એ હાલો..! ઐશ્વર્યા શર્મા બની ‘દયા બેન’ અને ‘શિનચેન’, ફની VIDEO થયો વાયરલ

એ હાલો..! ઐશ્વર્યા શર્મા બની ‘દયા બેન’ અને ‘શિનચેન’, ફની VIDEO થયો વાયરલ
ઐશ્વર્યા શર્માનો આ વીડિયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. (ફાઇલ તસવીર)

Viral Video: ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ની એક્ટ્રેસ ઐશ્વર્યા શર્મા ‘દયા બેન’ અને કાર્ટૂન કેરેક્ટર ‘શિનચેન’ના અવતારમાં જોવા મળી, લોકોએ કહ્યું- ‘હે મા માતાજી’

 • Share this:
  મુંબઈ. તમને ટીવી જોવાનો શોખ હોય કે ન હોય, પણ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)ના કેરેક્ટર ‘દયાબેન’ (Dayaben) વિશે સૌ જાણતાં હશે. ‘દયાબેન’ તરીકે દિશા વાકાણીએ (Disha Vakani) ખૂબ લોકપ્રિયતા મેળવી છે કેમકે એ પાત્ર મનોરંજનથી ભરપૂર હતું. આજે શોમાં આ કેરેક્ટર ઘણાં સમયથી જોવા નથી મળ્યું પરંતુ તેની ચર્ચા હજુ પણ થાય છે. તેના ડાયલોગ બોલાય છે અને નવરાત્રી આવે એટલે દયા બેનને અચૂક યાદ કરવામાં આવે છે. આ નવરાત્રીમાં લોકો અંદરથી ‘દયા બેન’ સ્ટાઈલમાં ગરબા રમવા આતુર બન્યા છે ત્યારે તેમાં અભિનેત્રી ઐશ્વર્યા શર્મા પણ બાકાત નથી. સ્ટાર પ્લસના પોપ્યુલર શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની ‘પાખી’ એટલે કે એક્ટ્રેસ ઐશ્વર્યા શર્મા તાજેતરમાં ‘દયા બેન’ના અવતારમાં જોવા મળી.

  ઐશ્વર્યા શર્મા (Aishwarya Sharma) સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં ઐશ્વર્યાએ એક વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે દયા બેનની કોપી કરે છે અને જો દયા બેન કાર્ટૂન કેરેક્ટર ‘શિનચેન’ને મળે તો શું થાય એ પોતાના અંદાજમાં રજૂ કર્યું છે.  ઐશ્વર્યાએ સાડી પહેરીને દયા બેનનો લુક કોપી કર્યો છે. એટલું જ નહીં દયા બેનની વાત કરવાની સ્ટાઈલ પણ બખૂબી કોપી કરી છે. વિડીયોમાં તે દયા ભાભીના અવાજમાં ડાયલોગ બોલે છે અને શિનચેનને કહે છે કે, નવરાત્રી આવે છે તો ગરબા કરીએ. એ હાલો... આ વિડીયો ખરેખર મજેદાર અને ફની છે. લોકો આ વિડીયો જોઈને હસી રહ્યા છે અને ઐશ્વર્યાની પ્રશંસા કરી રહ્યા છે. ઐશ્વર્યા આબેહૂબ દયા બેન લાગે છે.
  લોકોને વિડીયો જોઈને મજા આવી ગઈ છે. તેઓ એક પછી એક કમેન્ટ કરી રહ્યા છે કે નવી દયા ભાભી મળી ગઈ તો એક યુઝરે કમેન્ટ કરી કે, ‘હેં માં માતાજી, જરા જુઓ તો બાબૂ જી.’

  આ પણ જુઓ, VIRAL VIDEO: સની દેઓલે કરી મા સાથે બરફમાં મસ્તી, બોલ્યો- 'આ મારા માટે યાદગાર પળ છે'

  ઉલ્લેખનીય છે કે, ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ ટીવી શોએ પ્રસારિત થયાના ટૂંક સમયમાં જ લોકપ્રિયતા મેળવી છે. શોમાં નીલ ભટ્ટ, ઐશ્વર્યા શર્મા અને આયેશા સિંહ મુખ્ય રોલમાં છે.

  આ પણ વાંચો, રણબીર કપૂર-આલિયા ભટ્ટ જોધપુરમાં શોધી રહ્યા છે વેડિંગ ડેસ્ટિનેશન! PHOTOSમાં સાથે જોવા મળ્યા

  તો ‘તારક મહેતા..’ની વાત કરીએ તો ‘દયા બેન’નો રોલ ભજવતી દિશા વાકાણીએ શો છોડ્યો એને ઘણો સમય થઈ ગયો છે અને એ પછી તો નવા દયા બેન અંગે ઘણી અટકળો ચાલી પણ હજુ સુધી બીજા દયા ભાભીની એન્ટ્રી થઈ નથી.undefined
  Published by:Mrunal Bhojak
  First published:Sep 27, 2021, 11:28 am