તિત કરીને જયા બચ્ચન ખુશ હતી. વાસ્તવમાં અમિતાભ બચ્ચન અને જયાની લાડકી દીકરી શ્વેતા બચ્ચનના લગ્ન કરિશ્મા કપૂરની કાકી એટલે કે રિતુ નંદાના પુત્ર નિખિલ નંદા સાથે થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્ન દરમિયાન જ કરિશ્મા અને અભિષેક એકબીજાને સારી રીતે ઓળખતા થયા, જે ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગયું હતું. આ પછી અભિષેક અને કરિશ્મા ફિલ્મ હા 'મૈને ભી પ્યાર કિયા'માં સાથે કામ કરીને ખૂબ જ નજીક આવ્યા. બંનેના પરિવારને આ સંબંધ સામે કોઈ વાંધો નહોતો.

  'રેફ્યુજી'ના સેટ પર કરીના અભિષેકને જીજુ કહીને બોલાવતી હતી

  કરિશ્મા કપૂરે ઘણી સુપરહિટ ફિલ્મો આપીને બોલિવૂડમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું હતું અને અભિષેક બચ્ચન પણ પોતાની કારકિર્દીમાં સારું પ્રદર્શન કરી રહ્યા હતા. અભિષેકને કરિશ્માની નાની બહેન કરીના કપૂર સાથે 'રેફ્યુજી' ફિલ્મની ઓફર કરવામાં આવી હતી. કરિશ્મા કપૂર 'રેફ્યુજી'ના સેટ પર અભિષેકને મળવા આવતી હતી. કરીના તેના કો-એક્ટર અભિષેકને જીજુ કહીને બોલાવતી હતી. કારણ કે બધા જાણતા હતા કે અભિષેક અને કરિશ્માના લગ્ન થવાના છે.

  જયા બચ્ચને પોતે કરિશ્માને વહુ કહી

  જયા બચ્ચને પોતે કરિશ્મા કપૂરને પોતાની વહુ બનાવવાની જાહેરાત બધાની સામે કરી હતી. અમિતાભ બચ્ચનના જન્મદિવસના ખાસ અવસર પર, બધાની હાજરીમાં, જયાએ કરિશ્મા કપૂરનો પરિચય તેના ભાવિ પરિવારના સભ્ય એટલે કે પુત્રવધૂ તરીકે, હાથમાં માઈક પકડીને કરાવ્યો. જયાએ કહ્યું હતું કે, 'આજે બચ્ચન અને નંદા પરિવાર અહીં બીજા પરિવારને તેમના ગ્રુપનો ભાગ બનાવવા જઈ રહ્યા છે, અને તે છે કપૂર પરિવાર. આ પછી, કરિશ્મા જયા અને અભિષેકની પાસે સ્ટેજ પર શરમાઈને ઉભી રહે છે. આ પ્રસંગે બબીતા ​​અને રણધીર કપૂર પણ હાજર હતા. જયા એટલી ખુશ હતી કે, અભિષેક વતી પણ પાપા અમિતાભને જન્મદિવસની ભેટ પણ બતાવી દીધી હતી. આ અવસર પર અમિતાભ-જયાની નજીક રહેલા રાજનેતા અમર સિંહ પણ હાજર હતા. આ ખાસ પ્રસંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  આ પણ વાંચોવિરાટ-અનુષ્કાથી લઈને શાહરૂખ-ગૌરી સુધી, બોલિવૂડ સેલેબ્સે આ સ્થળોએ માણ્યું છે હનીમૂન

  બે દિગ્ગજ ફિલ્મ પરિવારો એક ન થઈ શક્યા

  પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે દિગ્ગજ પરિવારો સંબંધોમાં બંધાઈ જતા રહ્યા. જોકે, સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. પરંતુ કહેવાય છે કે, આ સંબંધ તૂટવા પાછળ બંનેની માતાઓનો હાથ હતો. જયા બચ્ચન નહોતા ઈચ્છતા કે, તેમની વહુ લગ્ન પછી ફિલ્મોમાં કામ કરે, બબીતાને અભિષેક સાથે તેમની દીકરીનું ભવિષ્ય માટે યોગ્ય ન લાગ્યું. આ જ વાત સામે આવી હતી, બાકીની વાસ્તવિકતા તો બચ્ચન અને કપૂર પરિવાર જ જાણે.undefined
  Published by:kiran mehta
  First published:Dec 1, 2021, 11:55 am